• Gujarati News
  • Lifestyle
  • To Meet His Girlfriend's Expenses, The Young Man Became A Thief, Stole Dozens Of Bikes And Hid 27 Bike scooties In The Forest.

પ્રેમમાં પાગલ બન્યો યુવક:ગર્લફ્રેન્ડના ખર્ચને પહોંચી વળવા માટે યુવક ચોર બની ગયો, ડઝનેક બાઈક ચોરી કરી જંગલમાં 27 બાઈક-સ્કૂટી છુપાવી હતી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝારખંડના ખુંટીમાં ગર્લફ્રેન્ડના ખર્ચે યુવકને બાઈક ચોર બનાવી દીધો. ગર્લફ્રેન્ડની સાથે લિવ-ઈનમાં રહેતા યુવકને પૈસા ઓછા પડી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેને પોતાના સાથીઓની સાથે મળીને બાઈક ચોરી કરવાનું શરૂ કરી દીધું. પોલીસે આરોપી યુવકની તેના બે સાથીઓની સાથે ધરપકડ કરી છે. પોલીસે તેના ઠેકાણામાંથી 27 બાઈક પણ જપ્ત કરી છે.

ચોરી કરી જંગલમાં છુપાવતો હતો બાઈક
યુવકે શરૂઆતમાં એક-બે બાઈકની ચોરી કરી હતી, પરંતુ પછી તેને તેની ગર્લફ્રેન્ડના ખર્ચને પહોંચી વળવા માટે આ વ્યવસાય યોગ્ય લાગ્યો. આવી સ્થિતિમાં તે પોતાના સાથીઓની સાથે મળી શહેરમાં મોટા પાયે બાઈક ચોરી કરવાનું શરૂ કર્યું. ચોરીની બાઈકને આરોપી શહેરની બહાર જંગલમાં છુપાવી દેતો હતો. પછી તેની નંબર પ્લેટ બદલી રાજ્યની બહાર મોકલતો હતો.

સમગ્ર શહેરમાં આતંક ફેલાયો હતો, પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી હતી
છેલ્લા થોડા સમયથી ખુંટી જિલ્લામાં બાઈક ચોરીનો આતંક મચી ગયો હતો. પોલીસને સતત ફરિયાદો મળી રહી હતી. જેના પછી ખુંટી એસપી અમન કુમારે સ્પેશિયલ ટીમ બનાવી. આ ટીમને સૂચના મળી હતી કે, કેટલાક ચોર ચોરીની બાઈકને જંગલમાં છુપાવવા માટે લઈ જઈ રહ્યા છે, જેના પછી પોલીસે પીછો કરી તે ચોરોને પકડી પાડ્યા. કડક પૂછપરછ કરવા પર ચોરોએ બધું સાચું કહી દીધું. પોલીસ તેમણે જંગલમાં પણ લઈ ગઈ. ત્યાં તેમણે ઝાડીઓમાં 27 બાઈક અને સ્કૂટી છુપાવી રાખી હતી.

વધારે પૈસા માટે રાજ્યની બહાર વેચતો હતો બાઈક
પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ ત્રણ ચોરની ધરપકડ કરી છે. જેમાંથી એક સગીર છે. ચોરીની બાઈકને રાજ્યની બહાર વેચતા હતા, કેમ કે લોકલ ચોરીની બાઈકની વધારે કિંમત નહોતી મળતી.

અન્ય સમાચારો પણ છે...