અહો આશ્ચર્યમ!:જોડિયા બાળકીઓનાં જન્મ વચ્ચે ત્રણ દિવસનું અંતર, ડોકટરે કહ્યું - આ અનોખો કેસ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જોડિયા બાળકો જ જન્મ વચ્ચે 1થી 2 મિનિટનું અંતર હોય છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે, કોઈ જોડિયા બાળકોના જન્મ વચ્ચે ત્રણ દિવસનું અંતર હોય શકે? આ પ્રકારનાં કેસ બહુ જ ઓછા જોવા મળે છે. અમેરિકામાં ટેક્સાસમાં એક મહિલા સાથે પણ આ પ્રકારની ઘટના ઘટી છે. આ મહિલાએ ત્રણ દિવસના અંતરે બે બાળકીઓને જન્મ આપ્યો હતો.

3 દિવસના અંતરે બે બાળકીઓનો જન્મ
કાર્મેન માર્ટિનેક્સ કહે છે કે, તેની પહેલી દીકરીનો જન્મ 7 માર્ચ અને બીજી દીકરીનો જન્મ 10 માર્ચના રોજ થયો હતો. કાર્મેન કહે છે કે, ગેબીનો જન્મ 24 અઠવાડિયાં અને ચાર દિવસે અને જયારે બેલાનો જન્મ 25 અઠવાડિયે થયો હતો.

એક જ બાળકીની તસ્વીર જોઈને ઘરના લોકો ડરી ગયા
માતાએ કહ્યું હતું કે, 'અમે તુરંત જ કોઈને ફોન કર્યો ના હતો કારણકે અમને ખબર હતી કે શું થવાનું હતું. જયારે અમે અમારા પરિવારજનોને ફોન કરીને ગેબીની તસ્વીર મોકલી તો, બધી જ લોકો ડરી ગયા હતા કારણકે અલ્ટ્રાસાઉન્ડ ટ્વીન્સ જોવા મળી રહ્યા હતા, પરંતુ તસ્વીરમાં તો એક જ બાળકની તસવીર હતી. બાદમાં પરિવારનાં લોકોને જાણ કરી હતી કે, એક જ બાળકનો જન્મ થયો છે, હજુ એક બાળકનો જન્મ થવાનો બાકી છે.'

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બંને નવજાત બાળકીઓને એનઆઈસીયૂમાં રાખવામાં આવી
હોસ્પિટલના ડોક્ટર જેમ્સ એલ ટૈડવિકે, જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના મારી કારકિર્દીમાં એક જ વાર જોઈ છે. આ અસામાન્ય ઘટના છે. ગેબી અને બેલાના બચવાની સંભાવના ફક્ત 30 ટકા જ હતી. હવે તો આ બાળકીઓ ત્રણ મહિનાની થઇ ચુકી છે. બાળકીઓને હજુ થોડા સમય સુધી એનઆઈસીયુમાં રાખવામાં આવશે જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે. ગેબીના જન્મ બાદ એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. આ બાદ કાર્મેનને સલાહ આપવામાં આવી હતી કે, બીજા બાળકને જન્મ આપવામાં સમય લગાડે તેથી તેની બચવાની સંભાવના વધી શકે.