તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Two Irish Sisters Teamed Up To Create Fashionable Wheel Covers, A Chance To Choose Designer Covers For Divyang Through Their Brand Easy Wheels

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિએટિવિટી:બે આઈરિશ બહેનોએ વ્હીલ ચેર માટે ફેશનેબલ કવર્સ બનાવ્યા, પોતાની બ્રાંડ ‘ઇઝી વ્હીલ્સ’ દ્વારા દિવ્યાંગોને ડિઝાઈનર કવર પસંદ કરવાનો મોકો આપ્યો

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવ્યાંગો માટે પોતાની મનપસંદ વસ્તુઓ ખરીદવી મુશ્કેલ કામ છે. જો વ્હીલ ચેરની વાત કરીએ તો તેમાં પણ આપની ચોઈસ પ્રમાણે ઓપ્શન મળતા નથી. દિવ્યાંગોની પસંદનું ધ્યાન રાખીને બે આઈરિશ બહેનોએ પોતાની બ્રાંડ ઇઝી વ્હીલ્સની શરુઆત કરી. આ બહેનો નું નામ ઇબે અને ઇઝી કેન છે.

બંને બહેનો માટે આ કામની શરુઆત કોઈ મુશ્કેલભર્યા કામથી ઓછી નહોતી કારણ કે મેડિકલ ડિવાઈસને દિવ્યાંગોની જરૂર પ્રમાણે બનાવવામાં આવે છે. તેમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતા નથી. કેમ કે ફેરફારથી દિવ્યાંગોને તકલીફ થાય છે. આથી ઇઝીએ પોતે ઉપયોગ કરીને વ્હીલ ચેરની ડિઝાઈન નક્કી કરી.

ઇઝી જન્મથી વિકલાંગ છે. તેની કમરની નીચેનો ભાગ પેરાલાઈઝ્ડ છે. તેનું માનવું છે કે, મારા માટે વ્હીલ ચેર આઝાદીનું પ્રતિક છે. જેને કારણે ને ક્યારેય તે બંધન જેવું ન લાગ્યું. ઇઝીની મોટી બહેન ધ નેશનલ કોલેજ ઓફ આર્ટ એન્ડ ડિઝાઈનની સ્ટુડન્ટ છે. તેણે ફાઈનલ વર્ષના પ્રોજેક્ટમાં રંગબેરંગી ચિલ કવર્સ બનાવ્યા.

ઇઝીને આ કવર્સ ખૂબ જ ગમ્યા. પોતાની બહેનને આટલી બધી ખુશ જોઇને તે 2016થી ઘણા કલાકાર અને ડિઝાઈનર્સ સાથે ભેગા મળીને આ કવર્સ બનાવે હે. ધીરે-ધીરે ઇબેનો આ શોખ બિઝનેસમાં ફેરવાઈ ગયો.

હવે આ બંને બહેન કલરફુલ વ્હીલ કવર્સ દ્વારા દિવ્યાંગ લોકો વચ્ચે ખુશી વહેંચી રહ્યા છે. આ પ્રકારની બ્રાઈટ અને કલરફુલ ચેર્સ બધાને ગમે છે. વર્ષ 2018માં બંને બહેનોનું નામ ફોર્બ્સના 30 અન્ડર 30માં સામેલ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો