તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિ:સ્વાર્થ પ્રેમ:તુર્કીમાં મહિલાને હોસ્પિટલ લઈ જતા તેનું પાલતું શ્વાન આખા રસ્તે એમ્બ્યુલન્સ પાછળ ભાગ્યું, હજુ પણ હોસ્પિટલમાં માલિકની રાહ જુએ છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમ્બ્યુલન્સમાં ડોગીને ના આવવા દેતા તેણે એમ્બ્યુલન્સ પાછળ ભાગવાનું શરુ કર્યું
  • સોશિયલ મીડિયામાં માલિક અને તેના શ્વાનની પ્રામાણિકતાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે

મનુષ્યોનો બીજા મનુષ્યો સાથે બોન્ડ નથી હોતો તેવો બોન્ડ મનુષ્યોનો પશુ સાથે હોય છે. તુર્કીમાં એક પાલતું શ્વાનનો વીડિયો જોયા યુઝર્સ પણ બોલી ઉઠ્યા કે, પ્રામાણિકતા હોય તો આવી! ટર્કીશ મહિલા ઘણા સમયથી તેના પાલતું શ્વાન ગોલ્ડન રેટ્રીવર સાથે રહે છે. આ મહિલાની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઇ જવા એમ્બ્યુલન્સ આવી હતી. મહિલાનું પાલતું શ્વાન એમ્બ્યુલન્સની પાછળ આખા રસ્તે દોડતું રહ્યું અને હોસ્પિટલમાં તેની રાહ જોવા લાગ્યું.

આ ઘટના ઈસ્તાનબુલના બુયુકાડા આઈલેન્ડની છે. બુધવારે રસ્તા પર એમ્બ્યુલન્સની પાછળ શ્વાનને ભાગતા જોઇને સ્થાનિકોને પણ નવાઈ લાગી હતી. બીમાર મહિલાની સારવાર ઘરે ચાલુ હતી પણ વધારે હાલત ખરાબ થઈ જતા તેને હોસ્પિટલ લઇ જવી પડે તેમ હતી.

એમ્બ્યુલન્સમાં આવવા ના મળ્યું એટલે પાછળ ભાગ્યો
મહિલાને હોસ્પિટલ લઇ જવા એમ્બ્યુલન્સ આવી ત્યારે શ્વાન આ મહિલાની આજુબાજુ ફરવા લાગ્યું. તેને એમ્બ્યુલન્સમાં જવું હતું પણ સ્ટાફે ના પાડીને દરવાજો બંધ કરી દીધો અને એ પછી આ પાલતું શ્વાને એમ્બ્યુલન્સ પાછળ દોડવા લાગ્યું. માલિક પ્રત્યેનો પ્રેમ જોઈને બધાને નવાઈ લાગી હતી. હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલુ છે અને આ શ્વાન બહાર લોબીમાં બેસીને પોતાના માલિકની રાહ જોઈ રહ્યું છે.

અહીં વીડિયો જુઓ :

આવી ઘટના કોઈ પહેલીવાર નથી થઈ પણ આની પહેલાં પણ તુર્કીના રહેવાસીનો તેના પાલતું શ્વાન સાથેનો પ્રેમ જોવા મળ્યો હતો. બોનકુક નામનાં શ્વાનનાં માલિકની બ્રેનની સર્જતી ચાલુ હતી તે દરમિયાન શ્વાન હોસ્પિટલમાં તેની રાહ જોઈ રહ્યું હતું. અમેરિકામાં ન્યૂ જર્સીમાં મૂસ નામનું શ્વાન તેના મૃત માલિક હોસ્પિટલ બેડ પાસે અનેક કલાક સુધી બેસી રહ્યું હતું. થોડા સમય પાછો મૂસને અન્ય રહેવાસીએ દત્તક લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...