લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો સૌથી ખાસ દિવસ હોય છે. આ દિવસને વધારે ખાસ બનાવવા માટે લગ્નમાં દુલ્હન સૌથી વધારે સુંદર દેખાય છે. લગ્નમાં દુલ્હન પોતાના માટે લહેંગાની ચોઈસ કરતી વખતે પણ વધારે ધ્યાન રાખે છે. હવે આવું જ કંઈક ઉદાહરણ સામે આવ્યું છે. અમેરિકાની મહિલા કાયલાએ તેના લગ્નમાં 24 કેરેટ સોનાનું વેડિંગ ગાઉન પહેર્યું હતું.
દુલ્હને પહેર્યું ગોલ્ડન ગાઉન
દરેક દુલ્હન ઈચ્છે છે કે લગ્નમાં તેનો ડ્રેસ યાદગાર રહે. તેના માટે દુલ્હન લગ્નમાં પોતાના ડ્રેસ પર ઘણા પૈસા ખર્ચ કરે છે. તેને લગ્નમાં અલગ, ખાસ અને યાદગાર બનવાની ઈચ્છાથી સોનાનો ડ્રેસ બનાવ્યો હતો. લગ્નમાં દુલ્હનને સોનાનો ડ્રેસ પહેરાવવાનો વિચાર દુલ્હનની સાસુ એટલે કે કાયલાની સાસુનો હતો અને આ વિચારને હકીકતમાં બદલવા માટે તેણે કોઈ કસર છોડી નથી.
દુલ્હન અને તેના ડ્રેસની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. કાયરાએ 24 વર્ષના ટિમ્મી સાથે લગ્ન કર્યા છે. દુલ્હનનું કહેવું છે કે આ પ્રકારના ડ્રેસ માટે તેણી સાસુએ તેને પ્રેરિત કરી હતી. ટિમ્મીની માતા લિન્ડાએ પોતાની પુત્રવધુને એક બ્લિંગ આઉટ ગાઉનમાં કોરિડર પર ચાલવા માટે હિંમત આપી.
પહેલી વખત આવો ડ્રેસ તૈયાર કર્યો
ડ્રેસ ડિઝાઇનર સોન્દ્રા સેલીને આ ગોલ્ડ વેડિંગ ડ્રેસ ડિઝાઇન કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેણે પણ આ પહેલા આવો કોઈ ડ્રેસ ડિઝાઈન કર્યો ન હતો, પરંતુ જ્યારે તેને 24 કેરેટ ગોલ્ડ ગાઉન બનાવવાનો ઓર્ડર મળ્યો ત્યારે તેણે પણ આ ખાસ તક એક ચેલેન્જ તરીકે સ્વીકારી અને સમયસર વેડિંગ ડ્રેસ ડિલિવરી કરવામાં સફળ રહી.
સોન્દ્રાએ આ ડ્રેસને ડિઝાઈન કરવા માટે સખત મહેનત કરી હતી. ત્યારે જઈને આ ડ્રેસ તૈયાર થઈ શક્યો. જ્યારે દુલ્હને આ ડ્રેસ પહેર્યો ત્યારે બધા લોકો જોતા જ રહી ગયા. કદાચ પહેલા કોઈએ આવો સોનાથી બનેલો આવો ડ્રેસ જોયો પણ નહીં હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.