રશિયાની 24 વર્ષની મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અનાસ્તાસિયા સેબુલસ્કાએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તેણે કેવો છોકરો જોઈએ છે. તેની ડિમાન્ડ જાણ્યા પછી સોશિયલ મીડિયા પર તેણે પ્રપોઝ કરનાર લોકોની લાઈન લાગી ગઈ. તેમજ કેટલાક યુઝર્સે કહ્યું કે, તેની ડિમાન્ડ વધારે છે. અનાસ્તાસિયાના ઈન્સ્ટાગ્રામ પર 4.5 લાખથી વધુ ફોલોઅર્સ છે, જેમાંથી મોટાભાગના ભારતના છે.
4.5 લાખથી વધુ ફોલોઅર્સ
અનાસ્તાસિયાના 4.5 લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. અનાસ્તાસિયા પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતી છે. ભારતમાંથી તેના ફોલોઅર્સની સંખ્યા વધારે છે.
રાજકુમારીની જેમ ટ્રીટ કરવી પડશે
અનાસ્તાસિયાએ પોતાની એક તસવીર પોસ્ટ કરતા લખ્યું કે, હું માત્ર તે વ્યક્તિને પ્રેમ કરવા માગુ છું, જે મને લઈ ઘણો પેશનેટ હોય. તે વ્યક્તિને મારા નામનું ટેટુ બનાવવું પડશે. જ્યારે હું થાકી જઈશ તો તેને મારો મેકઅપ પણ કાઢવો પડશે. એટલું જ નહીં જ્યારે એરપોર્ટ પર જઈશ તો તેને મારી બેગ-લગેજ વગેરે કેરી કરવી પડશે. મારી સાથે રાજકુમારીની જેમ વર્તવું પડશે. જેટલો પ્રેમ હું તેને કરીશ એટલો પ્રેમ તેને કરવો પડશે.
મોડલની પોસ્ટ પર શું કહ્યું યુઝર્સે?
મોડલની તે પોસ્ટ પર હજારો યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. ઘણા યુઝરે લખ્યું કે, તેઓ આવું કરવા માટે તૈયાર છે, તેમજ કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું કે, તેની ડિમાન્ડ વધારે છે. એક યુઝરે કહ્યું- હું છું ને, મારા પર વિશ્વાસ કરો. સોશિયલ મીડિયા પર મોડલના વીડિયોને લગભગ 2.5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
ઘણી બ્રાન્ડ્સનો પ્રચાર કરે છે અનાસ્તાસિયા
અનાસ્તાસિયાનો જન્મ મિન્સ્ક, બેલારુમમાં થયો છે અને તેણે એક ચીનની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. હવે તે થાઈલેન્ડમાં રહે છે અને ત્યાં મોડલિંગ કરે છે. અનાસ્તાસિયા સેબુલસ્કાના માતા-પિતા વિશે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. તે યુટ્યુબ પર વીડિયો પણ બનાવે છે. તે વિવિધ બ્રાન્ડ્સની સાથે કામ કરે છે અને તેનો પ્રચાર કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.