ઐશ્વર્યા-અભિષેકના લગ્ન કરાવનાર કાશીના જ્યોતિષી પ્રો.ચંદ્રમૌલી ઉપાધ્યાયનું કહેવું છે કે રણબીર-આલિયાને જોડી જામશે. સેલિબ્રિટી ન્યૂમરોલોજિસ્ટ સંજય બી જુમાબીના અનુસાર, આલિયા જો લગ્ન પછી કપૂર સરનેમ લગાવે છે, તો મેરેજ લાઈફ સારી રહેશે.
બંનેના રાશિના તાલમેલથી જોડી જામશે
રણબીર-આલિયાનું લગ્ન જીવન સારું રહેશે. બંનેના નામ રાશિની વચ્ચે સમસપ્તક સંબંધ હોવાનું તેનું મોટું કારણ છે, આવું કહેવું અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન કરાવનાર જ્યોતિષ અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ચંદ્રમૌલી ઉપાધ્યાયનું છે. પ્રો. ચંદ્રોમૌલી ઉપાધ્યાય જણાવે છે કે નામના અનુસાર, એક્ટર રણબીર કપૂર તુલા રાશિનો છે અને આલિયા ભટ્ટની મેષ રાશિ છે.
તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને મેષનો મંગળ. નામના હિસાબથી જોવા જઈએ તો બંનેને અન્ડરસ્ટેન્ટિંગમાં શરૂઆતમાં સમસ્યા જોવા મળશે પરંતુ પછી બધું બરાબર થઈ જશે. તેનું કારણ એ છે કે બંને રાશિઓ સમસપ્તક સંબંધનો ભાવ બનાવે છે. જે કપલ્સની રાશિઓમાં સમસપ્તકની સ્થિતિ બને છે, તેમનું લગ્નજીવન સુખી રહે છે.
ગર્લફ્રેન્ડ બનાવવામાં માહિર રણબીરની મેરેજ લાઈફ કેવી હશે
રણબીર કપૂરના સંબંધો ઘણી એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યા છે. દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફની સાથે તેના સંબંધોની હકીકત બધાને ખબર છે. ત્યારે આલિયાની સાથે રણબીરના સંબંધો કેટલા મધુર રહેશે જાણો.
પ્રો. ચંદ્રમૌલી જણાવે છે કે તુલા રાશિના લોકોની મહિલાઓ સાથે મિત્રતા રહે છે. આ વાત રણબીર માટે પણ યોગ્ય સાબિત થાય છે. તેના લગ્ન પહેલાના સંબંધો તૂટતાં રહ્યા છે, તેનું કારણ કોઈ કુંડળી દોષ પણ હોઈ શકે છે.
સમસપ્તક ભાવના કારણે સંબંધોમાં મધુરતા રહેશે
આલિયાની મેષ રાશિ છે અને આ રાશિના લોકો મુર્ખ નથી હોતા. તેમની સૌથી સારી ક્વોલિટી હોય છે તેઓ નકામી વાતોથી દૂર રહે છે અને બિનજરૂરી બોલવાનું ટાળે છે. તેમજ તુલા રાશિવાળા (રણબીર કપૂર) બોલવામાં સ્પષ્ટ હોય છે પરંતુ તેઓ પણ નકામી વાતો નથી કરતા.
આ રીતે જોવા જઈએ તો આલિયા અને રણબીર, પતિ-પત્ની તરીકે બિનજરૂરી દલીલોને ટાળશે. બંનેનો આ સ્વભાવ તેમના લગ્ન જીવન માટે સારો ગણી શકાય છે. તેનાથી બંનેના સંબંધોમાં સ્થિરતા આવશે.
આલિયા પોતાના નામમાં કપૂર લગાવશે તો ઘણી વસ્તુઓ સારી થઈ શકે છે
ન્યૂમેરોલોજિસ્ટ સંજય બી જુમાની જણાવે છે કે, જીંદગીના રસ્તા સરળ નથી હોતા તેમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. જો આલિયા અને રણબીર તેમના વર્તમાન નામ સાથે આગળ વધે છે તો તેમના જીવનમાં થોડી ઘણી મુશ્કેલી જોવા મળી શકે છે. તેમની વચ્ચે તણાવ પેદા થઈ શકે છે. સંજયનું કહેવું છે કે જો આલિયા લગ્ન પછી પોતાના નામમાં કપૂર સામેલ કરી દે તો, તેના લગ્ન જીવન અને કરિયર બંનેમાં આવતા અવરોધો દૂર થઈ જશે અને દાંપત્ય જીવનની ગાડી દોડશે.
ટેરો કાર્ડના અનુસાર સંબંધોમાં વિશ્વાસ વધશે
સેલિબ્રિટી ટેરો કાર્ડ રીડર અંશુ પોપલી જણાવે છે કે તેમના સંબંધોનું કાર્ડ ક્વીન ઓફ પેન્ટાકલ્સ છે. આ કાર્ડ સંબંધોમાં વિશ્વાસ વધારવાનું માનવામાં આવે છે. આ કાર્ડ સંબંધોના વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. આ કાર્ડના કારણે બંને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ એકબીજાના સહારો બનીને દરેક મુશ્કેલીઓનો મક્કતાથી સામનો કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.