મંગળસૂત્ર પહેરનારો આ પતિ યાદ છે?:પહેલાં ટ્રોલર્સ કહેતા હતા, ‘પીરિયડ્સ ક્યારે આવે છે?’ હવે ડિઝાઈનનું નામ પૂછે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાર્દુલ કદમે કહ્યું, મંગળસૂત્ર એ મારા માટે પ્રેમની નિશાની છે
  • શાર્દુલ અને તેની પત્નીએ એન્ગેજમેન્ટ રિંગની જેમ મંગળસૂત્ર એક્સચેન્જ કર્યા

એક વર્ષ પહેલાં પુણેના શાર્દુલ કદમે પત્નીના હાથે મંગળસૂત્ર પહેર્યું હતું. તેણે મેરેજના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, એ પછી ટ્રોલર્સની કમેન્ટનો ઢગલો થઈ ગયો તેની ખૂબ મજાક ઊડાવી હતી. શાર્દુલને સાડી પહેરવાની અને સિંદૂર લગાવવાની સલાહ મળી રહી હતી. ઘણા લોકોએ તો પૂછ્યું હતું કે, તને તો પીરિયડ્સ પણ આવતા હશે. એક વર્ષ પછી શાર્દુલની સ્ટોરીમાં વળાંક આવ્યો છે. લગ્ન કરી રહેલા યુવકો શાર્દુલને મંગળસૂત્ર ક્યાંથી ડિઝાઈન કરાવ્યું તે પૂછી રહ્યા છે.

મંગળસૂત્રની ચર્ચા કેમ?
થોડા સમય પહેલાં ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ નવું મંગલસૂત્ર કલેક્શન પોસ્ટ કર્યું હતું અને તેમાં કપલ્સના કપડાંને લીધે વિવાદ શરુ થયો. ડિઝાઈનરે આ જાહેરખબર પાછી લેવી પડી અને હજુ પણ આ વિવાદ શાંત થયો નથી. મંગળસૂત્રના વિવાદ દરમિયાન ભાસ્કરે તે પુરુષને શોધ્યો જે પોતાની પત્ની માટે મંગલસૂત્ર પહેરે છે. વાંચો, એક પુરુષના ગળામાં મંગળસૂત્ર જોઇને લોકો કેવા પ્રશ્નો પૂછે છે અને કયા કારણોસર શાર્દુલ મંગલસૂત્ર પહેરે છે...

મંગલસૂત્ર પહેરવા પાછળનો વિચાર
પુણેના શાર્દુલ કદમે કહ્યું, મંગળસૂત્ર એ મારા માટે પ્રેમની નિશાની છે. ઘણા લોકો મંગળસૂત્રને મહિલાઓનું ઘરેલું માને છે તેને રીતિ-રીવાજ સાથે જોડી દે છે પણ હકીકતમાં આનો અર્થ ઓછો લોકોને ખબર છે. મંગળસૂત્રમાં બે શબ્દો છે. મંગળ એટલે કે ‘શુભ’ અને સૂત્ર એટલે ‘પવિત્ર દોરો’. મંગળસૂત્ર એટલે બે આત્માને આજીવન એકસાથે બાંધીને રાખે તેવો પવિત્ર દોરો. મહિલા સાથે મંગળસૂત્રને જોડવામાં આવ્યું નથી, માત્ર મહિલાઓ જ કેમ પહેરે? શાર્દુલે લગ્નનાં દિવસે પત્નીને મંગળસૂત્ર પહેરાવ્યું અને તેની પત્નીએ શાર્દુલને મંગળસૂત્ર પહેરાવ્યું.

એન્ગેજમેન્ટ રિંગની જેમ મંગળસૂત્ર એક્સચેન્જ કર્યા
શાર્દુલે કહ્યું, જ્યારે પાર્ટનર એકબીજાને રિંગ પહેરાવે છે ત્યારે કોઈ એવું કેમ નથી કહેતું કે આ મહિલાઓનું ઘરેણું છે તે પુરુષોએ ના પહેરવું જોઈએ. રિંગને પ્રેમની નિશાની સમજીને બંને રાજીખુશીથી પહેરી લે છે. અમે પણ એકબીજાને પ્રેમની નિશાની આપી. મરાઠી લગ્નમાં મંગળસૂત્રનું મહત્ત્વ અનેરું છે. આથી અમે મંડપમાં જ મંગલસૂત્ર એક્સચેન્જ કર્યા. તે પળ મારા અને મારી પત્ની તનુજા માટે યાદગાર હતો.

ઓર્ડર આપીને મંગળસૂત્ર બનાવડાવ્યું
શાર્દુલને પોતાના માટે મંગળસૂત્ર બનાવડાવવા માટે ઘણી મહેનત કરવી પડી. તેણે એક ફીમેલ ફેશન ડિઝાઈનર સાથે ડિઝાઈન કરાવડાવ્યું. તેમાં કાળા મોતીની સાથે પેન્ડન્ટ પણ છે. આ તૈયાર કરતા ડિઝાઈનરને 20 દિવસ લાગ્યા હતા.

ઓફિસમાં મંગળસૂત્ર બ્રેસલેટ પહેરીને જાય છે
દુનિયા શું કહેશે તેની ચિંતા કર્યા વગર શાર્દુલ ઓફિસમાં મંગળસૂત્ર પહેરીને જાય છે. માર્કેટિંગ કન્સલટન્ટ શાર્દુલે કહ્યું, સોશિયલ મીડિયા પર ફોટો મૂક્યા પછી અમારે ઘણી ખરાબ કમેન્ટ સાંભળવી પડી. ઓફિસમાં ગયો ત્યારે મને લાગતું હતું કે લોકો મને જજ કરશે પણ આવું ના થયું. કલીગે મને પહેરવાનું કારણ પૂછ્યું અને મારો જવાબ સાંભળીને ખુશ થઈ ગયા. લગ્નનાં થોડા દિવસ પછી શાર્દુલ ગળામાં મંગળસૂત્ર પહેરીને જતો હતો હાલ તે મંગળસૂત્ર બ્રેસલેટ પહેરે છે.

ઇન્સ્ટાગ્રામ પર પુરુષો ડિઝાઈનરનું નામ પૂછે છે
ટ્રોલ થયેલા શાર્દુલે કહ્યું, થોડા સમય માટે હું કંટાળી ગયો હતો. લોકો ખરાબ કમેન્ટ કરતા હતા. મારા મેરેજની મજાક ઉડાવતા હતા, ઘણા દિવસ સુધી હું સોશિયલ મીડિયાથી દૂર રહ્યો પણ હવે છોકરાઓ મને ડિઝાઈનરનું નામ પૂછે છે તેઓ પણ મારી જેમ મંગળસૂત્ર પહેરવા માગે છે.

તહેવાર પર પતિ-પત્ની એકબીજાને મંગળસૂત્ર પહેરાવે છે
શાર્દુલે કહ્યું કે, જ્યારે પણ તહેવાર આવે ત્યારે અમે બંને તૈયાર થયા પછી એકબીજાને મંગળસૂત્ર પહેરાવીએ છીએ. તે સમય અમારા મેરેજની યાદો તાજી કરે છે.