જયારે ઉનાળાની ગરમી હોય અને બપોરેના સમયે બહાર જઈએ ત્યારે એક ગ્લાસ શેરડીનો રસ મળી જાય તો અમૃત જેવું લાગે છે. શેરડીનાં રસની બદલે છોલેલી શેરડીના ટુકડા એટલે કે ગંડેરીને ચૂસવાથી વધુ ફાયદો થાય છે.
શેરડીનાં રસમાં ભરપૂર પ્રમાણમાં ગ્લુકોઝ હોય, વધુ પડતું સેવન ના કરવું જોઈએ. શેરડીનો રસ વજન વધારનાર અને શરીરની બળતરાને દૂર કરે છે. શેરડીનાં ટુકડા એટલે કે ગંડેરીને સમયાંતરે ચુસવાથી અઢળક ફાયદા થાય છે. ગંડેરી ચૂસવામાં વધુ સમય લાગે છે અને મહેનત પણ વધારે થાય છે. ગંડેરી ચૂસવાથી શરીરમાં વધુ પ્રમાણમાં ગ્લુકોઝ જતું નથી.
ગંડેરી ચૂસવાનો એક ફાયદો એ પણ છે કે, ગંડેરીમાં ગ્લુકોઝની સાથે ફાઈબર હોય છે. આ ફાઈબર આસાનીથી પચતું નથી. ગંડેરી ચુસતી વખતે રેસા પેટમાં જાય છે, જેના કારણે કબજિયાત થતી નથી. દુકાનોમાં મળતા શેરડીના રસ પર ઘણી વાર માખીઓ પણ હોય છે. આ સિવાય શેરડી ખુલ્લામાં રહેવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
અમુક વાર શેરડીનાં રસ પીધા બાદ પેટના રોગો થવાની સંભાવના રહે છે. શેરડીનો રસ ત્વચા માટે પણ સારો છે. ખીલ અને કાળા ધબ્બાની સમસ્યા હોય તો શેરડીનો તાજો રસ મુલતાની માટીમાં મિક્સ કરીને મોઢા પર લગાવો. 20 થી 25 મિનિટ સુધી રાખો અને ઠંડા પાણીથી ધોઈ લો. ખીલ અને કાળા ધબ્બા દૂર થશે અને ત્વચા ચમકતી રહેશે.
શેરડીનાં રસમાં ગ્લુકોઝ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે શેરડીનો રસ બ્લડમાં જલ્દી મિક્સ થઇ જાય અનેશરીરને તરત જ ઉર્જા આપે છે. પરંતુ અમુક મર્યાદા બાદ જ્યુસ પીવાથી બધા જ ગ્લુકોઝનો ઉપયોગ થઇ શકતો નથી જેના કારણે ફેટ બનીને શરીરમાં જમા થઇ જાય છે.
ફેટને કારણે મોટાપો વધી જાય છે. ઉનાળામાં વધુ પરસેવાને કારણે શરીરના ઘણા પ્રકારના મિનરલ્સ નીકળી જાય છે. થાકને કારણે એનર્જી ઓછી થઇ જાય ત્યારે થોડો શેરડીનો રસ પીવાથી ફાયદો થશે. શેરડીના રસમાં થોડું મીઠું મિક્સ કરો છો તો વધુ અસરદાર રહેશે. શેરડીનાં રસમાં આદુ અને લીંબુ નાખીને પીવાથી રસ આસાનીથી પચી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.