• Gujarati News
  • Lifestyle
  • To Keep The Memory Of The Pet Dog Alive Forever, The Woman Made A Scarf Out Of Their Fur, Paying 18,000 For A Scarf.

પશુ પ્રેમ:પાલતુ શ્વાનની યાદો હંમેશાં જીવંત રાખવા માટે મહિલાએ તેમનાં રૂવાંટીમાંથી સ્કાર્ફ બનાવડાવ્યો, એક સ્કાર્ફ માટે ₹18,000 ચૂકવ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિશેલ નામની મહિલાએ તેના બંને પાલતુ શ્વાનના રૂવાંટીમાંથી સ્કાર્ફ બનાવડાવ્યો
  • પાલતુ શ્વાનની ગેરહાજરીમાં પણ તેમની હયાતીની પ્રતીતિ માટે ફર સ્કાર્ફનો વિચાર આવ્યો

પાલતુ શ્વાનના ફર એટલે રૂંવાટી મોટે ભાગે કચરામાં જતી હોય છે. તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે ઈંગ્લેન્ડની 54 વર્ષીય મિશેલ પાર્કરે હટ કે આઈડિયા વાપર્યો છે. મિશેલે તેના બંને પાલતુ શ્વાનની રૂંવાટીમાંથી સ્કાર્ફ બનાવી તેમની યાદો હંમેશ માટે જીવંત રાખી છે.

મિશેલના ઘરે 4 વર્ષનો લુકા અને 12 વર્ષની કેશા નામના પાલતુ શ્વાન છે. મિશેલે લુકાના 425 ગ્રામ વાળ અને કેશાના 198 ગ્રામ વાળ ભેગા કર્યા. પાલતુ પ્રાણીની ગેરહાજરીમાં તેમની હયાતીની અનુભૂતિ માટે મિશેલને આ વિચાર આવ્યો.

મિશેલે સોશિયલ મીડિયા પર શ્વાનની રૂંવાટીમાંથી સ્કાર્ફ પહેરેલી એક વ્યક્તિ જોઈ. આ સ્કાર્ફ પહેરનાર એન્ડ્રિયાને ટ્રેસ કરી તેને સ્કાર્ફ બનાવવા માટે આજીજી કરી. એન્ડ્રિયા શ્વાનની રૂવાંટીમાંથી સ્કાર્ફ બનાવવામાં એક્સપર્ટ છે.

મિશેલે ફર સ્કાર્ફ બનાવવા માટે એન્ડ્રિયાને £185 (આશરે 18,000 રૂપિયા) આપ્યા. આ સ્કાર્ફ તેણે અત્યાર સુધીમાં ગયા વર્ષે ક્રિસમસ પર જ પહેર્યો હતો. તેણે વધુ 3 સ્કાર્ફ બનાવડાવ્યા છે. આ સ્કાર્ફ્સને પણ તેને ભવિષ્ય માટે સાચવી રાખ્યા છે.

મિશેલે તેના બંને પાલતુ શ્વાનને બાળકની જેમ ઉછેર્યા છે. લુકા વિશે તે જણાવે છે કે તે ખૂબ હોંશિયાર અને મસ્તીખોર છે. સામયડ પ્રજાતિના આ શ્વાન પ્રથમ વખત શ્વાન પાળી રહ્યા હોય તેમના માટે યોગ્ય નથી. તેમને એકલાં રહેવું નથી ગમતું. તમારી પાસે શ્વાનને આપવા સમય હોય તો જ તમે સામયડ ઘરે લાવી શકો છો.