• Gujarati News
  • Lifestyle
  • This Woman Married The Ghost Of Michael Jackson, Said Michael Always Comes To The Restroom With Me

અમેરિકા:માઈકલ જેક્સનના ‘ભૂત’ સાથે આ મહિલાએ કર્યાં લગ્ન, કહ્યું, ‘હું એની સાથે સેક્સ કરું તે માઇકલને પસંદ નથી!’

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેથલીનના અનુસાર, માઈકલ જેક્સનનું ‘ભૂત’ તેના શરીરની અંદર પ્રવેશે છે
  • સેક્સ્યુઅલ રિલેશન વિશે વાત કરતા કેથલીન જણાવે છે કે, તેને હજી સુધી માઈકલના ભૂતને સ્પર્શ કે કિસ નથી કરી
  • આ બહેન પોતાની જાતને સ્વર્ગસ્થ અભિનેત્રી મેરિલિન મનરોનો પુનર્જન્મ ગણાવે છે

સોશિયલ મીડિયાની દુનિયામાં દેશ-વિદેશના વિચિત્ર સમાચારો વાઈરલ થવામાં વધારે સમય નથી લાગતો. અમેરિકામાં રહેતી એક મહિલાના અજીબ દાવાથી સનસનાટી મચી ગઈ છે. હકીકતમાં કેથલીન રોબર્ટ્સ નામની આ મહિલાએ દાવો કર્યો છે કે તેણે પ્રખ્યાત દિવંગત ડાન્સર માઈકલ જેક્સનના ‘ભૂત’ સાથે લગ્ન કર્યાં છે. કેથલીનના કહેવા અનુસાર, માઈકલ જેક્સનનું ‘ભૂત’ બાકાયદા તેના શરીરની અંદર પ્રવેશે છે!

તમને ભૂતના અસ્તિત્વ પર વિશ્વાસ હોય કે ન હોય, પરંતુ કેટલાક લોકો પોતાની આસપાસ આત્મા કે સ્પિરિટ જેને આપણે સાદા શબ્દોમાં ‘ભૂત’ કહીએ છીએ, તેનું અસ્તિત્વ હોવાની વાત સ્વીકારે છે. ભૂતોની વાત આવે ત્યારે લોકોનો રસ આપોઆપ વધી જાય છે. ત્યારે મહિલાના આ દાવાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. અમેરિકામાં રહેતી કેથલીન રોબર્ટ્સે દાવો કર્યો છે કે જ્યારે પણ તે વોશરૂમમાં જાય છે ત્યારે માઈકલ જેક્સનનું ભૂત તેના શરીરમાં પ્રવેશી જાય છે અને ડાન્સ અને સિંગિંગ શરૂ કરે છે. તેણે આગળ કહ્યું, માઇકલ હંમેશાં મારામાં રહે છે, તેથી તે મારી સાથે રેસ્ટરૂમમાં પણ આવે છે અને આ ખાસ બોન્ડિંગ મોમેન્ટ્સ ટોઇલેટરીઝ બોલાવે છે. તે મારી સાથે ઘણી વાતો કરે છે.

સમગ્ર વિશ્વને જણાવ્યું ભૂત સાથે પોતાના સંબંધો વિશે
કેથલીન અહીં અટકતી નથી, કેથલીન જણાવે છે કે, માઇકલ જેક્સનનું ભૂત તેના શરીર દ્વારા પોતાની પસંદગીનું ખાવાનું પણ ખાય છે. સેક્સ્યુઅલ રિલેશન વિશે વાત કરતાં કેથલીન જણાવે છે કે, તેને હજી સુધી માઈકલના ભૂતને સ્પર્શ કે કિસ નથી કરી. મહિલાના જણાવ્યા અનુસાર તે માઈકલના ભૂત સાથે શારીરિક સંબંધ બાંધવા ઈચ્છતી હતી, પરંતુ માઇકલ કોઈ પણ કિંમતે તેની સાથે સેક્સ કરવા માટે સહમત ન હતો. ઘણી વખત આ મહિલાના જણાવ્યા મુજબ તેને ઘણીવાર માઇકલ સાથે સેક્સ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માઇકલ જેક્સનના ‘આત્મા’ને તે ગમ્યું નહીં.

માઈકલના ‘ભૂત’ આખી દુનિયામાં એને જ કેમ પસંદ કરી?
આ વિશે મહિલાએ જણાવ્યું કે, ભલે અમે કાયદેસર પતિ-પત્ની નથી, પરંતુ તેમને એકબીજાના સંબંધો પ્રત્યે દિલથી માન છે. તેના જીવનમાં ઉતાર -ચઢાવ છે, પરંતુ તે માઇકલને પ્રેમ કરવાનું બંધ કરી શકતી નથી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ મહિલા માને છે કે, તે પોતે મેરિલીન મનરોનો પુનર્જન્મ છે, જેના કારણે માઇકલના ભૂતે તેને પસંદ કરી!

પોતાને મેરિલીન મનરોનો અવતાર ગણાવે છે
કેથલીન રોબર્ટ્સ પહેલા પણ ચર્ચામાં આવી ચૂકી છે. તે સમયે તેણે દાવો કર્યો હતો કે તે પ્રખ્યાત વેટરન એક્ટ્રેસ મેરિલીન મનરોનો અવતાર છે. કેથલીન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને વીડિયો દ્વારા દાવા રજૂ કરતી રહે છે.