સ્વાસ્થ્યના નામે ઝેરી 'ખેલ':ટામેટો સોસ-ટૉફી, ફાસ્ટ ફૂડમાં પ્રતિબંધિત કલર્સનો ઉપયોગ તમારા લિવરને નુકસાન પહોંચાડી શકે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોમેટો સોસ અને કેચપ મીઠુ ઝેર છે

ફાસ્ટ ફૂડથી લઈને ચીલી પનીર અને શાકભાજીમાં નાખવામાં આવતા આર્ટિફિશિયલ ફૂડ કલર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તમામ દાવા અને કાર્યવાહી છતાં દેશમાં દરેક પ્રકારની ફૂટ આઈટમ્સમાં પ્રતિબંધિત કલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક સામે થઈ રહ્યો છો તો કોઈ અંદરખાને થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાતે જ સાવધાની રાખવી જરૂરી છે. તે લિવરને નુકસાન પહોંચાડવા સિવાય કેન્સરને જન્મ આપી શકે છે. નિષ્ણાતોના અનુસાર, જેને આપણે નાની મોટી ભેળસેળ સમજીને નજરઅંદાજ કરીએ છીએ, તે એક મોટી બીમારીનું કારણ બની શકે છે.

ટોમેટો સોસ અને કેચપ મીઠુ ઝેર છે
નોયડાની ફોર્ટિસ હોસ્ટિપલમાં એડિશનલ ડાયરેક્ટર ડૉ. આશુતોષ સિન્હા જણાવે છે કે આર્ટિફિશિયલ કલર્સવાળા ફૂડમાં રસાયણ હોય છે. ખાવાનો ટેસ્ટ વધારવા અને તેને જાળવી રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કલર જોઈને લોકોને ખાવાની ઈચ્છા થાય. મોટાભાગના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના સ્ટોલમાં ટોમેટો સોસ અને કેચપના નામે લોકોને માત્ર કલર અને સુગર મિક્સ કરીને આપવામાં આવે છે. સિન્થેટિક કલર ઉપરાંત બેસન અને મેંદાનો ઉપયોગ કરીને સોસ પણ તૈયાર કરવામાં આવે છે.

કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ તો તેમાં આર્ટિફિશિયલ કેરામેલ કલર હોય છે. તેમાં એમોનિયાની પ્રક્રિયામાંથી નીકળતું એક કેમિકલ પણ હોય છે. આ બંને કેમિકલ કેન્સરનું કારણ બની શકે છે. તેમજ સ્વીટનર્સ કેમિકલ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. ઘણા વૈજ્ઞાનિકોનો દાવો છે કે આર્ટિફિશિયલ સ્વીટનરમાંથી નીકળતા કેમિકલ બ્રેન ટ્યુમરનું કારણ બની શકે છે.

મોટાભાગના ફાસ્ટ ફૂડના સ્ટોલમાં ટોમેટો સોસ અને કેચપના નામે કલર અને ખાંડ મિક્સ કરીને જ લોકોને ખવડાવવામાં આવે છે.
મોટાભાગના ફાસ્ટ ફૂડના સ્ટોલમાં ટોમેટો સોસ અને કેચપના નામે કલર અને ખાંડ મિક્સ કરીને જ લોકોને ખવડાવવામાં આવે છે.

બાળકોમાં ગુસ્સાનું કારણ આર્ટિફિશિયલ કલર
દિલ્હીમાં સાઈકોલોજિસ્ટ ડૉ. યોગિતા કાદયાન જણાવે છે કે, આર્ટિફિશિયલ કલરવાળા ફૂડથી બાળકોમાં એડીએચડી (અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર) જેવા વ્યવહાર સંબંધિત વિકૃતિઓ પેદા થવાનો ડર રહે છે. આ દિવસોમાં અમેરિકામાં હવે લોકો બાળકોના ખાવામાંથી આર્ટિફિશિયલ કલર્સ દૂર કરવાનું સમર્થન કરી રહ્યા છે. તેમજ તેને 2023થી લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા છે. પરંતુ દેશમાં હજી સુધી તેને લઈને કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. તમે માત્ર બાળકોની ડાયટમાં ફેરફાર કરીને થોડા અઠવાડિયાની અંદર સારું પરિણામ જોઈ શકો છો.

માતાપિતાએ આ બાબતોનું ધ્યાન રાખવું
ડૉ. આશુતોષ સિન્હા જણાવે છે કે જ્યારે પણ બાળકના ખોરાકમાં કોઈ નવી ડિશ ઉમેરો તો તેને તેના સ્વાસ્થ્ય માટે થતા ફાયદા વિશે જણાવો. જેમ કે જો તમે તમારા બાળકને ગાજર આપો છો તો જણાવો કે તે આંખો માટે ફાયદાકારક છે. ચોકલેટ અને નૂડલ્સ હેલ્થ માટે નુકસાનકારક છે એ પણ જણાવો.

તો જ તેઓ નાનપણથી જ હેલ્ધી ફૂડ ખાવા પર ધ્યાન આપશે. જ્યારે માતાપિતા હેલ્ધી ફૂ઼ડ્સને હા અને જંક ફૂડ્સને ના કહેશે, ત્યારે બાળકો તમને જોઈને શીખશે. લંચ અથવા ડીનર માટે એકસાથે રેસ્ટોરાંમાં જતા સમયે બાળકોને સમજાવો કે અનહેલ્ધી ફૂડ તમે પણ નથી ખાઈ રહ્યા. જ્યારે બાળક ચોકલેટ ઓફર કરે તો તેને જણાવો કે ફળ અથવા કોઈ હેલ્ધી ફૂ઼ડ ઓફર કરવું સૌથી બેસ્ટ છે. બાળકોને પ્રોટિન, કાર્બ્સ, અને ફાઈબર પર વધારે ભાર આપો.

જ્યારે માતા-પિતા હેલ્ધી ફૂડ માટે હા કહે અને જંક ફૂડ માટે ના કહે, ત્યારે જ બાળક તમને જોઈને શીખશે.
જ્યારે માતા-પિતા હેલ્ધી ફૂડ માટે હા કહે અને જંક ફૂડ માટે ના કહે, ત્યારે જ બાળક તમને જોઈને શીખશે.

આ રીતે ઘરે બનાવો નેચરલ અને ઓર્ગેનિક ફૂડ કલર

  • સંતરા અને ગાજરમાંથી ઓરેન્જ ફૂ઼ડ કલર
  • બીટ અને દાડમમાંથી બનાવો પિંક અને રેડ ફૂડ કલર
  • પર્પલ કોબીમાંથી બનાવો બ્લૂ અને પર્પલ કલર
  • પાલકમાંથી બનાવો ગ્રીન કલર
  • હળદર અને કેસરમાંથી બનાવો યેલો ફૂડ કલર