શૉકિંગ:આ મહિલા તેના પતિના અસ્થિની રાખનું દરરોજ સેવન કરે છે, 10 વર્ષમાં 19 કિલો વજન ઓછું કર્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં રહેતી કેસીને પત્નીના અસ્થિની રાખ ખાવાનું વ્યસન છે
  • અસ્થિની રાખનો સ્વાદ સડેલા ઈંડાં જેવો
  • પોતાના પતિની યાદો સાથે રહેવા અને ખુશ રહેવા માટે કેસી અસ્થિનું સેવન કરે છે

એક પત્ની માટે સૌથી મોટું દુ:ખ તેના પતિને હંમેશા માટે ગુમાવી દેવાનું હોય છે. પતિના મૃત્યુ બાદ તેના અહેસાસ માટે તેની યાદો સાથે જીવતી હોય છે પરંતુ અમેરિકાની 26 વર્ષીય કેસી જરાક હટ કે છે. પતિના મૃત્યુ બાદ કેસીએ તેની અનુભૂતિ માટે અને પોતીની જાતને ખુશ રાખવા માટે તેના પતિના અસ્થિની રાખ ખાવાનું શરૂ કર્યું.

કેસીએ તેના પતિ સાથે 2009માં લગ્ન કર્યા હતા. 2011માં અચાનક તેના પતિનું અસ્થમા અટેકમાં મૃત્યુ થવાથી કેસી ઘેરા આઘાતમાં હતી. પતિનો સાથ હંમેશા રહે તે માટે તેણે પતિના અસ્થિ ખાવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે આ તેની આદત બની ગઈ.

હંમેશાં અસ્થિ સાથે રાખે છે
TLCના માય સ્ટ્રેન્જ એડિક્શન પ્રોગ્રામમાં કેસીનું આ વિચિત્ર વ્યસન દુનિયા સામે આવ્યું હતું. કેસી એ હદે વ્યસની બની હતી કે તે શોપિંગ કરવા જાય કે મૂવીઝ જોવા તે હંમેશાં તેના પતિનો અસ્થિ કળશ લઈને જતી હતી. તે રોજ 6થી 7 વખત અસ્થિની રાખ ખાતી હતી.

અસ્થિનો સ્વાદ સડેલા ઈંડાં જેવો
અસ્થિની રાખ સ્વરૂપે રહેલા તેના પતિને કેસી જીવંત માની તેની સાખે હંમેશા રહેવા માગે છે. તે આંગળી વડે તેના પતિના અસ્થિની રાખ ચાટ્યા કરે છે. કેસી જણાવે છે કે આ રાખનો સ્વાદ સડેલા ઈંડાં જેવો લાગે છે.

કેસી જણાવે છે કે પતિનાં મૃત્યુ બાદ પતિની રાખ ખોરાક તરીકે લેવાથી તેણે આશરે 19 કિલોનું વજન ઉતાર્યું છે. જોકે કેસીને ચિંતા પણ છે કે આ અસ્થિ પૂરા થઈ ગયા બાદ તેનું શું થશે. તેણે હવે તેની આદત પર કન્ટ્રોલ રાખવો પડશે.

અન્ય સમાચારો પણ છે...