તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • To Take Care Of Expensive Crockery, Keep Large Plates Down On The Shelf, Avoid Wrapping It In Newspaper So As Not To Lose Its Shine

કિચન ટિપ્સ:મોંઘી ક્રોકરી સાચવવા શેલ્ફમાં મોટી પ્લેટ્સ નીચે મૂકો, ન્યૂઝ પેપર લપેટવાથી શાઇન ઓછી થઈ જશે

વર્ષા એમ. નોઈડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રોકરી એકબીજા સાથે ચોંટવી ના જોઈએ
  • ધોતી વખતે ધ્યાન રાખો કે પાણી વધારે ઠંડુ કે પછી ગરમ ના હોય

તહેવારની સીઝનમાં ઘણીવાર મોંઘી ક્રોકરીનો ઉપયોગ થાય છે. આ દરમિયાન મહેમાનોની ચહલ-પહલ ચાલુ જ રહે છે. આથી લોકો તમેની બ્રેસ્ટ ક્રોકરીનો ઉપયોગ કરવા ઈચ્છે છે. મોંઘી ક્રોકરી ઘણી નાજુક હોય છે આથી તેનો ઉપયોગ સાચવીને કરવો જોઈએ. ક્રોકરી હંમેશાં નવી જેવી રહે તે માટે શું કરવું?

વજનનું ધ્યાન રાખો: શેલ્ફમાં ક્રોકરી મૂકો તો ભારે અને મોટી પ્લેટ્સ નીચે રાખો. હળવી પ્લેટ્સ ઉપર રાખો. બહુ બધી ક્રોકરીને એક જગ્યાએ ના રાખજો. એક જગ્યા પર 6-8 ક્રોકરી પીસ જ મૂકો.

ક્રોકરી એકબીજા સાથે ચોંટવી ના જોઈએ: ઓછી જગ્યા હોય તો ઘણીવાર લોકો રેન્ડમ ક્રોકરી શેલ્ફમાં મૂકી દે છે. તેનાથી ક્રોકરીનું પેઇન્ટ ખરાબ થઇ શકે છે. એકબીજા સાથે ચોંટી જવાથી તેની તૂટવાની શક્યતા પણ વધી જાય છે. ક્રોકરી સ્ટેક કરવી હોય તો વચ્ચે સોફ્ટ પેપર મૂકો.

પાણીના તાપમાનનું ધ્યાન રાખવું: ધ્યાન રાખો કે પાણી વધારે ઠંડુ કે પછી ગરમ ના હોય. નહીં તો ક્રોકરી પર ક્રેક આવી શકે છે. નોર્મલ કે લ્યૂક વોર્મ પાણીમાં ધુઓ.

ન્યૂઝ પેપર વીંટાળો: ક્રોકરીને ક્યારેય ન્યૂઝ પેપરમાં લપેટીને ના મૂકવી જોઈએ. આમ કરવાથી પેપરની ઈંક ક્રોકરી પર ચોંટી શકે છે અને શાઇન પણ ઓછી થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...