શું કોઈ નિર્જીવ વસ્તુને પ્રેમ કરી શકે છે અને તે પણ એટલો કે તેની સાથે લગ્ન કરવાનું પણ વિચારી લે. જો તમને લાગતું હોય કે આ એક મૂર્ખતાભરી વાત છે, તો આ ખોટું નથી. જર્મનીમાં એક યુવતીને પોતાના રમકડાથી એટલો પ્રેમ થઈ ગયો કે તે તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. તે મહિલા છ વર્ષથી તે પ્લેનની સાથે ડેટિંગ કર્યા પછી લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહી છે.
પ્લેનની સાથે મહિલા લગ્ન કરી રહી છે
આ કિસ્સો જર્મનીની સારા રોડો નામની એક મહિલાનો છે, જેની ઉંમર 30 વર્ષ છે. સારાને બોઈંગ 737-800 પ્લેનથી ઘણો પ્રેમ છે, તેથી તેણે એક નિકનેમ પણ આપ્યું છે તે તેને જર્મનમાં 'ડિકી' બોલાવે છે, જેનો અર્થ ડાર્લિંગ થાય છે. સારા 737-800 પ્લેનને દુનિયાનું સૌથી સુંદર અને આકર્ષક એરક્રાફ્ટ માને છે. આ વિમાને તેનું દિલ જીતી લીધું છે. વર્ષ 2013 નવેમ્બરમાં સારા પહેલી વખત આ પ્લેનમાં બેઠી હતી, જેના પછી તેને મહેસૂસ થયું કે તેને પ્લેનથી પ્રેમ થઈ ગયો છે.
પ્લેનની સાથે સૂવે છે સારા
સારાએ પ્લેનનું એક નાનું મોડલ બનાવીને રાખ્યું છે. જેને ગળે લગાડીને તે રાતે સૂઈ જાય છે. તેનું કહેવું છે કે, આ એક નોર્મલ રિલેશનશિપ છે. તે બંને એક સાથે સાંજે ફરવા જાય છે. સારાના પરિવારને આ રિલેશનશિપથી કોઈ વાંધો નથી.
વિચિત્ર બીમારીથી પીડિત છે મહિલા
ધ સન વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, સારા પહેલા પુરુષોની સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ તે સંબંધો લાંબા સમય સુધી ટક્યા નહીં તો તેણે નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરવાનું શરૂ કર્યું. સારાને પહેલા ટ્રેન સાથે પ્રેમ થયો હતો. સારાના પ્લેનની સાથે રિલેશનશિપ હોવાને ઓબ્જેક્ટોફિલિયા નામની સમસ્યાથી ઓળખવામાં આવે છે, જેનાથી પીડિત વ્યક્તિ નિર્જીવ વસ્તુઓની સાથે રોમેન્ટિક સંબંધ રાખે છે.
મિત્રોનો સપોર્ટ મળે છે
સારાએ જણાવ્યું કે, મારા પ્લેનનું નામ ડિકી છે. હું તેને ઘણો પ્રેમ કરું છું. મને સૌથી વધારે તેના વિંગ્સ અને એન્જિનથી પ્રેમ છે. ઘણા લોકો પ્લેન પ્રત્યે મારા લગાવને સમજી નથી શકતા, પરંતુ મારા મિત્રો મને સમજે છે અને મને આ સંબંધને આગળ વધારવા માટે મોટિવેટ પણ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.