ઈંગ્લેન્ડની એક મહિલાની વિચિત્ર બીમારીને કારણે તેણે એક દિવસમાં 30 વખત વોમિટ કરવી પડે છે. છેલ્લાં 4 વર્ષથી મહિલાને આ બીમારી છે. આ બીમારીનું નામ 'ગેસ્ટ્રોપેરેસિસ' છે. બીમારીને કારણે તે સામાન્ય જીવનથી અળગી બની છે.
27 વર્ષની એમિલી વેબસ્ટર નામની મહિલાને આ વિચિત્ર બીમારી છે. 2016થી તે આ બીમારીથી પીડાય છે. શરૂઆતમાં ચેકઅપમાં ડૉક્ટર્સે તેને જણાવ્યું કે તેને પેટની કોઈ સામાન્ય બીમારી હશે. તેથી તે વોમિટ કર્યા કરે છે. જોકે હાઈ લેવલ ચેકઅપમાં તેની આ બીમારી સામે આવી હતી.
આ બીમારીમાં પેટ આંશિક રીતે પેરાસિસિસ થયેલું હોય છે. તેથી પેટ તમામ ભોજન પચાવી શકતું નથી. તેથી તેને વાંરવાર વોમિટ થાય છે. આવી વિચિત્ર બીમારીને કારણે એમિલી 6 વર્ષથી સામાન્ય જીવન જીવી શકી નથી.
સામાન્ય જીવનની આશા
આ વખતનું ક્રિસમસ એમિલી તેના ફ્રેન્ડ્સ સાથે ઉજવવા માગે છે. ઘણા વર્ષોથી તેણે ન તો ફ્રેન્ડ્સ સાથે એન્જોય કર્યું છે, ન કોઈના લગ્નમાં હાજરી આપી છે ન ક્રિસમસ સેલિબ્રેટ કર્યું છે.
આશાનું કિરણ
11 નવેમ્બરે એમિલીની સર્જરી થવાની છે. તેના પેટમાં ગેસ્ટ્રિક પેસમેકર મૂકવામાં આવશે. આ ડિવાઈસ તેનું પેટ સામાન્ય રીતે કામ કરે તેમાં મદદ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.