• Gujarati News
  • Lifestyle
  • Transwoman's Mother Shared Her Feelings Through The Post, People Became Emotional After Reading

હ્રદયસ્પર્શી પોસ્ટ:ટ્રાન્સજેન્ડર મહિલાની માતાએ પોસ્ટ દ્વારા શેર કરી પોતાની લાગણી, વાંચીને લોકો થયા ભાવુક

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

તેની માતાએ શું પોસ્ટ કર્યું? તે વિશે એક ટ્રાન્સજેન્ડર મહિલા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ ઘણાં લોકો માટે ખુશીનું કારણ બની ગઈ છે. માતાના હ્રદયસ્પર્શી શબ્દોએ ઘણાં લોકોને ભાવુક કરી દીધા છે. એવી સંભાવના છે કે, આ પોસ્ટ વાંચીને તમે પણ થોડાં સમય માટે ભાવુક થઈ જશો અને ઊંડા વિચારોના વમળમાં સરી પડશો.

Ginefilia નામથી ઓળખાતા ટ્વિટર યુઝરે તેની માતાએ ઈન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ કર્યું છે, તેનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. તેણે પોતાની એક ફોટો પણ શેર કરી છે. મારે એક ટ્રાન્સજેન્ડર દીકરી છે. તે મારા જીવનનો પ્રેમ છે, તે મારી આત્માનો એક અંશ છે, જો હું તેને ગુમાવી દઈશ તો હૃદયથી સાવ ભાંગી પડીશ. હું તેના વિના જીવન સાથે આગળ વધી શકીશ નહીં. તેણીને એ વાતનો એહસાસ પણ નથી કે, તે મારા માટે કેટલું મહત્ત્વ ધરાવે છે. હું દરરોજ તેણીને કોલ કરીને તે ઠીક છે કે નહીં તે પૂછવા માટે મારી જાત સાથે લડું છું. હું તેની હિંમતની પ્રશંસા કરું છું અને મારી જાતને નસીબદાર ગણું છું કે મારું હૃદય તેને સમજે છે અને સ્વીકારે છે. હું તેને બિનશરતી પ્રેમ કરું છું. હું તેને અને બાકીના લોકોને ટેકો આપું છું અને સૌને સુંદર જીવનની શુભેચ્છા પાઠવું છું. મને તમારા ગર્વ પર ગર્વ છે.’

થોડાં દિવસો પહેલાં શેર થયા પછી આ પોસ્ટને લગભગ 5.2 લાખ લાઈક્સ મળી છે અને હજુ સંખ્યા વધી રહી છે. આ પોસ્ટે લોકોને જુદી-જુદી કોમેન્ટસ કરવા માટે પણ પ્રેરિત કર્યા છે. જ્યારે મોટાભાગના માતા-પિતા પોતાનો પુત્ર કે પુત્રી ટ્રાન્સજેન્ડર છે એ સત્યને જ સ્વીકારી શકતાં નથી ત્યારે ટ્રાન્સજેન્ડર પુત્રી માટે માતાની આ પોસ્ટ પ્રશંસનીય છે.

ટ્વિટર યુઝરે લખ્યું, "ઓહ, તમારે બધાને એક ટ્વિસ્ટ જોઈએ છે, હં??" અને એક ફોટો પણ શેર કરી છે, જેમાં તેની ફોટો તેની માતાના નાની ઉંમરના ફોટો સાથે બતાવવામાં આવી છે. એક ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યું હતું કે, ‘બ્રુહ, હું શા માટે રડું છું? હું તમને જાણતો પણ નથી.’ બીજાએ શેર કર્યું, ‘ટ્રાન્સજેન્ડર કિડોની માતા તરીકે - મને પણ એવું જ લાગે છે. હું મારા બાળકો વગરના જીવનની કલ્પના કરી શકતો નથી. મારા મનમાં પિતૃત્વ એ જ છે. એવું જ હોવું જોઈએ. મને ખુશી છે કે તમે તમારી પુત્રીને લઈને એક સોફ્ટ કોર્નર ધરાવો છો.’ ત્રીજાએ શેર કર્યું, ‘તમારી મમ્મી અદ્ભુત છે અને હું આશા રાખું છું કે, બધા મા-બાપ તેમના જેવા જ વિચારો ધરાવે.’