તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • This Woman Has Not Been Out Of The House For The Last 6 Years Due To Her Phobia, She Neither Laughs Nor Has Dinner Because Of Vomit's Phobia.

ઈંગ્લેન્ડ:આ મહિલા તેના વોમિટના ફોબિયાને કારણે છેલ્લા 6 વર્ષથી ઘરની બહાર નથી નીકળી, તે ન તો હસે છે ન તો ડિનર કરેે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડની 25 વર્ષીય એમાને 'ઈમેટોફોબિયા' છે
  • ફોબિયા ધરાવતી વ્યક્તિને વોમિટ કરવા પર અને વોમિટિંગ થતી જોવા પર એન્ઝાયટી અટેક આવે છે
  • ફોબિયાને કારણે એમા ડિપ્રેશનનો શિકાર બની. તેને દિવસમાં 6 વખત પેનિક અટેક આવે છે

તમે અત્યાર સુધી અનેક પ્રકારના ફોબિયા ધરાવતા લોકો વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યુંકે કોઈને વોમિટથી ફોબિયા હોય અને આ ફોબિયાને કારણે તે 6 વર્ષ સુધી ઘરમાં જ લોકડાઉન હોય?! જી હા ઈંગ્લેન્ડની 35 વર્ષની એમા ડેવિસને 'ઈમેટોફોબિયા' છે. આ ફોબિયાને કારણે તેણે 6 વર્ષથી તેના ઘરની બહારની દુનિયા જોઈ નથી.

ઈમેટોફોબિયા
એમાને એક વિચિત્ર ફોબિયા છે. આ પ્રકારના ફોબિયામાં માણસને વોમિટિંગ અર્થાત ઊલટીનો ફોબિયા હોય છે. આ ફોબિયા ધરાવતી વ્યક્તિને વોમિટ કરવા પર અને વોમિટિંગ થતી જોવા પર એન્ઝાયટી અટેક આવે છે. સાથે જ બીમાર પડે છે. એમાનો આ ફોબિયા એટલી હદે છે કે તેની લાઈફ જ બદલાઈ ગઈ અને તેને ઘરમાં પૂરાઈ રહેવાના વારો આવ્યો.

ઘરમાં પણ એમાને પેનિક અટેક આવે છે
એમાને છેલ્લા 12 વર્ષથી આ તકલીફ છે, પરંતુ છેલ્લા 6 વર્ષમાં તેની હાલત ગંભીર બની છે. એમા ઘરમાં હોવા છતાં પણ તેને આ ફોબિયાને કારણે પેનિટ અટેક આવે છે.

ફોબિયાને કારણે ડિપ્રેશન

આ ફોબિયા તેના મગજમાં એટલી હદે ઘર કરી ગયો કે એમા ડિપ્રેશનનો પણ શિકાર બની. એમાનું ડિપ્રેશન એટલું વધી ગયું હતું કે તે પોતાના રૂમમાંથી પણ બહાર આવતી નહોતી. આ ફોબિયાએ તેની લાઈફ બદલી કાઢી હતી. એમા કહે છે કે આ માત્ર કોઈક વસ્તુથી ગભરાઈ જવાની બીમારી નથી. તે સતત મારા મગજમાં રહે છે અને એક એક મિનિટે તેની અસર થાય છે.

એમાને છેલ્લા 12 વર્ષથી આ ફોબિયા છે
એમા સ્કૂલિંગ બાદ નોકરી કરતી હતી. ત્યાં તેને પેનિક અટેક આવવાની શરૂઆત થઈ. નોકરી જવાની બસમાં પણ તેને પેનિક અટેક આવવા લાગ્યા. ના છૂટકે એમાએ નોકરી પણ છોડવી પડી. પરિસ્થિતિ એટલી વણસી કે એમાને સમય જતાં એક જ દિવસમાં 6 પેનિક અટેક આવવા લાગ્યા. એમાએ અનેક દવાઓ અને સાયકો થેરપી પણ લીધી પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહિ. એમાએ હવે ઘરમાં જ કેદ રહેવું પડી રહ્યું છે.

એમા ન તો હસે છે ના પ્રોપર ડાયટ લે છે
ફોબિયાની અસર એટલી ગંભીર બની કે પેનિક અટેકના ડરને લીધે તેણે હસવાનું બંધ કરી દીધું. એમાની આ મેડિકલ કન્ડિશનને કારણે તે સવારનો નાસ્તો અને ડિનર પણ સ્કિપ કરે છે. તેને સતત ભય સતાવતો રહે છે કે તેના ગળાંમાં કંઈક અટકી જશે અને તેને પેનિક અટેક આવશે.

એમાને એક 9 વર્ષનો દીકરો છે. એક માતા તેના બાળક સાથે જે પ્રકારની નોર્મલ લાઈફ સાથે જીવે એમા તેનો પણ આનંદ માણી શકતી નથી. તેનું એમાને દુ:ખ છે.