• Gujarati News
  • Lifestyle
  • Tomb Sheets Meet The Needs Of Orphans, Protect Them From The Cold And Help Children Become Self sufficient.

અનોખી પહેલ:કબરની ચાદરોમાંથી બનેલી વસ્તુઓ અનાથ બાળકોની જરૂરિયાતો પૂરી કરે છે, ઠંડી સામે રક્ષણ આપવાની સાથે બાળકોને સ્વાવલંબી બનવામાં મદદ કરે છે

નિશા સિન્હા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીની બાલ વિહાર અને ડોનબોસ્કો સંસ્થા કબરની ચાદરોનું દાન સ્વીકારે છે

ધાર્મિક સ્થળોએ માનતા અને દુઆઓ માટે ચઢાવેલી ચમકદાર ચાદરો હવે ગરીબ અને અનાથ બાળકોનો સહારો બની છે. અનાથ બાળકો આ ચાદરોથી બનેલી રજાઈ ઓઢી ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે તો કેટલાક લોકો તેનાથી બનેલા કપડાં પહેરી ગૌરવ અનુભવી રહ્યા છે. કેટલાક NGOએ મળી ધાર્મિક સ્થળોની ચાદરોનો સદુપયોગ કરવા આ સેવાની સરવાણી શરૂ કરી છે.

કબરની ચાદરમાંથી તૈયાર થયેલી રજાઈ
કબરની ચાદરમાંથી તૈયાર થયેલી રજાઈ

સાંપ્રદાયિક એકતાનું પ્રતીક
દિલ્હીની પાલમ પીરબાબા કબરની ચાદરોનો ઉપયોગ અનાથ બાળકો માટે ભેગી કરવામાં આવી રહી છે. ઠંડીમાં અનાથ બાળકોને રક્ષણ મળી રહે તે માટે આ ચાદરમાંથી રજાઈ બનાવવામાં આવી રહી છે. આ ચાદરોમાંથી બાળકોનાં કપડાં પણ તૈયાર થાય છે.

ચાદરમાંથી તૈયાર થયેલાં ચમકદાર કપડાં
ચાદરમાંથી તૈયાર થયેલાં ચમકદાર કપડાં

બાલ વિહાર અનાથાલાય સાથે સંકળાયેલી અનીતા શર્મા જણાવે છે કે આ ચાદરોથી લોકોની ભાવના જોડાયેલી હોવાથી તેનો સદુપયોગ થાય તે જરૂરી છે. તેમની પાસે આવતી ચાદરોમાંથી તેઓ ચાદર, રજાઈ અને કપડાં બનાવે છે. એટલું જ નહિ આ ચાદરોમાંથી 15 ઓગસ્ટ સહિતના રંગારગ કાર્યક્રમ માટે બાળકોનાં કપડાં અને હેન્ડેગ પણ બનાવાય છે.

ડોનબોસ્કો અનાથાલયના ફાધર એડવર્ડ જણાવે છે કે આ દાન તેઓ બાળકોની જરૂરિયાતો પૂરી થાય તેના માટે સ્વીકારે છે. બાળકોને આત્મ નિર્ભર બનાવવા માટે પણ આ સંસ્થા ટ્રેનિંગ આપે છે. દાનમાં મળેલી ચાદરોમાંથી બનેલી વસ્તુઓ બાલ વિહારના 35 બાળકો અને ડોનબોસ્કોના 50 બાળકોની જરૂરિયાત પૂરી કરે છે.

ચાદરમાંથી બાળકોના કપડાં બને છે
ચાદરમાંથી બાળકોના કપડાં બને છે

ચાદરોમાંથી બનેલી રજાઈ માતાની મમતા બની જાય છે
પ્રોજેક્ટની કો ઓર્ડિનેટર પ્રીતિ મિશ્રા જણાવે છે કે આ સેવાભાવી કામ તેમણે 2019થી શરૂ કર્યું. કોરોનાકાળમાં આ કામ અટકી પડ્યું. જોકે તેને હવે ફરી શરૂ કરવામાં આવ્યું છે. ઠંડીમાં ચાદરમાંથી બનેલી રજાઈ બાળકો માટે માતાની મમતા બની જાય છે.

બાળકોને સ્વાવલંબી બનાવાની ટ્રેનિંગ

બાળકોને ચાદરના કપડાં પર સિલાઈની ટ્રેનિંગ અપાય છે
બાળકોને ચાદરના કપડાં પર સિલાઈની ટ્રેનિંગ અપાય છે

બાલ વિહાર અનાથાલાયના ડાયરેક્ટર રિટાયર્ડ વિંગ કમાન્ડર કે એલ કપૂર જણાવે છે કે આ એક ઉમદા કાર્ય છે. સમાજે તેની નોંધ લેવી જોઈએ કે કેવી રીતે આ ચાદરનો સદુપયોગ થઈ શકે છે. બાળકોને સિલાઈ ટ્રેનિંગ આપવા માટે આ ચાદરનો ઉપયોગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...