• Gujarati News
  • Lifestyle
  • This Person Was Walking Around With A Cockroach In His Ear For 2 Days, After The Cockroach Was Taken Out He Remained Deaf For 3 Days

આશ્ચર્યમ:આ વ્યક્તિ 2 દિવસ સુધી કાનમાં વંદો લઈને ફરતો હતો, વંદો બહાર કઢાયા બાદ 3 દિવસ સુધી બહેરો રહ્યો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • ન્યૂ ઝીલેન્ડમાં રહેતા ઝેન નામના વ્યક્તિ સાથે આ ઘટના બની
  • પહેલાં તેને લાગ્યું કે સ્વીમિંગને કારણે પાણી કાનમાં ભરાઈ ગયું હશે
  • 2 દિવસ સુધી કોઈ ફરક ન પડતાં ઈયર સ્પેશ્યાલિસ્ટની તપાસમાં વંદો હોવાનું સામે આવ્યું

કાનમાં વંદો ભરાઈ જાય તેવી ઘટના તમે અત્યાર સુધી કોઈ હોરર ફિલ્મમાં જોઈ હશે પરંતુ ઓસ્ટ્રેલિયાના એક વ્યક્તિએ આવી હોરર ઘટનાનો સાક્ષાત અનુભવ કર્યો છે. ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા ઝેન નામના વ્યક્તિના કાનમાં વંદો ભરાઈ ગયો. કાનમાં વંદા સાથે ઝેન 2 દિવસ સુધી હર્યો ફર્યો ત્યારબાદ તેના કાનમાંથી વંદો કઢાયો.

કાનમાં સમસ્યા થતા ડૉક્ટર પાસે ગયો
ગયા અઠવાડિયે એક દિવસ અચાનક ઝેનના કાનમાં સમસ્યા થવા લાગી. તે દિવસે ઝેન સ્વીમિંગ કરવા ગયો હતો. પહેલાં ઝેનને લાગ્યું કે સ્વીમિંગને કારણે કાનમાં પાણી ભરાઈ ગયું હશે, પરંતુ દુખાવો વધતા ઝેન ડૉક્ટર પાસે ગયો.

પ્રાથમિક તપાસમાં ડૉક્ટરે ઝેનને એન્ટિબાયોટિક દવા આપી. સાથે ડૉક્ટરે ઝેનને સલાહ આપી કે તે કાનમાં ડ્રાયર દ્વારા પાણી સૂકવવાનો પ્રયાસ કરે. આવી કન્ડિશનમાં ઝેન 2 દિવસ સુધી રહ્યો. આ 2 દિવસ સુધી સતત તેના કાનમાં કંઈક ખૂંચ્યા કરતું હતું.

સેકન્ડ ઓપિનિયનમાં વંદાની જાણ થઈ
સામાન્ય એન્ટિબાયોટિક્સથી કોઈ ફરક ન પડતાં ઝેન ઈયર સ્પેશ્યાલિસ્ટ પાસે ગયો. પહેલાં સ્પેશ્યાલિસ્ટને લાગ્યું કે તેના કાનમાં ટ્યુમર હોઈ શકે છે. ડૉક્ટરે તેમના ટૂલ વડે ઝેનના કાન તપાસ્યા તો તે પણ ચોંકી ગઈ. ઝેનના કાનમાં વંદો હતો.

અડધો વંદો કાનમાં જ રહી ગયો

ઝેનના કાનમાં રહેલા વંદાને બહાર કાઢવા માટે ડૉક્ટરે તેમના સામાન્ય ટૂલનો ઉપયોગ કર્યો. આ ટૂલથી વંદાના શરીરને અડધો ભાગ જ બહાર કાઢી શકાયો. બાકીનો ભાગ હજુ કાનની અંદર રહી જતા ડૉક્ટરે સક્શન ટૂલનો ઉપયોગ કર્યો.

ઝેનના કાનમાંથી વંદો બહાર કઢાયા બાદ 3 દિવસ સુધી તે સાંભળી શકતો નહોતો. જોકે હાલ ઝેન સંપૂર્ણ સ્વસ્થ છે. પોતાના અનુભવ બાદ ઝેન લોકોને સ્વાસ્થ્ય સમસ્યા માટે સેકન્ડ ઓપિનિયન લેવાની સલાહ આપી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...