તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • To Present The Budget, Nirmala Sitharaman Wore A Red Scaffolding Saree, A Symbol Of Love, Energy And Power, To Promote Handloom Saree With This Color.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાડી, બજેટ અને બંગાળ કનેક્શન:બજેટ રજૂ કરવા માટે નિર્મલા સીતારમણે પહેરેલી બંગાળી ‘લાલ પાડ’ સાડી પ્રેમ, ઊર્જા અને શક્તિનું પ્રતીક; આ સાડી પહેરીને તેમણે હેન્ડલૂમને પ્રોત્સાહન આપ્યું

એક મહિનો પહેલા

2021નું બજેટ રજૂ કરનારાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની ‘લાલ પાડ’ સાડી ઘણી ચર્ચામાં છે. આ દરમિયાન નિર્મલા સીતારમણનો લૂક સિમ્પલ રહ્યો હતો. તેમની સાડી પર ઓફ વ્હાઈટ ડિટેલિંગ અને ગોલ્ડન બોર્ડર છે. સાડી પર બનેલી સફેદ અને પીળી ડિઝાઈન સરસ લાગી રહી છે, સાથે તેમણે નાની ઈયરિંગ્સ, ગોલ્ડ ચેન અને બંગડી પહેરી પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો છે. લાલ રંગને પ્રેમ, ઊર્જા અને શક્તિનો પ્રતીક મનાય છે. બજેટના અવસરે તેમની આ રંગની પસંદગી યોગ્ય રહી છે.

આ પહેલાં પણ સીતારમણ ઘણી વખત તેમની સાડીના માધ્યમથી હેન્ડલૂમને પ્રોત્સાહન આપતા નજરે ચડ્યા છે. તેઓ કામ દરમિયાન હેન્ડલૂમ અને સિલ્કની ક્લાસિક સાડી પહેરતાં હોય છે. પોતાના વૉર્ડ્રોબને કારણે ચર્ચામાં રહેતાં નિર્મલા સીતારમણની લાલ પાડ સાડી સામાન્ય રીતે ધાર્મિક અનુષ્ઠાનો અને પવિત્ર અવસરોમાં પહેરવામાં આવે છે. નિર્મલાએ નાણાકીય અનુષ્ઠાન દરમિયાન આ સાડી પહેરી, જેથી તેઓ પોતાનાં કામને પૂરું કરી શકે. આ સાડી જોઈ અનુમાન લગાવી શકાય કે સરકાર હેન્ડલૂમ સાડીને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહી છે.

બંગાળની લાલ પાડી સાડી
લાલ પાડ સાડીનું બંગાળમાં એક વિશેષ મહત્ત્વ છે. આ સાડીને ધાર્મિક અનુષ્ઠાનો અને પવિત્ર અવસરે પહેરવામાં આવે છે. આ સિવાય ઝારખંડમાં પણ આ સાડીનું મહત્ત્વ છે. આ સાડીને દુર્ગા પૂજા, પૂજા અનુષ્ઠાન, સિંદૂર ખેલા જેવા વિશેષ અવસરે પહેરવામાં આવે છે. સામાન્ય રીતે આ સાડી સફેદ અથવા ઓફ વ્હાઈટ કલરની હોય છે, જેના પર લાંબી લાલ બોર્ડર લાગેલી હોય છે. આ જ સાડીને પ્રિન્ટેડ બોર્ડર આપી નવો લૂક અપાય છે.

વર્ષ 2017માં કેન્દ્ર સરકારના ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા આ લાલ પાડનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. સરકારના આ નિર્ણયથી ઝારખંડ અને બંગાળમાં ખુશીની લહેર છવાઈ હતી. આ સાડી હેન્ડલૂમ અને સિલ્કથી બને છે. તેથી સરકારનો હેતુ હેન્ડલૂમને પ્રોત્સાહન આપવાની સાથે આ સાડીના ઉદ્યોગને નવજીવન પણ આપવાનો છે.

વર્ષ 2020ના બજેટમાં પીળી સાડી

નિર્મલા સીતારમણની સાડી હંમેશાં ચર્ચાનો વિષય બનતી હોય છે. તેમણે ગત વર્ષે બજેટ રજૂ કરતી વખતે પીળા રંગની સાડી પહેરી હતી. આ સાડી પણ સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આપણી પરંપરામાં પીળા રંગને શુભ ગણવામાં આવે છે અને એક નાણામંત્રી માટે બજેટથી મોટું શુભ કાર્ય શું હોઈ શકે!

ઈકાત સાડી

નિર્મલા સીતારમણને આંધ્રપ્રદેશની પોચમપલ્લી સાડી વધુ પ્રિય છે. એને ઈકાત સાડી પણ કહેવાય છે. એમાં હળવું બાંધણીકામ કરેલું હોય છે. આ સાડી પર કરેલું કામ બ્લર નજરે ચડે છે. મોટા ભાગે તેઓ હેન્ડલૂમ સાડી જ પહેરતાં હોય છે. ઘણા અવસરે તેઓ બ્લોક પ્રિન્ટની હળવા રંગની સાડીઓ પહેરતાં હોય છે. સિલ્કની આ સાડીઓમાં ઓડિશા અને આંધ્રપ્રદેશનો પ્રભાવ જોવા મળે છે. એમાં સાડીની બોર્ડર પર ગોલ્ડન જરી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો