તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Toy Bank Launched In Delhi's Najafgarh Zone, 4 Such Banks To Be Opened To Alleviate The Plight Of Poor Children And Save The Environment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રમકડાં સાથે રમવાનો અધિકાર બધાને સમાન:દિલ્હીના નજફગઢ ઝોનમાં ટોય બેંકની શરૂઆત થઈ, ગરીબ બાળકોની નિરાશા દૂર કરવા અને પર્યાવરણ બચાવવા આવી 4 બેંકો ખોલવામાં આવશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના અને નકામા પડી રહેલા રમકડાને જે લોકો ફેંકી દે છે, તેનાથી પર્યાવરણને થતું નુકસાન પણ ઘટશે
  • નજફગઢ ઝોનના ડેપ્યુટી કમિશનર રાધા કિશનએ જણાવ્યું હતું કે આ ઝોનમાં સ્વચ્છતા સર્વેક્ષણ રેંકિગમાં સુધારો લાવવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

સાઉથ દિલ્હીના નજફગઢ ઝોનમાં ટોય બેંકની શરૂઆત થઈ. આ બેંક તે બાળકો માટે ખોલવામાં આવી છે જેમને ગરીબીના કારણે રમવા માટે રમકડા નથી મળતા. સાઉથ દિલ્હીની મહાપૌર અનામિકાએ જણાવ્યું કે, સ્વસ્છતા સર્વેક્ષણ 2021ને ધ્યાનમાં રાખીને આ રમકડાની બેંક ખોલવામાં આવી છે. અહીં લોકો પોતાના બાળકોના જૂના અને નકામા પડેલા રમકડા દાન કરી શકે છે. અહીં આવીને બાળકો આ રમકડાની સાથે રમી શકે છે અથવા તેને પોતાના ઘરે પણ લઈ જઈ શકે છે. આ બેંક દ્વારકા સેક્ટર 23 સ્થિત સામુદાયિક બિલ્ડિંગમાં સ્થિત છે.

અનામિકાના અનુસાર, "અમારા પ્રયાસથી નિર્દોષ બાળકોના ચહેરા પર સ્મિત આવશે. તે ઉપરાંત જૂના અને નકામા પડી રહેલા રમકડાને જે લોકો ફેંકી દે છે, તેનાથી પર્યાવરણને થતું નુકસાન પણ ઘટશે. રમકડાના વેસ્ટેજને રોકવાની આ યોગ્ય રીત છે કેમ કે, મોટાભાગના રમકડા ફર અને પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. તેને બનાવ્યા બાદ ફેંકવા કરતા સારું છે કે ગરીબ બાળકોને આપવામાં આવે જેથી તેઓ આ રમકડા સાથે રમી શકે.''

નજફગઢ ઝોનના ડેપ્યુટી કમિશનર રાધા કિશને જણાવ્યું કે આ ઝોનમાં સ્વચ્છતા સર્વેક્ષણ રેંકિગમાં સુધારો લાવવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નજફગઢ ઝોનમાં આવી વધુ ચાર બેંકો ખુલશે જ્યાં લોકો રમકડા દાન કરી શકે. તેમણે લોકોને વિનંતી કરી છે કે તેઓ વધુને વધુ રમકડા આ બેંક માટે આપે અને પર્યાવરણને સ્વચ્છ બનાવવામાં યોગદાન કરે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો