ભીના વાળમાં સુઇ જવાથી વાળ ખરે છે:ચોટલો ટાઈટ બાંધવાથી વાળ પાતળા થાય છે, ઇલાસ્ટીક અને મેટલ ક્લિપ્સથી પણ વાળને નુકસાન થાય છે

3 મહિનો પહેલાલેખક: સંજય સિન્હા
  • કૉપી લિંક

શું તમે પણ એક જ પ્રકારની હેર સ્ટાઇલ રાખો છો? અથવા વાળને ટાઇટ બાંધી રાખો છો? આ સવાલનાં જવાબ સમજવા માટે તે પણ જાણવુંં જરૂરી છે કે, તમે વારંવાર વાળમાં દાંતિયો ફેરવો છો? જો આ સવાલનો જવાબ હા હોય તો તમારા વાળ ખરે તે શક્યતાને નકારી શકાય નહી એટલે કે હેર સ્ટાઇલને કારણે પણ વાળ ખરી શકે છે.

આજે આપણે ડર્મેટોલોજિસ્ટ ડૉ. નેહા રાની પાસેથી જાણીશું કે, કેવી હેર સ્ટાઇલ રાખવાથી વાળ ખરે નહી.

વાળના ફોલિકલ્સમાં અલ્સરનું જોખમ
ઘણી સ્ત્રીઓ વાળને ટાઇટ બાંધે છે. જેના કારણે વાળના મૂળ પર દબાણ લાવે છે, એટલે કે વાળના ફોલિકલ્સ પર દબાણ આવે છે. જો એકને એક હેરસ્ટાઇલ લાંબા સમય સુધી અપનાવવામાં આવે છે, તો પછી ફોલિકલ્સને નુકસાન થવાનું શરૂ થઇ જાય છે. જેના કારણે સ્કૅલ્પસ લાલ-લાલ ફોલ્લીઓ પણ થઇ જાય છે, વાળના મૂળમાં ખંજવાળ આવે છે. ક્યારેક તો પરુ પણ થઇ જાય છે અને બાદમાં ઇન્ફેક્શન પણ થઇ જાય છે. ફોલિકલ્સ અલ્સર માટે સંવેદનશીલ હોય છે. આ કિસ્સામાં તમારે વાળને ટાઇટ બાંધવાનું ટાળવું જોઈએ.

ફોલિકલ્સને નુકસાન થાય છે ત્યારે વાળ વધતા નથી
જ્યારે વાળને ટાઇચ બાંધવાથી વાળ ખરે છે ત્યારે તેને ટ્રેક્શન એલોપેસીયા કહેવામાં આવે છે. જો આ પ્રકારની હેરસ્ટાઇલ સમયસર છોડી દેવામાં આવે, તો વાળ ફરીથી ઉગવા લાગે છે. પરંતુ જો વાળના ફોલિકલ્સને સંપૂર્ણપણે નુકસાન થાય છે, તો વાળ ફરીથી ઉગાડી શકતા નથી. જે મહિલાઓ વાળમાં ચોટલો લે છે અથવા તેને કપડાંથી ટાઇ બાંધે છે ત્યારે જોખમ અનેક ગણું વધી જાય છે.

હેર સ્પ્રે અને સીરમથી પણ નુકસાન થાય
આજકાલ લોકો વાળને સેટ કરવા માટે અનેક પ્રકારના સીરમ અને સ્પ્રેનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે વાળના મુળને નુકસાન થાય છે. તેથી હેર સ્પ્રે અને સીરમ શક્ય હોય ત્યાં સુધી ન લગાડવું જોઇએ.

વાળ ખરવા માટેનું એક કારણ હેર સ્ટાઇલ પણ છે. આ લક્ષણોથી ખબર પડે છે.

આ રહ્યાં લક્ષણો

  • કપાળ અને કાનની આજુબાજુ વાળ ટૂંકા કરવા
  • ખોપરી ઉપરની ચામડી પર નાના ખીલ દેખાય છે જ્યાં ચોટલી બનાવવામાં આવે છે
  • ખોપરી ઉપરની ચામડી પર ફોલ્લીઓ, ખંજવાળ આવવી
  • બે કે ત્રણ ભાગોમાં વાળ તૂટવા
  • જ્યાં દબાણ વધારે હોય ત્યાં વાળ પાતળા થાય છે

કેટલા વાળ તૂટવા સામાન્ય છે
અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી અનુસાર, દરરોજ 50 થી 100 વાળ તોડવા સામાન્ય છે. આ વાળની જગ્યા નવા વાળ લે છે. પરંતુ ટાઇટ હેરસ્ટાઇલને કારણે વાળ વચ્ચેથી તૂટી જતા નથી, પરંતુ તેઓ મૂળમાંથી જ વાળ તુટવા લાગે છે.

ઇલાસ્ટિક હેડ બેન્ડથી પાતળા થાય છે વાળ
પહેલા ફેબ્રિક હેડ બેન્ડ્સનો વધુ ઉપયોગ થતો હતો પરંતુ હવે ઇલાસ્ટિક હેડ બેન્ડ્સનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો સૌથી વધુ ઇલાસ્ટિક બેન્ડનો ઉપયોગ કરે છે. પરંતુ આ બેન્ડ વાળને પાતળા કરે છે ખાસ કરીને વાળમાં જે જગ્યા પર ઇલાસ્ટિક બેન્ડ લગાવવામાં આવે છે. તેવી જ રીત, વાળ પર ઘણી ટાઇટ એક્સેસરીઝ અથવા મેટલ ક્લિપ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો વાળને નુકસાન થાય છે.

જો તમને લાંબા વાળ ગમે છે, તો સાવચેત રહો
દરેકને જાડા અને લાંબા વાળનો શોખ છે. પરંતુ લાંબા વાળ ખૂબ ભારે છે આ વાળના મૂળ પર દબાણ વધારે છે. જો આ વાળ પણ ટાઇટ બાંધવામાં આવે છે, તો પછી વાળ ધીમે ધીમે ખરવા લાગે છે. ઘણી સ્ત્રીઓ અથવા પુરુષો ફરિયાદ કરે છે કે શરૂઆતમાં તેમના વાળ ખૂબ લાંબા અને જાડા હતા પરંતુ તેમના વાળ ખરી ગયા હતા.

સ્કેલ્પમાં ખંજવાળ આવે તો શું કરવું જોઇએ?
જો કાંસકો અથવા વાળને ધોતા દરમિયાન સ્કેલ્પમાં ખંજવાળ આવે તો ત્વડર્મેટોલોજિસ્ટને બતાવવું જોઈએ. શું કહી શકે કે આ ખોટી હેરસ્ટાઇલને કારણે છે જો હેર સ્ટાઇલને કારણે હોય તો વાળને ઓળવવાની રીત અથવા ટ્વિસ્ટ કરવાની રીત તરત જ બદલવી જોઈએ.

ભીના વાળમાં સૂવાથી વાળ ખરવા લાગે છે
ઘરોમાં વારંવાર એવું કહેવામાં આવે છે કે સ્નાન કર્યા પછી તડકામાં વાળ યોગ્ય રીતે સૂકવવા જોઈએ. જો ભીના વાળમાં જ સૂઈ જાય છે તો વાળ તૂટવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. ભીના વાળ નબળા છે ખેંચીને અથવા કાંસકાને કારણે તુટે છે. જો ભીના વાળમાં અંબોડો લેવામાં આવે અથવા ટાઇટ બાંધવામાં આવે છે, તો તે વાળના મૂળને વધુ નુકસાન પહોંચાડે છે.

શું તમે રાત્રે તમારા વાળ બાંધો છો?
જો તમે રાત્રે સૂતી વખતે વાળ બાંધો છો તો વાળના મૂળ પર વધુ દબાણ આવે છે. જો વાળ તૂટતા અટકાવવા માટે હોય તો રાત્રે સૂતી વખતે તેને ખુલ્લા રાખવું જોઈએ અથવા ઢીલા બેન્ડનો ઉપયોગ કરવો જોઈએ.