• Gujarati News
  • Lifestyle
  • To Include Both Good And Bad Fats In Our Diet, It Gives Energy To The Body; Avoid Eating Fried Foods

ડાયટ:આપણી ડાયટમાં ગુડ અને બેડ બંને ફેટને સામેલ કરવા, તે શરીરને એનર્જી આપે છે; તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું

શ્વેતા કુમારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજની ડાયટમાં 25થી 35% સુધી ફેટ લેવું જોઈએ

જ્યારે આપણે ફેટ શબ્દ સાંભળીએ છીએ, ત્યારે આપણી આંખો સામે મેદસ્વી વ્યક્તિની તસવીર સામે આવે છે. ફેટ શબ્દ સાંભળીને આપણા મગજમાં મેદસ્વી વ્યક્તિની તસવીર જ આવે છે ન કે ખાવાનું. આપણા ડાયટમાં સામેલ ફૂડમાં સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જેને આપણે ગુડ અને બેડ ફેટના નામથી પણ ઓળખીએ છીએ. અનસેચ્યુરેટેડ ફેટ કઈ વસ્તુઓમાં હોય છે અને ડાયટમાં હેલ્ધી ફેટને સામેલ કરવા માટે શું કરવું જોઈએ, તે વિશે જણાવી રહ્યા છે ન્યુટ્રિશનિસ્ટ ડૉ. ખુશબુ શર્મા.

શરીર માટે ફેટ કેમ જરૂરી છે?
અમેરિકન હાર્ટ એસોસિએશનના રિપોર્ટના અનુસાર,દરરોજની ડાયટમાં 25થી 35% સુધી ફેટ લેવું જોઈએ. જો કે, એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેમાં અનસેચ્યુરેટેડ ફેટ વધારે હોવું જોઈએ. એક અન્ય રિપોર્ટના અનુસાર, આપણી ડાયટમાં ગુડ અને બેડ બંને ફેટને સામેલ કરવા જરૂરી છે, કેમ કે ફેટ આપણા શરીરને એનર્જી આપે છે. આ બંને ફેટને લેવાથી આપણું શરીર આળસ અને કમજોરી દૂર રહે છે.

શું છે સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ફેટ?
ડાયટમાં રહેલા દરેક પ્રકારના ફેટને ડાઈટ્રી ફેટ અથવા ફેટી એસિડ કહેવામાં આવે છે. તે છોડ અને પ્રાણીઓના ખોરાકમાં જોવા મળે છે, જેમાં સારા અને ખરાબ બંને પ્રકારના ફેટ હોય છે. અનસેચ્યુરેટેડ એટલે કે ગુડ ફેટની વાત કરીએ તો તે આપણી હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે. તે શરીરમાં ગુડ કોલેસ્ટેરોલને વધારે છે. આ ફેટ, ફિટ રાખવાની સાથે સાથે ઘણી બીમારીઓનો સામનો કરવામાં મદદ કરે છે.

તેમજ સેચ્યુરેટેડ ફેટ અથવા બેડ ફેટના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે. ડૉ. ખુશબુના જણાવ્યા પ્રમાણે, તેના કારણે કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ, ઓબેસિટી અને હૃદયની બીમારીઓ થવાનું જોખમ રહે છે. આપણને ગેરસમજ હોય છે કે ફૂલ ક્રીમવાળુ દૂધ, ચિકન, ચીઝ સ્વાસ્થ્ય માટે સારું હોય છે, પરંતુ આપણે એ જાણવું જોઈએ કે આ બધામાં બેડ ફેટ હોય છે.

આ ફૂડ્સમાં હોય છે ગુડ અને બેડ ફેટ
જો ડાયટમાં સેચ્યુરેટેડ ફેટ એડ કરવા માગો છો તો તમારી ફૂડ હેબિટ્સમાં બદામ, અખરોટ, પીનટ બટર, પંપકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, તલ, અળસી, માછલી, જેવી જરૂરી વસ્તુઓ ઉમેરો. આ બધામાં ગુડ ફેટ જોવા મળે છે. અનસેચ્યુરેટેડ ફેટની વાત કરીએ તો ક્રીમવાળુ દૂધ, ચીઝ, અને ચિકન સ્કિન સિવાય તે ફ્રેન્ચ ફ્રાઈઝ, ચીઝ, આઈસ્ક્રીમ, ફાસ્ટ ફૂડ, બેકરી પ્રોડક્ટ્સ, ચિકન, રેડ મીટ, કૂકીઝ, ચિપ્સ અને પ્રોસેસ્ડ ફૂડ્સમાં પણ જોવા મળે છે. આ તમામ ફૂડ્સમાં બેડ ફેટ જોવા મળે છે.

બેડ ફેટથી આ રીતે બચવું

  • કૂકીઝ, ચિપ્સ, અને બેક્ડ ફૂડ્સ ઓછામાં ઓછા ખાવા.
  • તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું.
  • કોઈપણ ડિશ બનાવવા માટે હાઈડ્રોજીનેટેડ ઓઈલનો ઉપયોગ ન કરવો
  • એક વખત ઉપયોગ કરવામાં આવેલા તેલનો ફરીથી ઉપયોગ ન કરવો.
  • ખાવાનું બનાવવા માટે ઓલિવ અને મગફળીના તેલનો ઉપયોગ કરવો
  • પ્રોસેસ્ડ ફૂડ્સથી બચવું( આ ફૂડ્સને ફ્રેશ રાખવા માટે હાઈડ્રોજીનેટેડ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે.