ચેન્નાઈ ટ્રાન્સ કમ્યુનિટી કિચનમાં શ્રીજીત, આરુવી, અનીશ અને શરન કાર્તિક નામની ટ્રાન્સ મહિલાઓ દેશના આ કપરા સમયમાં જરૂરિયાતમંદ લોકો માટે ભોજન બનાવે છે. અહીં કુલ 12 મહિલાઓ કામ કરે છે. શ્રીજીતે કહ્યું, લોકડાઉનની શરુઆતમાં ટ્રાન્સ સમુદાયના અમુક લોકોએ મળીને ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવાના ઉદ્દેશથી ફંડ એકઠું કર્યું. મહામારીને લીધે લોકોને ભોજન તો ઠીક પણ પાણી પણ મળતું નહોતું.
શ્રીજીતે વધુમાં જણાવ્યું, હું આ બધી મહિલાઓને ઘણા સમયથી જાણું છું. તેઓ સમાજને મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે. એકલા રહેલા લોકોને ભોજનની સાથે હૂંફ પણ આપે છે. ટ્રાન્સવુમનની ટીમ હાઈજીનના દરેક પ્રોટોકોલ ફોલો કરે છે. તેમનું કામ સવારે 4:30 વાગ્યે શરુ થાય છે અને રાતે 9 વાગ્યે પૂરું થાય છે. આખી ટીમે લોકોડાઉનમાં પણ સવાર, બપોર અને સાંજ અનેક લોકોના પેટ ભર્યા.
સૌપ્રથમ આ મહિલાઓએ નાસ્તામાં રવા ખીચડી અને લંચમાં વેજીટેબલ બિરયાનીથી શરુઆત કરી હતી. એ પછી રાતે ભોજનમાં રોટલી અને શાક આપ્યા. તેઓ ભોજનની સાથે પાણીની બોટલ પણ આપે છે. એક ટંકમાં તેઓ આશરે 400 લોકોને મફત જમાડે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.