• Gujarati News
  • Entertainment
  • This Year Alia, Kangana, Vidya Will Make A Splash With Their Acting ... And Manushi Chhillar Will Make Her Debut

સ્ત્રી કેન્દ્રિત ફિલ્મો:આ વર્ષે આલિયા, કંગના, વિદ્યા પોતાની એક્ટિંગથી ધૂમ મચાવશે... તેમજ માનુષી છિલ્લર ડેબ્યુ કરશે

રાધા તિવારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘બધાઈ દો’એક ફેમિલી ડ્રામા છે

કોરોના મહામારીના કારણે વર્ષ 2021માં મોટાભાગના થિયેટર બંધ રહ્યા હતા. હવે ધીમે ધીમે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાટા પર આવી રહી છે. જ્યાં સુધી મહિલા પ્રધાન ફિલ્મોની વાત કરીએ તો વર્ષ 2022માં તેનું લાંબુ લિસ્ટ છે. આ વર્ષે રિલીઝ થનારી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ, જેની રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે...

1. રાધે શ્યામ
રાધા કૃષ્ણ કુમાર નિર્દેશિત ફિલ્મ ‘રાધે શ્યામ’માં બાહુબલી ફેમ પ્રભાસ અને પૂજા હેગડે લીડ રોલમાં છે. રોમેન્ટિક ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાની શરૂઆતમાં OTT પર રિલીઝ થઈ રહી હતી. પરંતુ દેશમાં કોવિડના વધતા કેસના કારણે તેની રિલીઝ થવાની તારીખ પણ લંબાવી દેવામાં આવી છે. ફિલ્મના ટાઈટલથી જ ખબર પડી જાય છે કે આ મહિલા કેન્દ્રિત કહાની રહેશે. તેની તુલના રાધા અને કૃષ્ણની ક્યારેય ન ભૂલી શકાય તેવી પ્રેમ કથા સાથે પણ કરવામાં આવી છે.

2. સંયોગિતાના વિષય પર કેન્દ્રિત છે ‘પૃથ્વીરાજ’
સંયોગિતા અને પૃથ્વીરાજના પ્રેમ પ્રસંગને સાહિત્ય અને ઈતિહાસમાં જોયો છે. હવે આ વિષય પર ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે. ‘પૃથ્વીરાજ’ ટાઈટલ હોવા છતાં ફિલ્મની કહાની સંયોહિતાની આસપાસ ફરે તેવી શક્યતા છે. ફિલ્મમાં સંયોગિતાની ભૂમિકા ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર નિભાવી રહી છે. ફિલ્મને આદિત્ય ચોપરા પ્રોડ્યુસ કરી રહ્યા છે. જો કે, તેમાં લીડ રોલમાં અક્ષય કુમાર છે.

3. મહિલા પીટી ટીચર પર બનેલી ‘બધાઈ દો’
રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘બધાઈ દો’એક ફેમિલી ડ્રામા છે. તેને હર્ષવર્ધન કુલકર્ણીએ ડાયરેક્ટ કરી છે. જો બધું બરાબર રહ્યું તો આ ફિલ્મ આ વર્ષે જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં રિલીઝ થશે. ભૂમિ પેડનેકર ફિલ્મમાં એક સ્કૂલની પીટી ટીચરની ભૂમિકા નિભાવી રહી છે. ભૂમિ જણાવે છે કે, મેં અગાઉ મારી ફિલ્મોમાં ઘણી અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે, પરંતુ ‘બધાઈ દો’માં મારું પાત્ર ખરેખર ખાસ છે. મને પહેલી વખતમાં જ સ્ક્રિપ્ટ પસંદ આવી ગઈ હતી, કેમ કે તેનો સબ્જેક્ટ ઘણો રિલેવન્ટ હતો.

4. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં મહિલા ડોનની ખાસ ભૂમિકા
લોકપ્રિય ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’સંપૂર્ણપણે સ્ત્રી કેન્દ્રિત ફિલ્મ છે. તેમાં આલિય ભટ્ટ લીડ રોલ નિભાવી રહી છે. 18 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં એક મહિલા ડોનની કહાની છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એસ. હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’પર આધારિત છે. મહિલા પ્રધાન આ ફિલ્મની કહાની કાઠિયાવાડીના એક સામાન્ય પરિવારની છોકરીની આસપાસ ફરે છે.

5. મહિલાઓને ફાઈટર જેટ ચલાવવાનું શીખવશે ‘તેજસ’
કંગના રનૌતની ફિલ્મ 'તેજસ' એક સાહસી મહિલા ફાઈટર પાયલટની કહાની છે. તે ભારતીય વાયુસેના સાથે સંબંધિત એક એતિહાસિક ઘટનાથી પ્રેરિત ફિલ્મ છે, જે મહિલાઓને ફાઇટર એરક્રાફ્ટ ચલાવવાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દશેરાના દિવસે આ વર્ષે 5 ઓક્ટોબરે રિલીઝ થશે.

6. મિતાલી રાજ પર ફોકસ છે ‘શાબાશ મિતુ’
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં જાણીતું નામ મિતાલી રાજના જીવન પર રાહુલ ધોળકિયાએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. 'શાબાશ મિતુ' ટાઈટલ વાળી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં તાપસી પન્નુ છે. ફિલ્મમાં એક મહિલા હોવાની સાથે ક્રિકેટની દુનિયામાં પોતાને સ્થાપિત કરવાના વિષય પર ફિલ્મની કહાની આધારિત છે.

7. માતા અને બાળકના સંઘર્ષની કહાની 'મિસીજ ચેટરજી વર્સિસ નોર્વે'
રાણી મુખર્જી, આશિમા છિબ્બરની ફિલ્મ 'મિસીજ ચેટરજી વર્સિસ નોર્વે'માં જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના સાથે સંબંધિત 2011ના નોર્વેના પ્રખ્યાત કેસ પર આધારિત છે, જેમાં નોર્વેમાં રહેતા ભારતીય કપલને તેમના બાળકોથી અલગ કરી દેવામાં આવે છે. જેણે પોતાના બાળક માટે એક દેશના કાયદા સામે લડવું પડ્યું. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકો અને માનવ અધિકારોને હચમચાવી દીધા હતા. આ ફિલ્મ આ વર્ષે મેમાં રિલીઝ થશે.

8. ‘ધાકડ’ સૌથી મોંઘી ફિમેલ એક્શન ફિલ્મ હશે
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' નું નામ પણ 2022માં રિલીઝ થનારી ફિલ્મોમાં સામેલ છે. આ એક્શન થ્રિલર છે, જે 8 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે. તે સૌથી મોંઘી મહિલા સેન્ટ્રિક એક્શન ફિલ્મ હોવાનું કહેવાય છે. ફિલ્મનું બજેટ 100 કરોડની પાર છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ છે. તેને રજનીશ રાઝી ઘાઈએ ડાયરેક્ટ કરી છે.

9. બે મવાલીઓની કહાની દર્શાવે છે 'ધ રેપિસ્ટ'
'ધ રેપિસ્ટ' એક બોલિવૂડ ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન અપર્ણા સેન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં કોંકણા અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં છે. ‘ધ રેપિસ્ટ’ની કહાની બે મહિલાઓ વિશે છે, જે શિયાળાની ઠંડી રાત્રે પોતાના ઘરે બહાર ક્યાંકથી પરત ફરી રહી છે. ત્યાં તેમને બે મવાલી બાઈક સવાર છોકરાઓ તેમની છેડતી કરવાનો પ્રયાસ કરે છે. તે મહિલાઓ આ છોકરાઓને બાળક સમજીને ઠપકો આપે છે. પરંતુ બીજા દિવસે સવારે પોલીસને એક સુમસામ વિસ્તારમાં બે બેભાન મહિલાઓ મળે છે. તપાસ બાદ પોલીસને સમજવામાં વધુ સમય લાગતો નથી કે આ બળાત્કારનો મામલો છે.

10 બોડી શેમિંગ જેવા મુદ્દા ઉઠાવે છે ફિલ્મ
ફિલ્મ ‘ડબલ એક્સએલ’માં સોનાક્ષી સિન્હા અને હુમા કુરૈશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘ડબલ એક્સએલ’ સમાજમાં લાંબા સમયથી ચાલતા બોડીવેટ સ્ટીરિયોટાઇપ પર સવાલ ઉઠાવે છે. કહાની બે પ્લસ સાઈઝ મહિલાના હૃદયને સ્પર્શી જવાની છે. એક ઉત્તર પ્રદેશની છે અને બીજી નવી દિલ્હીની ગ્લેમરસ દુનિયાની છે. તે એવા સમાજ સામે લડી રહી છે જ્યાં સ્ત્રીની સુંદરતા અને આકર્ષણ તેના કદ પર આધાર રાખે છે. સોનાક્ષી અને હુમા હંમેશાં પોતાની 'સાઈઝ'ના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે.

11. મહિલાઓની વધતી ઉંમર, આકાંક્ષા, સપનાની કહાની ‘શર્માજી કી બેટી’
પ્રોડ્યુસર તાહિરા કશ્યપ નવા વર્ષમાં દિગ્દર્શક તરીકેની તેની પહેલી ફીચર ફિલ્મ ‘શર્માજી કી બેટી’ની સાથે દર્શકો સામે રજૂ કરશે. તાહિરા આ ફિલ્મની લેખક પણ છે. આ ફિલ્મ પોતે આધુનિક મધ્યમ-વર્ગની મહિલાઓના અનુભવો અને જીવનની ઝાંખીઓ કેપ્ચર કરે છે, જેમાં વધતી ઉંમર, આકાંક્ષાઓ, સપનાઓ, બ્રેકઅપ સહિત અન્ય પાસાઓને કોમેડી દ્વારા રજૂ કરવામાં આવશે.