તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • This Person Exercised In Deep Water To Raise Awareness About Exercise In The Corona Period.

પુડુચેરી:કોરોનાકાળમાં કસરત અંગે જાગૃતિ લાવવા માટે આ વ્યક્તિએ ઊંડા પાણીમાં એક્સર્સાઈઝ કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફિટનેસ એક્સપર્ટ અરવિંદે 14 મીટર ઊંડા પાણીમાં એક પછી એક એક્સર્સાઈઝ કરી. - Divya Bhaskar
ફિટનેસ એક્સપર્ટ અરવિંદે 14 મીટર ઊંડા પાણીમાં એક પછી એક એક્સર્સાઈઝ કરી.
  • પુડુચેરીમાં રહેતા ફિટનેસ એક્સપર્ટ અરવિંદે 14 મીટર ઊંડા પાણીમાં એક પછી એક એક્સર્સાઈઝ કરી
  • સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઈરલ થયો

સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આ મહામારીને ધ્યાનમાં રાખતા શરીરને ફિટ રાખવું પણ એક પડકાર છે. તેના માટે એક્સર્સાઈઝને મહત્ત્વ આપતા એક વ્યક્તિએ જાગૃતિ ફેલાવવા માટે ઊંડા પાણીમાં એક્સર્સાઈઝ કરી.

14 મીટર ઊંડા પાણીમાં એક્સર્સાઈઝ કરી
પુડુચેરીમાં રહેતા ફિટનેસ એક્સપર્ટ અરવિંદે 14 મીટર ઊંડા પાણીમાં એક પછી એક એક્સર્સાઈઝ કરી. તેણે આંખો પર સુરક્ષા કવચ લગાવીને ડમ્બેલ્સ ઉઠાવ્યા અને પુશ-અપ કર્યાં.અરવિંદે પાણીની નીચે ડાઈવિંગ કરીને આ એક્સર્સાઈઝ કરી. તેણે કહ્યું કે લોકોએ દિવસમાં અંદાજે 45 મિનિટ સુધી કસરત કરવી જોઈએ. શરીર અને ફેફસાંને મજબૂત રાખવા જરૂરી છે. તે ઈમ્યુનિટી સિસ્ટમ પણ સારી રાખશે.

મગજને મજબૂત રાખવા માટે શારીરિક વ્યાયામ
કોરોનાવાઈરસને ફેલાવતો અટકાવવા માટે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે વારંવાર હાથ ધોવા જરૂરી છે, તેવી જ રીતે શરીર અને મગજને મજબૂત રાખવા માટે શારીરિક વ્યાયામ પર ધ્યાન આપવું પણ જરૂરી છે.

પોતાની વાતને સમજાવવા માટે અરવિંદે પાણીની અંદર જોરદાર એક્સર્સાઈઝ કરી. તેણે બતાવ્યું જો કોઈ આવું કરવા માગે છે તો તે કેવી રીતે કરી શકે છે. આ સંપૂર્ણ અભ્યાસનો એક વીડિયો પણ વાઈરલ થયો છે.