વિશ્વમાં ઘણા પ્રકારના અજીબોગરીબ લોકો જોવા મળે છે. કેટલાક લોકોમાં જોરદાર હુનર હોય છે તો કેટલાક લોકો કુદરતી રીતે જ બીજા લોકો કરતાં અલગ હોય છે. તમે તમારા બાળપણમાં ઘણી બધી ચુંબક રમતો રમી હશે. ચુંબક એક એવું ધાતુ છે, જેના પર લોંખડથી બનેલી વસ્તુઓ ચોંટી જાય છે. પરંતુ જો આવું કંઈક મનુષ્યની સાથે થાય તો તમે શું કહેશો. ચોક્કસપણે તમે આ વ્યક્તિને ચુંબકીય વ્યક્તિ કહેશો. આવો જ એક ચુંબકીય વ્યક્તિ ઈરાનમાં રહે છે. જેનું નામ અબોલ્ફઝલ સાબીર મોખ્તારી છે. આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
શરીરમાં ચુંબક જેવી તાકાત છે
આ વ્યક્તિ ઈરાનમાં રહે છે, જેનું શરીર ચુંબક જેવું છે. હકીકતમાં તેના શરીર પર કોઈપણ મોટામાં મોટી વસ્તુ સરળતાથી ચોંટી જાય છે. 'ધ સન'ના રિપોર્ટ અનુસાર, ઈરાનમાં રહેતા અબોલ્ફઝલ પોતાને કોઈ ચમત્કારથી કમ નથી માનતો. કેમ કે તેના શરીર પર કોઈપણ વસ્તુ એવી રીતે ચોંટી જાય છે કે જાણે તેના શરીરમાં કોઈ ચુંબક ફિટ કરવામાં આવ્યું.
લાખો લોકોએ વીડિયો જોયો
ઈરાનના અબોલ્ફઝલ સાબીર મોખ્તારી નામની આ વ્યક્તિએ વિશ્વમાં લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વ્યક્તિના શરીરમાં ખબર નહીં એવુ શું છે કે, કાચ, લાકડી, લોંખડમાંથી બનેલી વસ્તુઓ આપોઆપ ચોંટી જાય છે. આ વીડિયોને 'ધ સન'એ ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. અત્યાર સુધી આ વીડિયોને લગભગ 1 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.
વીડિયો જોઈને બધા લોકો આશ્ચર્યચકિત
આ વીડિયોને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અબોલ્ફઝલના શરીરમાં કોઈપણ પ્રકારનું ચુંબક નથી પરંતુ તેને કોઈપણ વસ્તુને પોતાના શરીર પર ચોંટાડવાની કળા શીખી છે. 51 વર્ષના અબોલ્ફઝલ સાબીર મુખ્તારીએ પોતાના શરીર પર કોઈપણ વસ્તુઓને ચોંટવાની કળા બાળપણથી જ શીખવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તે પોતાની કળાથી કોઈ પણ વસ્તુ બીજી વ્યક્તિના શરીર પર ચોંટાડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.