તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • To Control Dust In Summer, Use Efficiency Filter Vacuum, Clean The Bed And Carpet Once A Week

ક્લીનિંગ હેક્સ:ગરમીમાં ડસ્ટ કંટ્રોલ કરવા એફિશિયન્સી ફિલ્ટર વેક્યુમનો ઉપયોગ કરો, બેડ અને કાર્પેટની અઠવાડિયાંમાં એકવાર સાફ-સફાઈ કરવી જરૂરી

વર્ષા એમ નોઇડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલના દિવસોમાં દરેક ઘરમાં મોટી તકલીફ છે ધૂળ. ધૂળ જોવામાં ખરાબ લાગે છે અને સાથે અસ્થમા જેવી એલર્જી પણ ટ્રિગર કરે છે. પરિવારને હેલ્ધી રાખવા માટે ઘરમાંથી ધૂળ કાઢવી ઘણી જરૂરી છે. ડસ્ટ કંટ્રોલ કરવા આ રીત ટ્રાય કરી શકો છો:

ધૂળની જગ્યા ઓળખી લો: ધૂળ કાઢવા માટે સૌપ્રથમ ઘરમાં કઈ-કઈ જગ્યાએ ભેગી થાય છે તે ઓળખી લો. જ્યાં-જ્યાં ધૂળ ભેગી થઇ શકે તે ઓળખી લો. ધૂળ ગમે ત્યાં જામી શકે છે, આથી કબાટની ઉપર, પંખા વગેરે જગ્યા પર ધ્યાન આપો.

સાચા ટૂલ્સનો ઉપયોગ કરો: ઘરએ ડસ્ટ ફ્રી રાખવા માટે યોગ્ય ટૂલ્સનો ઉપયોગ જરૂરી છે. તેમાં હાઈ એફિશિયન્સી ફિલ્ટર વેક્યુમ અને વોશેબલ માઈક્રોફાઈબર ક્લોથ સામેલ છે. તેના યોગ્ય ઉપયોગથી ધૂળ સાફ થાય છે અને ઘરની અંદર ફેલાતી અટકે છે. આ રીતે કોઈ વસ્તુ લેતા પહેલાં સારું રિસર્ચ કરો અને ઘરમાં સ્પેસ પ્રમાણે જ મૂકો.

આ રીતે શરુઆત કરો: આજુ-બાજુ ફેલાયેલી નાની-મોટી વસ્તુઓ ધૂળને પોતાની તરફ આકર્ષે છે. આથી ધૂળને જમીન અને દીવાલ પર પણ સાફ કવા વસ્તુઓ વ્યવસ્થિત રાખેલી હોવી જરૂરી છે. કપડા, રમકડા, મેગેઝિન, બુક્સ કે અન્ય કોઈ વસ્તુઓની અવગણના ના કરો. વીકમાં એકવાર બેડિંગને ધુઓ. ધૂળના કણ ચાદર, તકિયા અને ગાદલામાં રહેવાનું પસંદ કરે છે.

આનું ધ્યાન રાખો: સાફ-સફાઈ હંમેશાં ઉપરથી નીચેની તરફ શરુ કરો. તકિયા સાફ કરવા તેને ઘરની બહાર ખંખેરો. જો તમારો પાસે કાર્પેટ હોય તો તેને અંતમાં સાફ કરો. કારણકે બીજું સાફ કરશો તેટલામાં કાર્પેટ પર ધૂળ જામી જશે.

એર પ્યોરિફાયર મૂકો: જો તમારામાં ગંભીર એલર્જી કે અસ્થમાના લક્ષણ છે તો ધૂળ ઓછી કરવા માટે એર પ્યોરિફાયરનો ઉપયોગ બેસ્ટ છે. અસ્થમાગ્રસ્ત બાળકોના બેડરૂમમાં ગરમીઓમાં એસીનો યુઝ પણ સારી બાબત માનવામાં આવે છે. આ બાળકોના રૂમમાં પંખાનો ઉપયોગ ના કરવો જોઈએ કારણકે તે ધૂળના કણ ફેલાવે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે ગરમીમાં સૌપ્રથમ ફિલ્ટર ચોક્કસ સાફ કરો.

અન્ય સમાચારો પણ છે...