• Gujarati News
  • Lifestyle
  • Tiktokers Crazy For 'Megan's Ghostly Signature Dance', 'Papi Gudiya' In Name Of Scary Dolls In Bollywood

પડદા પર દર્શકોને લલચાવે છે કિલર ડોલ:'મેગન' ના ભૂતિયા સિગ્નેચર ડાન્સ પાછળ ટિક્ટોકર્સ પાગલ, બોલિવૂડમાં ડરામણી ડોલ્સના નામે 'પાપી ગુડિયા'

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલ સિનેમામાંમાં કિલર ડોલે ધૂમ મચાવી દીધી છે. સામાન્ય રીત તો ડોલ એટલે કે ઢીંગલી બાળકો અને લોકોના ચહેરા પર સ્માઈલ આપે છે, પરંતુ પડદા પરની આ ઢીંગલી લોકોને મોતને ઘાટ ઉતારી રહી છે. આ ઢીંગલી નાચતા-કુદતા શિકાર કરી દે છે. તો બીજી તરફ ફિલ્મ 'મેગન'ની કિલર ડૉલ મેગનના પાત્રથી દર્શકો પણ ડરી ગયા છે અને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.

ફિલ્મ 'મેગન'ની કિલર ડોલ કેમ ચર્ચામાં છે?
M3GAN એક અમેરિકન સાયન્સ ફિક્શન હોરર ફિલ્મ છે, જે ગત વર્ષે ડિસેમ્બરમાં દુનિયાભરમાં રિલીઝ થઈ હતી, પરંતુ ભારતમાં આ ફિલ્મ 13 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ગેરાર્ડ જ્હોનસ્ટન અને લેખક અકિલા કૂપરે દ્વારા કરવામાં આવ્યું છે. 98 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં વર્લ્ડવાઈડ 767 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની વાર્તા એક રોબોટિકિસ્ટ મહિલા જેમ્મા અને તેની ભત્રીજી પર આધારિત છે. જેમા તેની અનાથ ભત્રીજી માટે રોબોટ ઢીગલી મેગન બનાવે છે અને તેની સંભાળ રાખવાનું કહે છે. તો બીજી તરફ મેગન પણ આપેલી તમામ સૂચનાઓનું પાલન કરે છે. પરંતુ એક સમય એવો પણ આવે છે જ્યારે તે બાળકને હેરાન કરનારા લોકોની હત્યા કરવા લાગે છે. ખૂન કરતાં પહેલાં તે ખાસ રીતે ડાન્સ કરે છે. મેગનના કિલર ડાન્સ લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ ફિલ્મ એટલી સફળ થઈ છે કે તેની સિક્વલની પણ ચર્ચા થવા લાગી છે.

'મેગન'નો ભૂત ડાન્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં
ફિલ્મ 'મેગન'માં મેગનનો રોલ 12 વર્ષની નાની અદાકાર એમી ડોનાલ્ડે ભજવ્યું છે. એક્ટિંગ ઉપરાંત ન્યૂઝીલેન્ડની એમી ડાન્સમાં પણ એક્સપર્ટ છે. એમીની આ પહેલી ફિલ્મ છે. પોતાની ડેબ્યૂ ફિલ્મથી એમીએ દર્શકોનું દિલ જીતી લીધું છે. દર્શકોને તેના સિગ્નેચર ડાન્સ મૂવને એટલો પસંદ આવ્યો કે લોકોએ તેને સોશિયલ મીડિયા અને ટિકટોક પર એક ચેલેન્જ તરીકે શરૂ કરી દીધો છે.

હોલિવૂડની મૂવીઝની હોરર ઢીંગલીઓ
હોલિવૂડની હોરર ફિલ્મોની સૌથી ડરામણી ઢીંગલીનો ખિતાબ 'એનાબેલે' પાસે છે. જો કે મેઈનના આવ્યા બાદ હવે દર્શકો મેગનને વધુ ખતરનાક માની રહ્યા છે. હોલિવૂડમાં 'એનાબેલે' સિવાય પણ ઘણી હોરર ફિલ્મો છે, જેમાં દર્શકોને ડરાવવા માટે ગુડ્ડે-ગુડિયા ઉપરાંત જોકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

હોલિવૂડની હોરર ડોલ્સે બોલિવૂડમાં 'પાપી ગુડિયા' બની
બોલિવૂડમાં પણ ઘણી હોરર ફિલ્મો બને છે. બોલિવૂડની કેટલીક હોરર ફિલ્મોને બાદ કરતાં મોટાભાગની ફિલ્મો મજાકનું પાત્ર બની જાય છે. તેમાં સર્જાયેલા હોરર પાત્રો ઓછા ડરાવે છે અને દર્શકોને વધુ હસાવે છે. વર્ષ 1996માં કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ 'પાપી ગુડિયા' સાથે આવી હતી. જેમાં વિલન લોકોને મારવા માટે ઢીંગલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના એક વર્ષ પહેલા 'ખિલૌના બના ખલનાયક' નામની ફિલ્મ આવી હતી. તે મરાઠી હોરર ફિલ્મની રિમેક હતી. જેમાં દર્શકોને ડરાવવા માટે ઢીંગલીને બદલે જોકરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આવો જાણીએ લોકપ્રિય ભારતીય હોરર ફિલ્મો વિશે જેનાથી જે દર્શકો ડરી જાય
હિન્દી સિનેમાની પહેલી હોરર ફિલ્મ વર્ષ 1935માં બની હતી. આ ફિલ્મનું નામ છે 'શાદી કી રાત' હતું. પરંતુ 1949માં અશોક કુમાર અને મધુબાલા સ્ટારર ફિલ્મ 'મહલ'ને વાસ્તવિક હોરર ફિલ્મ માનવામાં આવે છે. આ બાદ 'બીસ સાલ બાદ', 'ગુમનામ', 'ભૂત બંગલા', 'વો કૌન થી' જેવી ફિલ્મો દર્શકોને ડરાવવામાં સફળ રહી હતી. દર વર્ષે એક યા બીજી ફિલ્મ હોરર ફિલ્મની શૈલીમાં આવે છે પરંતુ માત્ર થોડી જ દર્શકોને ડરાવવામાં સફળ થઇ શકી છે. IMDB એ લોકપ્રિય ભારતીય હોરર ફિલ્મોની યાદી તૈયાર કરી છે. તે યાદી અનુસાર, 'બુલબુલ', 'તુમ્બાડ', 'રિવાઇવિંગ', 'રાઝ', 'પિઝા', 'રાગિની એમએમએસ', 'સ્ત્રી', 'ઘોસ્ટ સ્ટોરીઝ', 'પરી', 'રાઝ ધ મિસ્ટ્રી કન્ટીન્યુ', 'નિશબ્ધામ', 'માયા','કાલ' જેવી ફિલ્મો છે.