• Gujarati News
  • Lifestyle
  • Toilet Price: Women Have To Pay Twice As Much As Men, Do You Know That Urine Does Not Cost Money

ટોઇલેટ એક ચાર્જ અલગ:મહિલાઓને પુરુષની સરખામણીએ ડબલ રૂપિયા આપવા પડે છે, શું તમે જાણો છો યુરિન માટે કોઈ ચાર્જ હોતો નથી?

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશના ઘણા પુરુષ હોય કે સ્ત્રી, બંને માટે યુરિનલની સુવિધા નિ:શુલ્ક છે
  • ટોઇલેટ માટે 5 રૂપિયા અને ન્હાવા માટે 10 રૂપિયા લેવામાં આવે છે

શોપિંગ, પર્યટન કે પછી અન્ય કોઈ કામ માટે જ્યારે મહિલાઓ બહાર નીકળે છે ત્યારે ટોઇલેટ યુઝ કરવું એ તો કોમન વાર છે. પણ શું તમે એક વાત નોટિસ કરી? ટોઇલેટ માટે મહિલાઓએ પુરુષો કરતાં વધારે રૂપિયા આપવા પડે છે. જો પુરુષો પાસેથી 3 રૂપિયા લેવામાં આવે તો આ ચાર્જ મહિલાઓ માટે 5 રૂપિયા થઈ જાય છે. શું જેન્ડરને આધારે ટોઇલેટ યુઝ કરવાના ચાર્જમાં ભેદભાવ કરવામાં આવે છે? વાંચો ભાસ્કરનો રિપોર્ટ....

તે જમાનો તો ગયો જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, ભારતમાં ટોઇલેટ ઓછા અને મોબાઈલ ફોન વધારે છે. 2 ઓક્ટોબર, 2019ના રોજ ભારત સરકારે દેશને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યો. હવે શહેરની સાથોસાથ ગામડામાં પણ શૌચાલયોની સુવિધા ચગે. હા એ વસ્તુ અલગ છે કે ટ્રેન જતા હો તો તમને રસ્તામાં ખુલ્લામાં શૌચ કરતા લોકો દેખાય જાય.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત દેશભરમાં પબ્લિક ટોઇલેટ અને પિંક ટોઇલેટનો યુઝ કરવા પર કોઈ ચાર્જ આપવો પડતો નથી, પણ સુલભ શૌચાલયનો ઉપયોગ કરવો હોય તો નક્કી કરેલો ચાર્જ આપવો પડે છે.

મહિલાઓ પાસેથી વસૂલવામાં આવે છે ચાર્જ
ભાસ્કરની ટીમે જોયું કે, દિલ્હી, જયપુર, ઉદયપુર, ભોપાલ અને ઇન્દોર સહિત ઘણા શહેરમાં મહિલાઓ પાસેથી યુરિન માટે પૈસા લેવામાં આવે છે. જયપુરની રહેવાસી જ્યોતિ સિંહે કહ્યું કે, અહીં નંબર 1માં જવું હોય કે 2માં, 5 રૂપિયા તો આપવા જ પડે છે. સુલભ ઇન્ટરનેશનલ રાજસ્થાનના કન્ટ્રોલર સુરેન્દ્ર ગિરિએ કહ્યું, પુરુષ હોય કે સ્ત્રી, બંને માટે યુરિનલની સુવિધા નિ:શુલ્ક છે. ટોઇલેટ માટે 5 રૂપિયા અને ન્હાવા માટે 10 રૂપિયા લેવામાં આવે છે. આ ચાર્જ બોર્ડનો હોય છે.

મહિલાઓ અને પુરુષો માટે અલગ રેટ નથી
સુલભ ઇન્ટરનેશનલ દિલ્હીના કન્ટ્રોલર રાકેશ ચન્દ્રાએ કહ્યું, દિલ્હીમાં યુરિન માટે 2 રૂપિયા, ટોઇલેટ માટે 5 રૂપિયા અને જ્યાં ગરમ પાણીની સુવિધા છે તેમાં ન્હાવા માટે 10 રૂપિયાનો ફિક્સ ચાર્જ છે. રેલવે સ્ટેશન સહિત ઘણી જગ્યા પર લોકરની સુવિધા છે. લોકરમાં પ્રતિ સામાનનો ચાર્જ 10 રૂપિયા છે, પરંતુ દરેક ચાર્જ મહિલાઓ અને પુરુષો માટે સરખો છે. અલગ રેટ નથી.

રૂપિયા આપ્યા પછી રસીદ લઇ શકો છો
રાકેશ ચન્દ્રાએ કહ્યું, દરેક સુલભ શૌચાલયની બહાર બોર્ડ પર ચાર્જ લખેલા હોય છે. ટોઇલેટ યુઝ કર્યા પછી રસીદ પણ લઇ શકો છો. જો કોઈ રસીદ ના આપતું હોય અને વધારે ચાર્જ વસુલતું હોય તો શૌચાલયની બહાર લખેલા નંબર પર ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત કોઈ શૌચાલય ગંદુ હોય કે નળમાંથી પાણી લીક થતું હોય તો પણ કોલ કરી શકો છો.

ડિમાન્ડ પર પિંક ટોઇલેટ બને છે
દેશભરમાં ઘણા શહેરમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પિંક ટોઇલેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. નોઇડા ઓથોરિટીના ડેપ્યુટી જનરલ મેનેજર એસ. શ્રી મિશ્રાએ કહ્યું કે, નોઇડામાં ટોઇલેટનો યુઝ કરવાનો કોઈ ચાર્જ લાગતો નથી, ટોઇલેટ સુવિધા ફ્રી છે. શહેરમાં 20થી વધારે પિંક ટોઇલેટ બનેલા છે. જો કોઈ જગ્યાએ પિંક ટોઇલેટ બનાવવાની ડિમાન્ડ આવે છે, તો ત્યાં સર્વે કર્યા પછી ટોઇલેટ બનાવવામાં આવે છે.

આ લીધે છે વધારે ચાર્જ
દિલ્હીના એક શૌચાલય સંચાલકે કહ્યું કે, યુરિન અને ટોઇલેટ માટે પુરુષ અલગ-અલગ ચાર્જ આપે છે. જ્યારે મહિલાઓમાં ચેક કરવું મુશ્કેલ હોય છે કે તે યુરિન માટે આવી છે કે ટોઇલેટ માટે આથી નંબર 2 એટલે કે ટોઇલેટનો ચાર્જ વસૂલવામાં આવે છે. સોશિયલ સાઈટ કોરા (Quora)પર ઝૈનાબ ખાન નામનાં યુઝરે કહ્યું કે, પુરુષોની સરખામણીએ મહિલાઓઅ ટોઇલેટનું હાઇજીન મેન્ટેન કરવામાં વધારે ખર્ચ આવે છે. આથી મહિલાઓ પાસેથી વધારે ચાર્જ લેવામાં આવે છે.