• Gujarati News
  • Lifestyle
  • This Person Became A Millionaire In One Fell Swoop, Won The Lottery Not Once But Twice And Won Crores Of Rupees

અમેરિકા:આ વ્યક્તિ બની ગયો એક જ ઝટકામાં કરોડપતિ, એક નહીં પણ બે વખત લોટરી લાગી અને કરોડો રૂપિયા જીત્યો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડેવી ક્રૂમ છેલ્લા 7 વર્ષોમાં બે વખત લોટરી લાગી અને મહેનત કર્યા વગર ઘરે બેઠા-બેઠા કરોડપતિ બની ગયો. - Divya Bhaskar
ડેવી ક્રૂમ છેલ્લા 7 વર્ષોમાં બે વખત લોટરી લાગી અને મહેનત કર્યા વગર ઘરે બેઠા-બેઠા કરોડપતિ બની ગયો.
  • ડેવી ક્રૂમ કેરોલિનાના કેનો લોટરી ગેમમાં 74,37,930 રૂપિયા જીત્યો
  • 16 ડિસેમ્બર 2014ના રોજ કેશ 5 ડ્રાઈંગ લોટરી જેકપોટમાં 90,58,654 રૂપિયા જીત્યો હતો

દુનિયામાં મોટાભાગની લોકોની ઈચ્છા હોય છે તેમને ઘરે બેઠા બહું બધા પૈસા મળી જાય અને તેઓ વૈભવી જીવન જીવી શકે.જોકે આ ઈચ્છા પૂરી થવી અશક્ય છે, કેમ કે દરેકની કિસ્મત ઉત્તર કેરોલિનાના ડેવી ક્રૂમ જેવી નથી હોતી. ડેવી ક્રૂમે એક નહીં પરંતુ બે લોટરી જીતી છે અને ઘરેબેઠા કરોડપતિ બની ગયો છે.

નોર્થ કેરોલિનામાં મેકિઓનના રહેવાસી ડેવી ક્રૂમની સાથે જે થયું છે તે ખરેખર સપના જેવું છે. આ વ્યક્તિને 24 કલાક સુધી એ વાતની ખબર પણ નહોતી કે તે કરોડપતિ બની ગયો છે. છેલ્લા 7 વર્ષોમાં બે વખત તેને લોટરી લાગી અને મહેનત કર્યા વગર ઘરે બેઠા-બેઠા કરોડ રૂપિયા આવી ગયા.

કેવી રીતે કરોડપતિ બન્યો
કેરોલિનાના કેનો લોટરી ગેમમાં પોતાની કિસ્મત અજમાવનાર ઉત્તરી કેરોલિનાના એક વ્યક્તિએ બીજી વખત 100,000 ડોલર એટલે કે લગભગ 74,37,930 રૂપિયા જીત્યો છે, જે છેલ્લા સાત વર્ષમાં બીજી સૌથી મોટી તેની લોટરી છે.

ડેવી ક્રૂમે નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરીના અધિકારીઓને જણાવ્યું કે, તેણે રવિવારે મેરિયનમાં સુગર હિલ ફૂડ માર્ટમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી, પરંતુ તેને તરત રિઝલ્ટ ચેક ન કર્યું. ડેવી ક્રૂમે જણાવ્યું કે, હું બીજા દિવસે મારી ટિકિટ ચેક કરવા ગયો, હું સોમવાર સુધી નહોતો જાણતો કે હું રવિવારે ડ્રોમાં ઈનામની રકમ જીતી ગયો છું.

હવે ફરવા જશે
આ અગાઉ ડેવી ક્રૂમે 16 ડિસેમ્બર 2014ના રોજ કેશ 5 ડ્રાઈંગ લોટરી જેકપોટમાં 90,58,654 રૂપિયા જીત્યો હતો. લોટરીના વિજેતાએ કહ્યું કે, બીજી લોટરીના જીતેલા પૈસાથી તે નવી પિકઅપ ટ્રક માટે ચૂકવણી કરશે અને બાકીના પૈસાને બેંકમાં રાખીને ક્યાંય ફરવા જશે. અત્યારે તેના ખાતામાં 1 કરોડથી વધારે રૂપિયા છે.