તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • To Increase Your Productivity During Work From Home, Choose A Large Monitor, It Is Also Necessary To Use An External Camera For Video Calls

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક ડગલું આગળ રહો:વર્ક ફ્રોમ હોમમાં પ્રોડક્ટિવિટી વધારવા માટે મોટું મોનિટર પસંદ કરો, વીડિયો કોલ માટે એક્સટર્નલ કેમેરાનો ઉપયોગ પણ જરૂરી છે

રવિ શર્મા, પુણેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ક ફ્રોમ હોમ શરુ થયાને એક વર્ષ પૂરું થઇ ગયું છે. વર્ષભરની શીખને જો ટેક્નોલોજીના ચશ્માથી જોવામાં આવે તો થોડા ચેન્જ કરીને પોતાની પ્રોડક્ટિવિટી વધારી શકો છો.

મોટું મોનિટર, વધારે કામ
અમુક પ્રોફેશનલ્સ તો ઘરે બે-ત્રણ મોનિટર પર કામ કરી રહ્યા છે. અલગ-અલગ મોનિટર પર કામ કરવું જરૂરી ના હોય તો મોટી સ્ક્રીનને પ્રાયોરિટી આપો. જો તમે એક મોનિટર પર કામ કરી રહ્યા છો તો તેને ઓછામાં ઓછી 49 ઇંચ સુધીની સ્ક્રીન સાથે રિપ્લેસ કરો. આશરે બધાને ચાર કે પાંચ એપ્સ કે ઘણી બ્રાઉઝર ટેબ્સ પર સાથે કામ કરવાનું હોય છે. આટલી મોટી સ્ક્રીન પર એકસાથે ઘણું બધી વસ્તુઓ પર સરખો રીતે ધ્યાન આપી શકો છો.

એક્સપર્ટ તેમની સ્ક્રીનને ત્રણ ભાગમાં વહેચે છે. એકમાં ઈ-મેલ એપ ઓપન હોય છે, બીજામાં MS વર્ડ જેવી પ્રોડક્ટિવિટી એપ અને ત્રીજા ભાગમાં ઇન્ટરનેટ બ્રાઉઝરને જગ્યા મળે છે. આ સેટિંગથી લખવું ઘણું સરળ બની જાય છે. સ્ક્રીનના એક ભાગમાં તમે લખી શકો છો અને બીજા ભાગમાં રિસર્ચ ચાલુ રહે છે. ઈ-મેલ પર પણ સરળતાથી નજર રાખી શકો છો.

વીડિયો કોલ્સ માટે એક્સટર્નલ કેમેરા
એક એક્સટર્નલ વેબ કેમેરા ઘણો જરૂરી છે. દરેક લેપટોપ્સ અને અમુક ડેસ્કટોપ્સમાં ફ્રન્ટ ફેસિંગ કેમેરા મળી રહ્યા છે, પરંતુ મોટાભાગના હાઈ-રિઝોલ્યુશનના હોતા નથી. જેમને વીડિયો કોલ્સ કરવાના હોય છે તેમના માટે એક્સટર્નલ વેબ કેમ જરૂરી છે. ડેલ, HP, લેનોવો જેવા મોટા પીસી મેકર્સે એક્સટર્નલ વેબ કેમનાં સારા મોડલ્સ બનાવ્યા છે.

સારો સ્માર્ટફોન
હોમ ઓફિસ સેટિંગનો મહત્ત્વનો ભાગ છે સ્માર્ટફોન. હોમ ઓફિસને ધ્યાનમાં રાખીને સ્માર્ટફોન પસંદ કરો, ઓડિયો ક્વોલિટી અને સ્પીકર્સનું ધ્યાન રાખો. ઓફિસમાં મોટાભાગના કોલ સ્પીકર-ફોન મોડ પર સાંભળવામાં આવે છે. સ્માર્ટફોન સારો નહિ હોય તો સ્પીકર પર સરખું સાંભળી નહિ શકો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો