• Gujarati News
  • Lifestyle
  • This Woman Hates Germs To The Extent That She Rents A Supermarket For Shopping, Her Family Does Not Like To Dine In Restaurants

અમેરિકા:આ મહિલાને બેક્ટેરિયાથી એ હદે નફરત છે કે તે શોપિંગ કરવા માટે સુપરમાર્કેટ ભાડે લે છે, તેની ફેમિલી રેસ્ટોરાંમાં જમવાનું પસંદ કરતી નથી

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમા નામની મહિલાઓનો દાવો કે તેની ફેમિલી જર્મ્સ ફી લાઈફ જીવે છે
  • એમાની ફેમિલી પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કરતી નથી
  • એમાની ફેમિલી શ્રીમંત હોવાથી તેમને જર્મ્સ ફ્રી લાઈફસ્ટાઈલ પરવડે છે

કોરોના વાઈરસ આવ્યા બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. તો કેટલાક લોકો વધારે પડતાં સજાગ બની બીજા લોકો માટે મુશ્કેલી બની રહ્યા છે. અમેરિકામાં રહેતી એમા નામની મહિલા સ્વાસ્થ્ય પ્રત્યે એ હદે સજાગ છે કે તે શોપિંગ માટે આખું સુપરમાર્કેટ ભાડે ખરીદે છે, જેથી તેને બીજા લોકોના જર્મ્સ ન લાગે.

એમા અને તેના પતિએ સોશિયલ મીડિયા પર તેમની લાઈફ શેર કરી છે. તે પ્રમાણે તેઓ સુપરમાર્કેટમાંથી ખરીદી કરવા માટે તે જગ્યા ભાડે લે છે. આ કપલનો દાવો છે કે તેઓ જર્મ્સ ફ્રી લાઈફસ્ટાઈલ જીવે છે. આ કપલ એટલા હદે હેલ્થ કોન્શિયસ છે કે તેઓ હોલિડે પર પણ નથી જતા ઈવન તેઓ લોકોથી ભરચક રેસ્ટોરાંમાં જવાનું ટાળે છે.

એક અઠવાડિયાંમાં એક વાર સુપરમાર્કેટ ભાડે લે છે

એમા જણાવે છે કે તે સામાન્ય માણસ જેવી જ શૉપિંગ કરે છે. ફરક બસ એટલો હોય કે તેમના શોપિંગના સમયે આખા સુપરમાર્કેટમાં તેમના સિવાય માત્ર એક શોપકિપર હોય છે. આ કપલ તેમની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે અઠવાડિયાંમાં એક દિવસ 1 કલાક માટે સુપરમાર્કેટ ભાડે ખરીદે છે. આ ટાઈમિંગમાં સુપરમાર્કેટમાં તેમના સિવાય એક કર્મચારી જ હોય છે. અન્ય માણસો માટે આ સુપર માર્કેટ બંધ કરી દેવામાં આવે છે.

શ્રીમંત ફેમિલીના ઊંચા શોખ

એમા જણાવે છે કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે તેઓ જર્મ્સ ફ્રી લાઈફસ્ટાઈલ જીવે છે. તેના માટે તેઓ સુપરમાર્કેટ ભાડે લે છે. જોકે તેનું કારણ એ પણ છે કે આ કપલ શ્રીમંત છે. એમાનો પતિ 19 વર્ષનો હતો ત્યારે તેને એક લોટરી લાગી હતી. લોટરીની રકમ એટલી મોટી છે કે તેમણે કોઈ કામ કરવાની જરૂરિયાત લાગતી નથી.

એમાની ફેમિલીને જર્મ્સ પસંદ નથી
સોશિયલ મીડિયા પર એમાએ વીડિયો શેર કરતાં એક યુઝરે કહ્યું કે તમારી જર્મોફોબિક ફેમિલી કેવી અલગ રીતે જીવન પસાર કરે છે? આ સવાલ પર એમાએ જવાબ આપ્યો કે તેનું ફેમિલી જર્મોફોબિક નથી... બસ તેમને જર્મ્સ નથી ગમતા.

પબ્લિક ટોઈલેટનો ઉપયોગ નથી કરતા

એમાની ફેમિલી એ હદે હાઈજીન પ્રેક્ટિસ પાળે છે કે તેઓ પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કરતા નથી. ઈવન તેઓ હોટેલમાં પણ રોકાતા નથી. તેઓ કોઈ સગા સંબંધીઓના ત્યાં પણ રોકાતા નથી.

અન્ય સમાચારો પણ છે...