તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટલિને ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગ્રેસ બાનોને સ્વતંત્રતા દિવસે ટ્રાન્સજેન્ડર્સ માટે સારા કામ કરવા બદલ સન્માનિત કરવામાં આવી. તમિલનાડુએ હાલમાં જ આ અવોર્ડની કેટેગરી શરુ કરી છે. આ અવોર્ડ હેઠળ સન્માનિત થનારી ગ્રેસ બાનો પ્રથમ ટ્રાન્સજેન્ડર છે. અવોર્ડ સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણ વિભાગ તરફથી આપવામાં આવ્યો. આ અવોર્ડ બદલ ગ્રેસે રાજ્ય સરકારનો આભાર માન્યો.
‘અમે કોઈ થર્ડ જેન્ડર નથી’
ગ્રેસે વિનંતી કરી કે, ભવિષ્યમાં આ અવોર્ડને થર્ડ જેન્ડર કેટેગરી અંતર્ગત આપવામાં ના આવે કારણકે અમે કોઈ થર્ડ જેન્ડર નથી. આ થર્ડ અને સેકન્ડ જેન્ડર એટલે શું? આ જ વાત અમે વર્ષોથી સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. રાજ્ય સરકારે ગ્રેસની વાતને યોગ્ય જણાવી.
ગ્રેસ બાનો એક દલિત કાર્યકર છે તે ટ્રાન્સજેન્ડરને રિઝર્વેશન આપવાની માગણી કરી ચૂકી છે. તેનો જન્મ તમિલનાડુના ટ્યુટીકોરિન રાજ્યમાં થયો હતો. અહીં તેનો ઉછેર થયો. ગ્રેસને તેના જેન્ડરને લીધે ઘણી બધી વાર ભેદભાવનો સામનો કરવો પડ્યો. ગ્રેસ શ્રી કૃષ્ણ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લેનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર સ્ટુડન્ટ બની. આર્થિક તંગીને લીધે ગ્રેસે અભ્યાસ વચ્ચે જ છોડી દીધો. ટ્રાન્સજેન્ડરને તેમનો હક અપાવવા માટે આજે પણ ગ્રેસ બાનોનો સંઘર્ષ ચાલુ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.