• Gujarati News
  • Lifestyle
  • This Pair Of Thiruvananthapuram Became The Road Safety Ambassador, Wrote A Book To Make People Aware Of The Inconvenience Caused In Public Transport And Barrier Free Road

વ્હીલચેર યુઝર કપલની સ્ટોરી:તિરુવનંતપુરમની આ જોડી રોડ સેફ્ટી એમ્બેસેડર બની, બુક લખીને દિવ્યાંગોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થતી તકલીફ અને બેરિયર ફ્રી રોડ પ્રત્યે જાગૃત કર્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જેસ્મિને વેક્સિન લેવા લોકોને જાગૃત કર્યા - Divya Bhaskar
જેસ્મિને વેક્સિન લેવા લોકોને જાગૃત કર્યા
  • જ્યોર્જ અને જેસ્મિનનાં મેરેજ માટે બંનેનો પરિવાર ખુશ નહોતો
  • 7 વર્ષથી બંનેએ ખુશી દાંપત્યજીવન જીવીને સાબિત કર્યું કે, તેઓ એકબીજા માટે જ જન્મ્યા છે.

જ્યોર્જ કે. થોમસ અને તેની પત્ની જેસ્મિન ઇસાક વ્હીલચેર યુઝર છે. રોડ સેફટી એમ્બેસેડર તરીકે અલગ ઓળખ ધરાવતા આ કપલે કિંટરગાર્ટન વિદ્યાર્થીઓ માટે એક બુક લખી. આ બુકમાં ચિત્રો દ્વારા તેઓ યુવાનોને બેરિયર ફ્રી રોડનું મહત્ત્વ સમજાવવા માગે છે. સાથે જ દિવ્યાંગોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પડતી તકલીફોનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્યોર્જે કહ્યું, મહામારી દરમિયાન ઘણી બધી વસ્તુઓ અમારા ધ્યાનમાં આવી છે. અમે એક યુટ્યુબ ચેનલની શરુઆત કરી અને તિરંદાજીની પ્રેક્ટિસ પણ કરી.

કપલનો એક્સિડન્ટ અલગ થયો, સારવાર દરમિયાન બંને હોસ્પિટલમાં મળ્યાં
35 વર્ષીય જેસ્મિને કહ્યું, બાઈક પર જતી વખતે રિક્ષા સાથે અથડાતા જ્યોર્જનો એક્સિડન્ટ થયો હતો. તે દરમિયાન તેની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. જેસ્મિન પણ વર્ષ 2003માં તેની બહેન સાથે ટુ વ્હીલર પર જઈ રહી હતી ત્યારે તેની એક્સિડન્ટ થયો હતો. જ્યોર્જ અને જેસ્મિન બંનેનો કમર નીચેનો ભાગ પેરાલાઈઝ્ડ છે. બંનેનો અલગ અકસ્માત થયો અને તેમની મુલાકાત પ્રાઈવેટ હોસ્પિટલમાં થઈ. વર્ષ 2014માં તેમણે લગ્ન કર્યા. જો કે, આ લગ્નથી તેમના પેરેન્ટ્સ ખુશ નહોતા પણ છેલ્લા 7 વર્ષથી બંનેએ ખુશી દાંપત્યજીવન જીવીને સાબિત કર્યું કે, તેઓ એકબીજા માટે જ જન્મ્યા છે.

પેરાલિમ્પિક ચેમ્પિયનશિપ સુધી પહોંચવાનું સપનું
જ્યોર્જને પહેલેથી ક્રિકેટનો શોખ હતો, પણ અકસ્માત પછી બધું બદલાઈ ગયું. 2014થી તે આર્ચરીની પ્રેક્ટિસ કરે છે. જ્યોર્જને નેશનલ પેરાલિમ્પિક ચેમ્પિયનશિપ સુધી પહોંચવું છે.

જેસ્મિને વેક્સિન લેવા લોકોને જાગૃત કર્યા
35 વર્ષીય જેસ્મિને કહ્યું, હ્જુ દેશમાં ઘણા બધા લોકો એવા છે જે વેક્સિનને લઈને ડરી રહ્યા છે. ડરવાની કોઈ જરૂર નથી. દરેકે વેક્સિન લેવી જ જોઈએ. આ કપલ ઘણી વખત યંગ જનરેશનને મોટિવેશન સ્પીચ પણ આપે છે.

અન્ય સમાચારો પણ છે...