સામાન્ય રીતે આપણે લોકો એવું માની લઈએ છીએ કે, ઘરગથ્થુ ઉપચાર સ્કિન માટે ફાયદાકારક છે, પરંતુ આ સાચું નથી. DIY પણ સ્કિન માટે કયારેક નુકસાનકારક સાબિત થઇ શકે છે. બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવે છે કે, ઘરગથ્થુ ઉપચાર કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
જો તમે પણ કોઈ લાઇફસ્ટાઇલ મેગેઝીનમાં વાંચીને કે કોઈ પણ સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને ઘરગથ્થુ ઉપચાર કરતા હોવ તો પહેલાં તે જાણી લો કે આ ઉપચાર ક્યા પ્રકારની સ્કિનને શૂટ કરે છે? કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર કરતા પહેલાં સ્કિન ટાઇપને ધ્યાનમાં રાખીને જ આગળ વધો.
જે લોકોની સ્કિન ઓઈલી છે તે આ વાતનું ધ્યાન રાખો
જે લોકોની સ્કિન ઓઈલી છે તે લોકો તેમના ઓઈલી લુકને ઓછો કરવા માટે ચહેરાને વારંવાર સાબુ અને પાણીથી ધોતા રહે છે. પરંતુ ઓઈલી સ્કિનવાળા લોકોને નુકસાન થઇ શકે છે. વારંવાર સાબુથી ચહેરો ધોવાથી સ્કિનનું પીએચ બેલેન્ડ ખરાબ થાય છે, તેના કારણે સ્કિન પર ખીલ અને ફોલ્લીઓ થવાની સમસ્યા અનેકગણી વધી જાય છે.
તો હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ટ્વિથી ઓઈલી સ્કિન પર હેવી ક્રીમ લગાવવું ભારે પડી શકે છે. ખાસ કરીને જ્યારે ત્વચા પર ખીલ અથવા તો ફોલ્લીઓ હોય ત્યારે તો બિલકુલ ન લગાડવું જોઈએ..તો સલૂનમાં પણ, ઓઈલી અથવા કોમ્બિનેશન સ્કિનવાળા લોકોએ ઓઇલ અથવા ક્રીમથી ચહેરા પર મસાજ ન કરાવવું જોઈએ. જો મસાજ કરવામાં આવે તો જે તેલ ગ્રંથીઓ એક્ટિવ થઇ જાય છે, જેના કારણે ખીલ અને ફોલ્લીઓ બહાર આવે છે.
જો તમારી સ્કિન ઓઈલી છે તો ચહેરા અને પીઠ પર નારિયેળ અને બદામનું તેલ ન લગાડવું જોઈએ. તેલ ન લગાડવા પાછળનું કારણ એ છે કે, ઓઇલ ગ્લેડ્સ એક્ટિવ થઇ જાય છે.
જો તમારી ત્વચા ઓઇલવાળી હોય તો સલૂનમાં પોર્સ ક્લિનીંગ કરાવતા સમયે સ્ક્રબ્સ, દવાયુક્ત માસ્ક વગેરેનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તે જગ્યાએ ખીલ અથવા ફોલ્લીઓ હોય તો તેમના પર સ્ક્રબ્સ અને દાણાદાર સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. દાણાદાર પદાર્થો સાથેના સ્ક્રબ્સ નુકસાન પહોંચાડી શકે છે અને ખીલના ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. ત્વચા સંભાળની સારવાર લેતા સલૂનમાં તમારી ત્વચાના પ્રકાર વિશે જરૂરથી કહો, જેથી તમારા માટે યોગ્ય સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવી શકે.
તો જે લોકોની સ્કિન ઓઈલી હોય એ લોકોએ દૂધની મલાઈ લગાડવાથી પણ બચવું જોઈએ નહીં તો બ્લેક હેડ્સ અને ખીલ થઇ શકે છે.
ડ્રાય સ્કિનવાળા લોકો આ ભૂલ ન કરે
જે લોકોની સ્કિન ડ્રાય હોય તે લોકોએ ખાસ કરીને શિયાળામાં તો મુલતાની માટી લગાડવાથી બચવું જોઈએ. મુલતાની માટીથી સ્કિનનું ઓઇલ અને ભેજ બંને ઓછો થઇ જાય છે અને સ્કિન વધારે ડ્રાય થઇ જાય છે. જેની જો ત્વચા ડ્રાય હોય તો બદામ અથવા અખરોટનો પાવડર અને ચોખાનો લોટથી બનેલા સ્ક્રબ્સનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
ઘણા લોકો ત્વચાને રૂપાળી કરવા માટે લીંબુનો રસ લગાવે છે. જે લોકોની ત્વચા સેન્સેટિવ હોય છે તે લોકોએ ત્વચા પર લીંબુ લગાવવાથી ખંજવાળ, બળતરા, અથવા સોજો આવી શકે છે. જો તમે લીંબુનો ઉપયોગ કરવા માગતા હો, મધ, પપૈયા, ગુલાબજળ અથવા કાકડીના રસમાં મિક્સ કરીને લગાવો.
સ્કિન પર લીંબુનો રસ લગાવ્યા બાદ તુરંત જ તડકામાં જવાથી બચવું જોઈએ. લીંબુ લગાડ્યા બાદ પહેલાં ચહેરો પાણીથી ધોઈ લેવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.