• Gujarati News
  • Lifestyle
  • This Will Help Scientists Understand, And Even Find Cures For, Disorders Like Schizophrenia And Autism.

ઉંદરમાં ‘માનવ મગજના કોષો’ ટ્રાન્સપ્લાન્ટ કર્યા:આ વૈજ્ઞાનિકોને સ્કિઝોફ્રેનિઆ અને ઓટિઝમ જેવા વિકારને સમજવામાં મદદ કરશે, ઇલાજ પણ મળી શકે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અમુક નવજાત ઉંદરોમાં ‘માનવ મગજના કોષો’ ટ્રાન્સપ્લાન્ટ કર્યા. તેનો મુખ્ય ધ્યેય સિઝોફ્રેનિયા અને ઓટિઝમ જેવા ગંભીર માનસિક વિકારોને સમજવાનો અને તેનો ઈલાજ શોધવાનો છે. હજુ સુધી સંશોધકો આ વિકારોની જટિલતાને યોગ્ય રીતે સમજી શક્યા નથી. આવું એટલા માટે કારણ કે, પ્રાણીઓ તેને અલગ રીતે અનુભવે છે અને માણસો પર આ પ્રકારનું સંશોધન કરવું જટિલ છે.

ઉંદરોમાં ન્યૂરો સર્કિટ વિકસિત થયા
નેચર જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચ મુજબ ઉંદરોમાં ‘માનવ મગજના કોષો’ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી આ બ્રેઈન સેલ્સ વિકસિત થયા. ઉંદરોના મગજમાં ન્યૂરો સર્કિટ ડેવલોપ થવા લાગ્યું. આ સર્કિટની મદદથી જીવ માહિતી મેળવશે. આ સર્કિટની મદદથી તે મૂવમેન્ટ કરશે, નવી-નવી વસ્તુઓ શીખશે અને તેને યાદ રાખશે. વૈજ્ઞાનિકોને આશા છે કે, આ રિસર્ચથી તેમને ખ્યાલ આવશે કે, કેવી રીતે બ્રેઈન સેલ્સની કનેક્ટિવિટી, એક્ટિવિટી અને મગજના કોષોના કદને કારણે લોકોમાં માનસિક બીમારીઓ ઉત્પન્ન થાય છે.

ઉંદરોના મગજમાં ન્યૂરો સર્કિટ ડેવલોપ થવા લાગ્યું
ઉંદરોના મગજમાં ન્યૂરો સર્કિટ ડેવલોપ થવા લાગ્યું

સંશોધનની મર્યાદા
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ સંશોધનની પોતાની મર્યાદાઓ પણ છે. ઉંદરોમાં વિકસિત થયેલ ન્યૂરલ સર્કિટ હાઈબ્રિડ છે. એનો અર્થ એવો થયો કે, ઉંદરોના મગજમાં માણસ અને પ્રાણી બંનેના સેલ્સ છે એટલે તેમના પર જે કંઈપણ રિસર્ચ થશે તેનાથી માણસને આવતી માનસિક સમસ્યાઓનું તત્કાલ સંપૂર્ણપણે સમાધાન તો નહી મળે. ઉંદરોનું મગજ એ માનવીય મગજને સંપૂર્ણપણે કોપી કરી શકતું નથી.

ઉંદરોના મગજમાં માણસ અને પ્રાણી બંનેના સેલ્સ છે એટલે તેમના પર જે કંઈપણ રિસર્ચ થશે તેનાથી માણસને આવતી માનસિક સમસ્યાઓનું તત્કાલ સંપૂર્ણપણે સમાધાન તો નહી મળે
ઉંદરોના મગજમાં માણસ અને પ્રાણી બંનેના સેલ્સ છે એટલે તેમના પર જે કંઈપણ રિસર્ચ થશે તેનાથી માણસને આવતી માનસિક સમસ્યાઓનું તત્કાલ સંપૂર્ણપણે સમાધાન તો નહી મળે

પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા પર પ્રશ્નો ઉઠ્યા
સંશોધનને લઈને હજુ પણ તર્ક-વિતર્ક ચાલુ છે. અમુક લોકોનું કહેવું છે કે, આ ઉંદરો પ્રત્યે ક્રૂરતા દર્શાવવામાં આવી રહી છે. તેમના મગજમાં કરવામાં આવી રહેલા આ પ્રકારના બદલાવ ભવિષ્યમાં તેમના માટે પીડાદાયક સાબિત થઈ શકે. ‘માનવ મગજના કોષો’ ઉંદરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના કારણે તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા પર પ્રભાવ પડી શકે. જો કે, રિસર્ચમાં સામેલ સંશોધનકર્તાઓનું કહેવું એમ હતું કે, સંશોધન દરમિયાન ઉંદરોની યાદશક્તિ પર કોઈપણ પ્રકારની વિપરિત અસર પડી નહોતી. આ ઉપરાંત તેમનામાં એન્ઝાઈટી જેવી કોઈ સમસ્યા પણ જોવા મળી નહોતી.