તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Turkish Husband Poses With His Pregnant Wife 'moments Before He Threw Her To Her Death So He Could Claim Life Insurance Money'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુર્કી:41 લાખ રૂપિયાનાં ઇન્શ્યોરન્સ માટે પતિએ તેની ગર્ભવતી પત્નીને 1000 ફૂટ ઊંચાઈએથી ધક્કો માર્યો

11 દિવસ પહેલા

તુર્કીમાં એક પતિએ ઇન્શ્યોરન્સના રૂપિયા લેવા માટે પોતાની ગર્ભવતી પત્નીને 1000 ફૂટ ઊંચી ભેખડ પરથી ધક્કો માર્યો. પોલીસે 40 વર્ષીય હકાન ઐસલને 32 વર્ષીય પત્ની સેમરા ઐસલનાં મર્ડરના આરોપમાં ધરપકડ કરી છે. જો કે, હકાન હજુ પણ આ વાત માનવા તૈયાર નથી તે આ ઘટનાને એક અકસ્માત જ ગણાવે છે.

હકાન તેની પ્રેગ્નન્ટ વાઈફને લઈને મુગલા શહેરના બટરફ્લાય વેલીમાં ફરવા લઇ ગયો હતો. સેમરાને સાત મહિનાનો ગર્ભ હતો. 1000 ફૂટ ઊંચાઈએથી પડતાની સાથે સેમરાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

ગર્ભવતી સેમરા ઐસલ
ગર્ભવતી સેમરા ઐસલ

આ કપલે ભેખડ પર બેસીને ઘણી સેલ્ફી પણ ક્લિક કરી હતી. 40,865 પાઉન્ડ એટલે કે 41.23 લાખ રૂપિયા માટે સેમરાનાં પતિએ આખું ષડયંત્ર રચ્યું હતું. પર્સનલ એક્સીડન્ટ ઇન્શ્યોરન્સ, પ્રમાણે સેમરાનાં મૃત્યુ પછી આટલી મોટી રકમની હકદાર એકમાત્ર તેનો પતિ હતો.

હકાન તેની પત્ની સાથે ટોટલ 3 કલાક સુધી બેઠો હતો જેથી તેની આજુબાજુ કોઈ છે કે નહિ તેનું ધ્યાન રહે. જ્યારે તેણે જોયું કે આજુબાજુ જોવા માટે કોઈ નથી ત્યારે તેણે પત્નીને નિર્દયતાથી ધક્કો માર્યો.

પતિ-પત્નીએ સેલ્ફી ક્લિક કરી હતી
પતિ-પત્નીએ સેલ્ફી ક્લિક કરી હતી

સેમરાનાં ભાઈએ આરોપ મૂકતા કહ્યું કે, ‘ગર્ભવતી પત્નીનાં મૃત્યુ પછી પણ હકાન થોડો પણ ઉદાસ દેખાતો નહોતો. હું અને મારી બહેન અમને બંનેને લોન લેવી ગમતી નહોતી. તેનાં મૃત્યુ પછી અમને ખબર પડી કે તેના નામે ટોટલ 3 લોન હકાને લીધી હતી. બીજી વાત એ કે સેમરાને ઊંચાઈનો ડર હતો તો તે 1000 ફૂટની ઊંચાઈ સુધી કેવી રીતે પહોંચી? ’

હકાને પોતાના બચાવમાં કહ્યું કે, ‘હું સેમરાનો ફોન તેના બેગમાંથી લેવા ગયો ત્યારે મેં પાછળથી તેની બૂમો સાંભળી. હું ઊંધો ફર્યો ત્યારે જોયું તો તે ત્યાં નહોતી. મેં મારી પત્નીને ધક્કો માર્યો નથી.’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો