તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • This Woman Earns Millions Of Rupees By Giving Up Gas, People Call Her Fart Queen, That's All She Gets For A Video

અમેરિકા:આ મહિલા વાછૂટનો વીડિયો બનાવીને લાખો રૂપિયા કમાય છે! લોકો તેને ફાર્ટ ક્વીન કહે છે, એક વીડિયો માટે મળે છે લાખો રૂપિયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકાની એક મહિલા લશ બોટાનિકાએ પોતાના ફાર્ટ્સ ઓનલાઈન વેચીને $ 25,000 એટલે કે 18 લાખથી વધુની કમાણી કરી છે. - Divya Bhaskar
અમેરિકાની એક મહિલા લશ બોટાનિકાએ પોતાના ફાર્ટ્સ ઓનલાઈન વેચીને $ 25,000 એટલે કે 18 લાખથી વધુની કમાણી કરી છે.
  • ફાર્ટ વીડિયો બનાવીને એક દિવસમાં લગભગ 3 લાખ રૂપિયા કમાયા
  • ફાર્ટ એટલે કે વાછૂટના અવાજ માટે આવું કામ કરે છે
  • વાછૂટને વધુ પાવરફુલ બનાવવા માટે જાતભાતની સામગ્રી પણ ખાય છે

અમેરિકાની એક મહિલા લશ બોટાનિકા, જે એક યુટ્યુબર અને એડલ્ટ સ્ટાર પણ છે, તેને ખુલાસો કર્યો છે કે તેણે પોતાનાં ફાર્ટ્સ એટલે કે વાછૂટની વાસ મારતી પ્રક્રિયા ઓનલાઈન વેચીને $ 25,000 એટલે કે 18 લાખથી વધુની કમાણી કરી છે. ચેનલ 4ને એક ઈન્ટરવ્યુમાં લશે જણાવ્યું કે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો અને તેને ફાર્ટ વીડિયો બનાવવા કહ્યું.

ફાર્ટ વીડિયો દ્વારા લાખો રૂપિયા કમાયા
લશ બોટાનિકાએ એક યુટ્યુબમાં ખુલાસો કર્યો કે તે કેમેરા સામે ફાર્ટ કરવા તૈયાર નહોતી પરંતુ તેણે પ્રયત્ન કર્યો અને તેને પોઝિટીવ રિએક્શન મળ્યા. અન્ય લોકો દ્વારા પણ વીડિયો માટે ડિમાન્ડ થઈ, જેના માટે તેને લોકો પૈસા આપવા પણ તૈયાર હતા.

એક દિવસમાં લગભગ 3 લાખ રૂપિયા કમાયા
ચેનલ 4ના ઈન્ટરવ્યુમાં લશે ખુલાસો કર્યો કે, એક સમયે તેણે માત્ર ફાર્ટ વીડિયો બનાવીને એક દિવસમાં $4,000 એટલે કે લગભગ 3 લાખ કમાયા. લશે કહ્યું કે તેને આવું કરવા માટે પનીર જેવી ઘણી ડેરી પ્રોડક્ટ્સ ખાવાની જરૂર પડે છે. એક ફાર્ટ વીડિયો માટે તે $175 ડોલર એટલે કે 12000 રૂપિયા ચાર્જ કરે છે.

ફાર્ટના અવાજ માટે આવું કામ કરે છે
પોતાના એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના ફાર્ટ્સને લઈને ખુલાસો કર્યો કે તે પરમેસન ચીઝ (એક પ્રકારનું પનીર) ખાય છે જે ફાર્ટ્સને 'સલ્ફરી' બનાવે છે અને તે મોઝરેલા ચીઝ ખાય છે જેથી 'બબલી' અવાજ આવે છે.

લશે જણાવી અજીબ ઘટના
લશ બોટાનિકાએ પોતાના વિશે વધુમાં જણાવ્યું કે, તેને એક કસ્ટમરે લોલીપોપ પર ફાર્ટ કરવા માટે કહ્યું હતુ અને તેણે લોલીપોપ પર ફાર્ટ કરી હતી. એક કસ્ટમરે તો ટ્રેનના સેટ પર નાની મૂર્તિ પર ફાર્ટ કરવા માટે કહ્યું હતું. લશ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાના વીડિયો શેર કરતી રહે છે.