• Gujarati News
  • Lifestyle
  • Twice Divorcee The 66 year old Grandfather Printed Advertisements On City Streets In Search Of A Partner For Christmas Night.

અમેરિકા:2 વખત ડિવોર્સી 66 વર્ષના આ દાદા ક્રિસમસ નાઈટ માટે પાર્ટનરની શોધમાં, શહેરના રસ્તા પર મસમોટી એડવર્ટાઈઝ છપાવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિમ બેય્સ નામના દાદા પાર્ટનરની શોધમાં
  • એડવર્ટાઈઝ પ્રમાણે દાદા 50થી 55 વર્ષની મહિલા પાર્ટનરની શોધમાં છે

કિસમસ પર ડેટ સાથે ડિનર અને પ્રેમભરી વાતો કરવાનું મન માત્ર યંગસ્ટર્સનું નહિ વડીલોનું પણ હોય છે. અમેરિકાના ટેક્સાસના દાદાને પણ આવી ડેટનું મન થયું. ક્રિસમસ પર એકલા ન રહી ડેટ સાથે એન્જોય કરવા માટે આ દાદાએ જાહેરખબર છપાવી દીધી.

જિમ બેય્સ નામના 66 વર્ષના દાદા આ ક્રિસમસના દિવસે એકલા રહેવા માગતા નહોતા. તેમણે ડેટ માટે મસમોટી જાહેર ખબર પ્રિન્ટ કરાવી લીધી. આ જાહેર ખબરમાં દાદાનો મોબાઈલ નંબર અને દાદાની જરૂરિયાત લખેલી હતી.

ટેક્સાસના રસ્તા પર એડવર્ટાઈઝ છપાવી

એડવર્ટાઈઝ પ્રમાણે, દાદા એક સારી મહિલાની શોધમાં છે. જેની ઉંમર 50થી 55 વર્ષની હોય. ક્રિસમસના દિવસે વાતો કરવા માટે અને વોક કરવા માટે મહિલા જોઈએ છે. પોસ્ટરમાં દાદાનો ફોટો પણ છે.

ઓનલાઈન ડેટિંગ એપ્સમાં ક્રિસમસ માટે કોઈ પાર્ટનર ન મળતાં દાદાએ એ નવતર પ્રયોગ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે દાદાના 2 વખત લગ્ન થઈ ગયા છે અને 2 વખત ડિવોર્સ થઈ ગયા છે. તેમ છતાં દાદા ક્રિસમસ પર ડેટ શોધી રહ્યા છે.

જિમ જણાવે છે કે 2 ડિવોર્સ ભલે થઈ ગયા હોય પણ હજુ પણ તેમને પાર્ટનરની જરૂર છે. એવી પાર્ટનર જેના ખોળામાં માથુ મૂકી તેઓ સુઈ શકે અને તેમને કંઈક આ પ્રકારના શબ્દો સાંભળવા મળે: ચિંતા ના કર બધુ સારું થઈ જશે.

આ કારણે 2 વખત ડિવોર્સ થયા

જિમ તેની પહેલી પત્નીને ઘણો પ્રેમ કરતા હતાં પરંતુ નાની નાની વાતે બંને વચ્ચે ઘણા ઝઘડા થવા પર તેઓ અલગ થયાં. બીજી પત્ની સાથેના રિલેશનશિપમાં તેમનું કામ આડે આવતું હતું, કામને કારણે તેઓ પત્નીને સમય આપી શકતા નહોતા. તેમનાં બાળકો પાસેથી જિમને પિતાનો દરજ્જો ન મળતાં બીજી પત્ની સાથે પણ તેમણે ડિવોર્સ લીધા.

અન્ય સમાચારો પણ છે...