• Gujarati News
  • Lifestyle
  • This Young Lady Will Marry A Lesbian Friend And Boyfriend, Have Been In A Relationship For 3 Years, All Three Are Dating Each Other

અમેરિકા:આ યુવતી લેસ્બિયન મિત્ર અને બોયફ્રેન્ડની સાથે લગ્ન કરશે, 3 વર્ષથી રિલેશનશિપમાં છે, ત્રણેય એકબીજાને સાથે ડેટ કરે છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક યુવતી પોતાના બે મિત્રોની સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેમાંથી એક મિત્ર લેસ્બિયન છે અને બીજો તેનો બોયફ્રેન્ડ છે. ત્રણેય એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ યુવતીનું નામ એંજેલ બેલી છે, જે અમેરિકાની રહેવાસી છે. તેનો બોયફ્રેન્ડ ટાયલર હેઝ છે. હવે આ વિચિત્ર રિલેશનશિપના કારણે તે ઘણી ચર્ચામાં છે.

યુવતીએ જાતે પોતાની કહાની શેર કરી છે. રિપોર્ટના અનુસાર, આ ત્રણેય આ સમયે રિલેશનશિપમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

યુવતી તેની મિત્ર અને તેના બોયફ્રેન્ડ સાથે એક જ સમયે લગ્ન કરશે.
યુવતી તેની મિત્ર અને તેના બોયફ્રેન્ડ સાથે એક જ સમયે લગ્ન કરશે.

બંને માટે એક જ જેવી લાગણી છે
યુવતીએ જણાવ્યું કે તે યુવકને એ જૂન 2018માં ટિંડર પર મળી હતી. તે સમયે તે પોતાની કોલેજની મિત્રની સાથે રિલેશનશિપમાં હતી. તેણે તે યુવક સાથે પણ પ્રેમ થઈ ગયો અને પછી ત્રણેય એક સાથે રિલેશનશિપમાં રહેવા લાગ્યા. એંજેલ પોતાના બોયફ્રેન્ડ પહેલા પોતાની મિત્ર સેમની સાથે રહેતી હતી. એંજેલે એક નિવેદનમાં જણાવ્યું કે સેમ અને ટાયરલ માટે તેની લાગણી એક જેવી જ છે.

ટૂંક સમયમાં ત્રણેય લગ્ન કરવાના છે
મે 2022માં એંજેલ અને ટાયલરના લગ્ન થઈ રહ્યા છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે સેમની સાથે પણ ટૂંક સમયમાં એંજેલ લગ્ન કરી શકે છે. એંજેલે કહ્યું કે, અમે ત્રણેય ઘણા ખુશ છીએ. પહેલા અમે એકબીજાની સાથે દિલ ખોલીને વાત કરવાથી ડરતા હતા, પરંતુ હવે અમારો સંબંધ મજબૂત થઈ ગયો છે. હવે હું બંને વિશે વિચારું છું અને હવે અમે ત્રણે સાથે ડેટ પર જઈએ છીએ.

2018થી એકબીજાને ડેટ કરી રહ્યા છે
26 વર્ષીય એંજેલ બેલી અને 29 વર્ષીય ટાયલર હેઝે જૂન 2018માં ટિંડર પર મળ્યા બાદ એક બીજા સાથે ડેડિંગ શરૂ કર્યું અને એપ્રિલ 2021માં 23 વર્ષીય સેમ વિકની સાથે રિલેશનશિપમાં આવી ગઈ. બેલી પોતાના મિત્રને કોલેજ સમયથી ઓળખતી હતી. યુવતીએ જણાવ્યું કે, સમયાંતરે ક્યારેક ક્યારેક સંબંધોમાં તકરાર પણ થતી.

એકબીજાના માટે સમય મુજબ સમય પસાર કરે છે
આ ત્રણેયે એપ્રિલમાં બે બેડરૂમવાળા ઘરમાં જવાનો નિર્ણય કર્યો. આ ત્રણેય ક્યારેય પણ એકબીજાની સાથે એક સમયમાં ત્રણ દિવસથી વધારે નથી રહ્યા, પરંતુ સાથે રહેવાની રાહ જોતા હોય છે. એંજેલે જણાવ્યું કે, સેમ અને હું સોમવારથી શુક્રવાર સુધી એક બેડરૂમમાં રહીએ છીએ, જ્યારે ટાયલર કામ પર હોય છે તો તે બીજા રૂમમાં સૂવે છે.