કોપનહેગન:ડેનમાર્કના ટ્રેઝર હન્ટરે જેને કચરાનો ઢગલો માન્યો હતો તે કિંમતી ખજાનો નીકળ્યો, 1500 વર્ષ જૂના 22 સોનાના ટૂકડા મળ્યા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુરાતત્વવિદોએ જમીન નીચે છુપાયેલા સેંકડો વર્ષો જૂના કિંમતી ખજાનાની શોધ કરી. જમીનમાંથી 22 જેટલા વાઇકિંગ ગોલ્ડના ટૂકડા મળ્યા જે 1500 વર્ષ જૂના હતા. - Divya Bhaskar
પુરાતત્વવિદોએ જમીન નીચે છુપાયેલા સેંકડો વર્ષો જૂના કિંમતી ખજાનાની શોધ કરી. જમીનમાંથી 22 જેટલા વાઇકિંગ ગોલ્ડના ટૂકડા મળ્યા જે 1500 વર્ષ જૂના હતા.
  • ડેનમાર્કના રહેવાસી અને ખજાનાની શોધ કરનાર ઓલે ગિનેરપ શિટ્ઝની ટીમે 22 અનમોલ જ્વેલરી શોધી કાઢી
  • જમીનમાંથી 22 જેટલા વાઇકિંગ ગોલ્ડના ટૂકડા મળ્યા જે 1500 વર્ષ જૂના હતા

પુરાતત્વવિદોએ જમીન નીચે છુપાયેલા સેંકડો વર્ષો જૂના કિંમતી ખજાનાની શોધ કરી છે. ડેનમાર્કના રહેવાસી અને ખજાનાની શોધ કરનાર ઓલે ગિનેરપ શિટ્ઝની ટીમને આ સફળતા મળી છે. હકીકતમાં વેજલે સંગ્રહાલયના પુરાતત્ત્વવિદોએ સ્થળનું ખોદકામ કર્યું અને વાઈકિંગ યુગ પહેલાની 22 અનમોલ જ્વેલરી શોધી કાઢી.

કિસ્મતથી ખજાનો મળ્યો
ટ્રેઝર હન્ટર શિટ્ઝે જણાવ્યું કે, તેણે તેના ગુડ લક એટલે કે નસીબના કારણે આ ખજાનો મળ્યો. ડેઈલી મેઈલના રિપોર્ટના અનુસાર, શિટ્ઝ ડેનમાર્કના જેલિંગ સિટીમાં તેના મિત્રના ફાર્મ હાઉસની જમીનને સ્કેન કરવા માટે મેટલ ડિટેક્ટર અને બાકીના ઉપકરણ લઈને પહોંચ્યો હતો. તેણે વિચાર્યું પણ નહોતું કે તે અત્યાર સુધીનો સૌથી મોટો ખજાનો શોધી રહ્યો છે. અમૂલ્ય અને પ્રાચીન ખજાનાની શોધ કર્યા બાદ સ્થાનિક મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે, 'તે જગ્યાનો એક ભાગ કાદવથી ભરેલો હતો. મને લાગ્યું કે તે કેનનું ઢાંકણ હશે, ત્યારબાદ જોયું તો ખબર પડી કે તે કોઈ ઢાંકણ નહીં પણ કિંમતી ખજાનો હતો. તેના પછી જે થયું તે સમગ્ર વિશ્વની સામે છે.

મૂલ્યવાન 20 ટૂકડાઓ
હકીકતમાં શિટ્ઝે જે જોયું તે વસ્તુ કોઈ ડસ્ટબિન ઢાંકણું નહોતું પરંતુ જમીનમાં દટાયેલા સોનાના 20થી વધુ વાઇકિંગ ગોલ્ડના ટૂકડા હતા જે 1500 વર્ષ જૂના હતા. ટ્રેઝર હન્ટરે એવું પણ કહ્યું કે, ડેનમાર્કનું ક્ષેત્રફળ 43,000 ચોરસ કિલોમીટર છે અને મેં કિસ્મતથી ડિટેક્ટરને તે જગ્યાએ રાખ્યું જ્યાં ખજાનો દાટવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ સ્થળ 1500 વર્ષ પહેલાં ગામ હતું.