સૌ પ્રથમ / ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં 'ઉબર' પહેલી 'અન્ડર વૉટર ટેક્સી' 27મેથી શરૂ કરશે

Uber first underwater taxi will be started in Queensland, Australia
X
Uber first underwater taxi will be started in Queensland, Australia

Divyabhaskar.com

May 24, 2019, 12:29 PM IST

ટ્રાવેલ ડેસ્ક.ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં આવેલા હેરોન આઈલેન્ડ ખાતે ગ્રેટ બેરિયર રિફનો અહલાદક અનુભવ કરાવવા 'ઉબર' હવે 'સબમરીન ટેક્સી' શરૂ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ ઓસ્ટ્રેલિયન લોકો સબમરીન દ્વારા દરિયાઈ જીવસૃષ્ટીનો રોચક અનુભવ કરી શકશે. 2 પેસેન્જરને પાણીની 30 મીટર (98 ફૂટ) ઊંડાઈ સુધી લઈ જવાશે. રાઈડનો લાભ લેવા માટે બુકિંગ ઓનલાઈન એપ મારફત કરી શકાશે.

1

એક કલાકની સબમરીન સવારી મળશે

એક કલાકની સબમરીન સવારી મળશે

કંપનીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, તે વિશ્વની પ્રથમ રાઇડ 'શેર સબમરીન છે'. 'સ્કુબર' તેને યોગ્ય રીતે નામ આપવામાં આવ્યું છે. તેના થકી રાઇડર્સ અંડરવોટર ક્રાફ્ટમાં ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફનું નિરિક્ષણ કરી શકે છે. જોકે, મર્યાદિત સમય અને નાની ફ્રેમ-સ્પોસને કારણે સવારી કરવી થોડી મુશ્કેલ બની શકે છે. મળતા અહેવાલો મુજબ, ઉબર 27મી મેથી 18 જૂન સુધી ઉબર એપ્લિકેશન દ્વારા ફક્ત પસંદગીનાં રાઇડર્સને જ તક ઉપલબ્ધ કરાવવામાં આવશે. 
સ્કેબરનો અનુભવ કરવા માંગતા લોકોએ $ 2,060 (અંદાજે 1,43,449 રૂપિયા)નો ખર્ચ કરવો પડશે, તેમાં એક કલાકની સબમરીન સવારી મળશે. મેઇનલેન્ડથી ક્વીન્સલેન્ડ સુધી જવા માટે હેલીકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

2

સ્કૂબર રાઇડર્સ 98 ફીટ સુધી પાણીની અંદર જઈ શકે

સ્કૂબર રાઇડર્સ 98 ફીટ સુધી પાણીની અંદર જઈ શકે

સ્કૂબર રાઇડર્સ 98 ફીટ સુધી પાણીની અંદર ઉતરશે તેના થકી વિશ્વના સૌથી મોટા કોરલ રીફ પર દરિયાઇ જીવન જોઈ શકશે. 9 જૂનથી આ સબમરિન હેરોન આઇલેન્ડથી ઉત્તર ગ્રેટ બેરિઅર રીફ વચ્ચે શરૂ થશે. ક્વીન્સલેન્ડ સરકાર દ્વારા સંચાલિત પ્રવાસન બોર્ડ, પ્રવાસન અને ઇવેન્ટ્સ ક્વીન્સલેન્ડ પણ આ સાહસમાં પાર્ટનર રહેશે.

3

કંપની સ્થાનિક લોકોને 47,35,214 રૂપિયાનું દાન કરશે

કંપની સ્થાનિક લોકોને 47,35,214 રૂપિયાનું દાન કરશે

ગ્રેબર બેરિયર રીફના નાગરિકોને ઉબેર $ 68,000 (અંદાજે 47,35,214 રૂપિયા)થી વધુ દાન કરશે, જેમાં સંબંધિત નાગરિકો, પ્રભાવકો અને સંગઠનોનું નેટવર્ક સામેલ છે. જે રીફને બચાવવા માટે કાર્ય કરે છે.

4

વ્યક્તિગત વ્યવસાયને જાહેર સ્તરે લઈ જવો જોઈએ

વ્યક્તિગત વ્યવસાયને જાહેર સ્તરે લઈ જવો જોઈએ

સંરક્ષણ સંસ્થાના સીઈઓ એન્ડી રીડલેએ જણાવ્યું હતું કે, 'રીફ અને ગ્રહની સુરક્ષા કરવા માટે વસ્તુઓને આપણે જે રીતે બદલાવ કરીએ છીએ તેવી જરીતે વ્યક્તિગત ધંધાથી શેરિંગ અર્થતંત્ર જેવા વ્યવસાય કરવાના નવા રસ્તાઓ અપનાવવા જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે 'સ્થાનિક વહિવટી તંત્ર સાથેની ભાગીદારી 'ગ્રેટ બેરિયર રીફના ભવિષ્ય માટે હકારાત્મક અસર ઊભી કરશે.'

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી