વાઇરલ વીડિયો:ગર્ભવતી મહિલાના પેટમાં લડી રહ્યા છે જોડિયા બાળકો, અલ્ટ્રાસાઉન્ડ જોઈને ડોક્ટર પણ થઇ ગયા પરેશાન

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોડિયા બાળકો માતાના પેટમાં ઝઘડી રહ્યા છે. આ ઘટના ચીનના યીનચુઆન શહેરની છે. જ્યાં એક ગર્ભવતી મહિલા રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગઈ હતી. ત્યારે ગર્ભવતી મહિલાનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું હતું. અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન ડોકટરે જોયું હતું કે, જોડિયા બાળકો તો એકબીજાને લાતો મારી રહ્યા છે.

વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ
અલ્ટ્રાસાઉન્ડનો આ વીડિયો કપલે રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં શેર કરી દીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, માતાનાં પેટમાં હોવા છતાં પણ બાળકો એક-બીજા સાથે લડાઈ કરી રહ્યા છે. તો વિચારો કે, બાળકો બહાર આવશે તો શું થશે? બાળકોનો આ ઝઘડો અલ્ટ્રાસાઉન્ડમાં જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાસાઉન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

પેટની અંદર છે તો ન લડાઈ તો બહાર આવીને શું થશે?
લોકો આ વીડિયોમાં અલગ-અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, તેઓ દુનિયામાં આવતા પહેલા જ અહીં વિશે જાણી ચુક્યા છે, તેથી લડાઈ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, મહેરબાની કરીને તેના જન્મ પછી પણ એક વીડિયો શેર કરો જેથી અમને ખબર પડે કે તે બહાર આવ્યા પછી શું કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જો ભાઈ બહાર આવશે તો શું કરશે? એક યુઝરે લખ્યું હતું કે, મારો પણ એક ભાઈ છે, અમે પણ આવી રીતે લડીએ છીએ, મને ખબર નથી કે અમારી માતાનું શું થતું હશે.