ખાન-પાનની આદતને લઇને આપણો વ્યવહાર એટલો કેઝ્યુઅલ થઈ ગયો છે કે આપણે કંટ્રોલ કરી શકતા નથી. આપણે હેલ્ધી ફૂડ હેબિટ અંગે પણ ભૂલી ગયા છીએ. કારણ કોઈપણ હોય દરેક વ્યક્તિ પોતાના વધતા વજનને લઈને પરેશાન છે.
યોગ ટ્રેનર સુમિત શર્માએ આવા જ ત્રણ યોગાસન અંગે જણાવ્યું, જેને દરરોજ 20 મિનિટ કરવાથી પેટમાં જામેલી ચરબી ઘટશે અને પેટ એકદમ સ્લિમ દેખાશે.
1. ભેકાસનઃ ટમીને ઘટાડવામાં કારગર
ઝડપથી ટમીને ઘટાડવા ઇચ્છો છો, તો ભેકાસન સૌથી લાભદાયક આસન છે. તેને કરવા માટે મેટ ઉપર પેટના બળે સૂઇ જવું. હવે હાથના કાંડાની મદદથી ધીમે-ધીમે માથું ઉપર કરવું. હવે જમણાં ઘૂંટણને ધીમે-ધીમે વાળો અને બંને હાથ વડે ડાબા પગને પકડીને સાથળ સુધી લઈ જાવ. હવે છાતીને ધીમે-ધીમે ઉપર તરફ ઉઠાવો અને ઊંડો શ્વાસ લઇને આ આસનમાં 45 થી 60 સેકેન્ડ સુધી આ પોઝમાં રહો. આ આસન દરરોજ 2 થી 3 વખત કરો.
2. ભજુંગાસનઃ પેટની ચરબી સરળતાથી ઘટશે
આ આસનના અભ્યાસથી પેટની માંસપેશીઓ મજબૂત થાય છે, જેથી પેટની આસપાસ જામેલી ચરબી સરળતાથી ઘટે છે. આ આસન કરવા માટે પેટના બળે સૂઇ જવું અને પોતાની હથેળીઓને નીચે મેટ ઉપર રાખો. ઊંડો શ્વાસ લઈને શરીરના આગળના ભાગને ઉપર લઈ જાવ અને લગભગ 10 થી 20 સેકેન્ડ સુધી આ સ્થિતિમાં રહો. આ આસન દરરોજ 6 થી 7 વાર કરો.
3. મલાસનઃ ગેસ અને કબજિયાતથી છુટકારો
આ આસનનો સતત અભ્યાસ કરવાથી પેટ અને કમરની માંસપેશીઓમાં દુખાવો થાય છે. તેનાથી ગેસ અને કબજિયાતની પરેશાનીઓથી છુટકારો મળે છે. તેને કરવા માટે ઘૂંટણને વાળીને બેસી જાવ. હવે બંને હાથની કોણીને ઘૂંટણ ઉપર ટેકવો અને હથેળી વડે નમસ્કાર કરો. તે પછી ધીમે-ધીમે શ્વાસ અંદર લો અને બહાર કાઢો. આ આસનને ત્રણથી ચાર વખત ઓછામાં ઓછી 10 મિનિટ સુધી કરો.
ડાયટ સુધારવું જરૂરી
જો તમે જલ્દી તમારા વધતા પેટને ઘટાડવા ઇચ્છો છો તો તેના માટે પોતાના ડાયટને સુધારવાની જરૂર છે.
તમારે દરરોજ લીલા શાકભાજીઓનું સેવન કરવું જોઈએ. તમે બટર અને ક્રિમ વિના દૂધી, બ્રોકલી, બીન્સ, મટર જેવા શાકભાજીને ઉકાળીને કે સૂપમાં મિક્સ કરીને સેવન કરી શકો છો. જો તમે રોજ આ આસનને કરી રહ્યા છો તો તમારે સલાડનું સેવન કરવું જોઈએ. ઇચ્છો તો સલાડમાં પનીર મિક્સ કરી શકો છો, કેમ કે પનીરમાં પ્રોટીનની માત્રા વધારે રહે છે. રોજ સવારે જાગીને સૌથી પહેલાં નવશેકા પાણીનું સેવન કરો. રાતે 8 થી 9 વાગ્યા સુધી ડિનર કરી લેવું અને કોશિશ કરો કે ડિનરમાં ઓછી કેલોરીવાળું ભોજન હોય.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.