કોરોના વાઈરસ નામનો કહેર હાલ વિશ્વભરમાં યથાવત છે. કોવિડ-19ની ચોક્કસ સારવાર શોધવા માટે WHOએ એક ક્લીનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે. આ ટ્રાયલ મલેરિયા, લ્યુકીમિયા અને આર્થ્રાઈટિસ જેવા ઓટોઈમ્યુન ડિસીઝની દવા પર કરવામાં આવી રહ્યું છે. ટ્રાયલમાં સામેલ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ બીમારીઓમાં ઉપયોગમાં લેવાતી એન્ટિ ઈન્ફ્લેમેટરી દવાઓ સંક્રમણ બાદ બેકાબુ થતી ઈમ્યુન સિસ્ટમને કન્ટ્રોલ કરી શકે છે. આ દવાઓનાં માધ્યમથી કોવિડની સસ્તી અને અસરકારક સારવાર શોધવાનો પ્રયત્ન યથાવત છે.
સૌ પ્રથમ સમજો કે ઈમ્યુન સિસ્ટમ બેકાબુ કેવી રીતે થાય છે? 'ફ્રન્ટિયર્સ ઈન ઈમ્યુનોલોજી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, કોરોના સંક્રમણ થયા બાદ ઘણા દર્દીઓમાં રોગોથી બચાવનાર ઈમ્યુન સિસ્ટમ જ બેકાબુ બની જાય છે. સરળ ભાષામાં સમજીએ તો ઈમ્યુન સિસ્ટમ એટલી ઓવરએક્ટિવ થઈ જાય છે કે તે વાઈરસ સામે લડવાની સાથે શરીરની કોશિકાઓને પણ નુક્સાન પહોંચાડવા લાગે છે.
આમ થવા પર દર્દીના શરીરમાં લોહીની ગાંઠો બનવા લાગે છે અને ઓક્સિજનની ઊણપ સર્જાય છે. આ સમસ્યા દર્દીની સ્થિતિ ગંભીર બનાવે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને સાઈટોકાઈન સ્ટોર્મ કહેવાય છે.
ટ્રાયલમાં સામેલ દવાઓ
WHOનું કહેવું છે કે, એક્સપર્ટની એક પેનલે આ 3 દવાની પસંદગી કરી છે. જેથી કોવિડથી થતા મૃત્યુ રોકી શકાય. આ ટ્રાયલનું નામ 'સોલિડેરિટી પ્લસ' રાખવામાં આવ્યું છે. 52 દેશોની 600 હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર આ ટ્રાયલ કરવામાં આવશે. ટ્રાયલમાં જોવા મળ્યું કે, અલગ અલગ દેશોમાં કોવિડના દર્દીઓ પર આ દવાની કેવી અસર થઈ રહી છે. દવાની અસરની સરખામણી કરવામાં આવશે અને કઈ દવા કેટલી વધુ અસરકારક છે તે જાણવામાં આવશે.
ટ્રાયલથી WHOને શું આશા છે અને દર્દીઓને શું ફાયદો થશે?
ઈમ્યુન સિસ્ટમ બેકાબુ થવાથી શરીરમાં interleukin-6 (IL-6) પ્રોટીનનું સ્તર તેના માન્ય સ્તર કરતાં વધી જાય છે. આ પ્રોટીનની માત્રા વધી જવાથી દર્દીના અંગોમાં સોજો, અંગો કામ ન કરવાં અને મૃત્યુનું જોખમ વધે છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, આ ત્રણમાંથી કોઈ એક દવા તો કારગર સાબિત થશે અને interleukin-6 (IL-6)ને કન્ટ્રોલ કરવામાં સફળ થઈ શકે છે.
ક્યારે અને કેવા દર્દીઓને અપાશે આ દવા
52 દેશની સરકાર, ફાર્મા કંપની, હોસ્પિટલ અને એક્સપર્ટ એક સાથે આવ્યા
WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ગેબ્રિએસસનું કહેવું છે કે, આ સમયે કોરોનાના દર્દીઓ માટે સસ્તી અને સરળ ઉપલબ્ધ રહે તેવી સારવારની જરૂર છે. હું સરકાર, ફાર્મા કંપનીઓ, હોસ્પિટલ્સ અને એક્સપર્ટ્સનો આભાર માનું છું જેઓ આ ટ્રાયલમાં સાથે જોડાયા છે. ટ્રાયલમાં સામેલ આર્ટિસુનેટ દવા એપપીસીએએ, ઈમેટિનિબ દવા નોવાર્ટિસે અને ઈન્ફ્લિક્સીમેબ જોન્સન એન્ડ જોન્સને ડોનેટ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.