• Gujarati News
  • Lifestyle
  • This Young Man From Indonesia Married A Cooker And Divorced Her In 4 Days, Saying 'bye Bye' As The Cooker Only Cooks Rice.

વિચિત્ર પ્રેમ:ઈન્ડોનેશિયાના આ યુવકે કૂકર જોડે લગ્ન કરી 4 જ દિવસમાં છુટાછેડા આપી દીધા, કૂકર માત્ર ભાત જ રાંધતું હોવાથી તેને 'બાય બાય' કહી દીધું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોઈરુલ અનામ નામના વ્યક્તિએ કૂકર જોડે લગ્ન કરી ડિવોર્સ આપ્યા
  • કૂકર ભાત રાંધ્યા સિવાયનું કોઈ કામ ન કરતું હોવાથી તેણે છુટાછેડા આપ્યા
  • વિધિવત અને કાયદાકીય રીતે કરેલા લગ્નનો 4 જ દિવસમાં અંત આવ્યો

લગ્ન માટે પાર્ટનર હોવો જરૂરી છે પરંતુ આધુનિક યુગના આધુનિક લોકો હવે પોતાની જાત સાથે લગ્ન કરી રહ્યા છે. પરંતુ ઈન્ડોનેશિયાના એક વ્યક્તિએ તો હદ વટાવી દીધી. તેણે પોતાના કિચન અપ્લાયન્સ સાથે લગ્ન કર્યા. નવાઈની વાત તો એ છે કે તેણે લગ્ન કર્યાના 4 દિવસ બાદ ડિવોર્સ પણ આપી દીધા.

માત્ર ભાત રાંધતું હોવાથી 'ડિવોર્સ'
ખોઈરુલ અનામે ઉત્સાહમાં આવી કૂકર જોડે લગ્ન તો કર્યા પરંતુ 4 દિવસમાં તેનો પ્રેમ હવા હવાઈ થઈ ગયો. 4 દિવસે તેને જ્ઞાન થયું તે તેનો પાર્ટનર સારી રસોઈ બનાવ્યા સિવાયનું કોઈ જ કામ કરવા માટે સક્ષમ નથી. કૂકર માત્ર ભાત રાંધતું હોવાથી તેણે કૂકર સાથે ડિવોર્સ કરવાનો નિર્ણય લીધો.

કૂકરને દુલ્હનની જેમ સજાવેલું
અનામને પોતાના કૂકર પ્રત્યેનો તેનો પ્રેમ એટલો અનહદ હતો કે તેણે કૂકર સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાના પાર્ટનર વિશે લખ્યું કે, 'ફેર, વધારે વાત ન કરવી અને સારું કૂકિંગ કરે છે' આ 3 તેની ખાસિયતો છે. લગ્નમાં તેણે કૂકરને દુલ્હનનો શણગાર કરેલો.

લીગલી મેરેજ કર્યાં
કૂકર જોડે લગ્ન કરવા તેણે કાયદેસર કાગળિયા પણ કરાવ્યા હતા. કૂકર જોડે લગ્ન કરતાં સમયે તેને કિસ પણ કરી છે, પરંતુ ધામધૂમથી લગ્ન કર્યા બાદ તેણે કૂકરને છૂટાછેડા આપી દીધા.

અન્ય સમાચારો પણ છે...