અત્યાર સુધી તમે આદિમાનવ જીવનચર્યા વિશે વાર્તામાં જ સાંભળ્યું હશે પરંતુ ઈંગ્લેન્ડની એક યુવતી કળિયુગમાં આદિમાનવો જેવું જીવન જીવે છે. તે પશુઓનો શિકાર કરી તેમાંથી ભોજન તૈયાર કરે છે એટલું જ નહિ તેમનાં હાડકાંઓનો ઉપયોગ હથિયાર બનાવવામાં કરે છે.
34 વર્ષીય સારા નામની યુવતી દિવસે તો સામાન્ય જ હોય છે પરંતુ રાત પડે તે આદિમાનવ બની જાય છે. રાતે તે શિકાર પર નીકળી પડે છે. તેના રસ્તામાં જે પણ પશુઓ આવે તેનો તે શિકાર કરે છે. તે ઉંદર, કબૂતર, ખિસકોલી, હરણ જેવા પશુ-પક્ષીનો શિકાર કરી તેનું ભોજન કરે છે. આ પશુઓના ચામડીનો ઉપયોગ પણ તે કરે છે. સારાના ફ્રીઝરમાં હરણ જેવા પશુઓ સ્ટોકમાં રહે છે. આધુનિક યુગમાં આવું જીવન જીવતી સારાને લોકો 'આદિમાનવ' નામે બોલાવે છે.
સવારે સ્કૂલમાં શિક્ષક અને રાતે શિકારી બની જાય છે
સારા એક શિક્ષિકા છે. તે સ્કૂલમાં બાળકોને ઈતિહાસ વિષયનો અભ્યાસ કરાવે છે. સાથે જ બાળકોને તે સર્વાઈવલ સ્કિલ્સ પણ શીખવાડે છે. તે બાળકોને અભ્યાસ સાથે પશુઓનો શિકાર કેવી રીતે કરવો તે પણ શીખવાડે છે.
બાળપણથી આદિમાનવ લાઈફસ્ટાઈવ જીવવાનો શોખ
સારા સામાન્ય યુવતીની જેમ શૉપિંગ પર પણ જાય છે. શહેરમાં તેનું ઘર પણ છે, પરંતુ સારાને જંગલ વધુ પસંદ છે. સારા શિકાર કરેલા પશુઓના ચામડીનો ઉપયોગ તેની પર્સનલ વસ્તુઓ બનાવવા માટે કરે છે. સારા બાળપણથી જ આદિમાનવ જેવી લાઈફસ્ટાઈલ જીવવા માગતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.