તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્રતાનું ઉદાહરણ:37 વર્ષ પહેલાં મિર્ઝાને હંસનો જીવ બચાવી દોસ્તીની શરૂઆત કરી, 12 વર્ષનું આયુષ્ય ધરાવતો હંસ 37 વર્ષ જીવ્યો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

60 વર્ષના નિવૃત્ત પોસ્ટમેન રેસેપ મિર્ઝાન અને એક હંસની મિત્ર અનેક લોકો માટે એક મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ દોસ્તી એટલે પણ ખાસ છે કારણકે બ્રિટિશ સ્વાન સેન્ચ્યુરી પ્રમાણે, એક હંસની એવરેજ ઉંમર 12 વર્ષ હોય છે. જો તેમની દેખભાળ કરવામાં આવે તો 30 વર્ષ સુધી જીવે છે.

મિર્ઝાનનાં કેસમાં આ એક રેકોર્ડ છે કારણકે 37 વર્ષ પછી પણ તે માદા હંસ જીવિત છે અને સૌથી સારો મિત્ર છે. તે દર સમયે સાથે રહે છે. આ દોસ્તી કેવી રીતે શરૂ થઇ તેની સ્ટોરી જાણીએ....

તૂટેલા પાંખની સારવાર કરાવી
તુર્કીના એડ્રિનમાં રહેતા મિર્ઝાન 37 વર્ષ પહેલાં મિત્રો સાથે રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન તેમને એક હંસ દેખાયો. તેનો પાંખ તૂટેલી હતી. શિકારીને લીધે હંસની આ હાલત હતી. મિર્ઝાને શિકારીઓથી બચીને આ હંસને તેમની કારમાં મૂક્યો અને પોતાના ઘરે લઇ ગયા. તેની સારવાર કરાવી. ધીમે-ધીમે તેની તબિયત સારી થઇ અને આ હંસ ઘરનું મેમ્બર બની ગયું.

હંસ બીજા પ્રાણીઓ સાથે હળી-મળીને રહે છે
માદા હંસનું નામ ગેરિપ છે. તે મિર્ઝાનના ઘરમાં હાજર દરેક પ્રાણીઓ સાથે હળી-મળીને રહે છે. મિર્ઝાને કહ્યું, હું હંમેશાં પ્રાણીઓની નજીક રહ્યો છું. ગેરિપ એક વફાદાર મિત્ર છે.

હંસનું નામ ગેરિપ કેમ રાખ્યું ?
મિર્ઝાને કહ્યું, ગેરિપનો અર્થ થાય છે ‘વિચિત્ર’. હું તેની સાથે ઘણો સમય પસાર કરું છું. છેલ્લા 37 વર્ષમાં ક્યારેય તેણે ભાગી જવાના પ્રયત્નો કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો